ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ યોજાવાની છે. ત્યારે જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના છે તે તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો-રિપીટ થિયરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સિનિયર નેતાઓના પત્તા કપાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેના કારણે કુંવરજી બાવળિયાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે. અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ તેમના ગઢ વીંછીયામાં બંધ પાળવાનો પ્રયાસ કર્યો છે.
કુંવરજી બાવળિયાએ કર્યો ખુલાસો
કુંવરજી બાવળિયાનું મંત્રીમંડલમાંથી પત્તું કપાતા તેમના સમર્થકોએ વીંછીય બંધ કરાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ બાબતે કુંવરજી બાવળિયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરીને ખુલાસો કરતાં કહ્યું છે કે, પાર્ટી હાઇકમાન્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. અને સમર્થકોને શાંત રહેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો:નીતિન પટેલ નારાજ? મંત્રીમંડળમાં પત્તુ કપાતા ભુગર્ભમાં
ધારાસભ્યો (MLA)ને ફોન આવ્યા
શપથગ્રહણ પહેલા ધારાસભ્યો (MLA)ને મંત્રીપદ સોંપાશે તેમના ફોન કરવામાં આવી રહ્યાં છે. નીચે આપેલા લિસ્ટ મુજબના તમામ ધારાસભ્યને ફોન આવ્યા છે.
- હર્ષ સંઘવી, MLA, મજૂરા
- નરેશ પટેલ, MLA, ગણદેવી
- કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
- અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
- કનુ દેસાઇ, MLA, પારડી
- ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
- બ્રિજેશ મેરજા, MLA, મોરબી
- કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
- મુકેશ પટેલ, MLA, ઓલપાડ
- આર.સી મકવાણાં, MLA, મહુવા
- જીતુ ચૌધરી, MLA, કપરાડા
- રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
- જીતુ વાઘાણી, MLA, ભાવનગર
- મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
- દેવાભાઇ માલમ, MLA, કેશોદ
- જેવી કાકડીયા, MLA, ધારી
- જગદીશ પંચાલ, MLA, નિકોલ
- ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
- પ્રદિપ પરમાર, MLA, અસારવા
- નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
- નિમાબેન આચાર્ય, MLA ભુજ
- રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
- કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
- વિનોદ મોરડિયા, MLA કતાર
આજે થવાની છે શપથ વિધિ
તમને જણાવી દઈએ કે, આજે બપોરે દોઢ વાગે ગુજરાતનાં નવા મંત્રીમંડળની શપથ વિધિ યોજાવાની છે. અને ભાજપે નો રિપીટ થીયરી અપનાવીને તમામે તમામ મંત્રીઓ બદલી નાખ્યા છે. અને સિનિયર નેતાઓનું પત્તું કાપી નાખ્યું છે. ભાજપે જાતિ ગણિતને ધ્યાને રાખીને તેના નવા મંત્રીમંડળમાં પાટીદાર સમાજના સૌથી વધુ 8 મંત્રીઓ બનાવ્યા છે. જ્યારે બ્રાહ્મણ 2,એસ ટી 4,જૈન 1,ઓબીસી 6 અને એસ સીના 2 મંત્રીઓ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ યોજાવાની છે. ત્યારે જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના છે તે તમામને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો-રિપીટ થિયરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સિનિયર નેતાઓના પત્તા કપાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેના કારણે કુંવરજી બાવળિયાના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી છે. અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ તેમના ગઢ વીંછીયામાં બંધ પાળવાનો પ્રયાસ કર્યો છે. જોકે સમગ્ર મામલે કુંવરજી બાવળિયાએ ખુલાસો કરીને પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયને શિરોમણી રાખ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4