ભારત ભૂમીના વીર સપુતોએ પોતાના જીવનું બલિદાન આપીને 15 ઓગસ્ટ 1947 ના રોજ દોઢસો વર્ષની ગુલામી બાદ ભારતને આઝાદી અપાવી હતી. આ વાતને હંમેશા યાદ રાખતા કચ્છના (Kutch) યુવા સરપંચે એક અનોખી પહેલ હાથ ધરી હતી. ભારતની વીર ભૂમિ પર ઘણાં વીરોએ જન્મ લીધો અને દેશમાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો છે. કોઈ પણ વીર સપૂતોએ ના પોતાની ચિંતા કરી, ના પરિવારની, ના અન્ય કોઈ બાબતની. બસ તેમણે કર્યો ભારત ભૂમિને અનહદ પ્રેમ. આથી આઝાદીની લડતમાં જોડાયા અને ભારત દેશને ગુલામીમાંથી આઝાદ કરાવ્યો હતો.
Kutch ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી
તેથી 2021નુ ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે તે ખૂબ જ સ્વાભાવિક છે. ત્યારે કરછના માંડવીના એક યુવા સરપંચ એ આવનારી પેઢી હંમેશા આ બલિદાનને યાદ રાખે તેવા ઉદેશ્યથી અખંડ ભારતના 75 ક્રાંતિકારીઓને એકસાથે દીવાલ પર કંડારીને ચિંત્રાજલી અર્પીત કરીને સરપંચ દ્રારા વિશિષ્ટ ઉજવણી કરાઈ છે.
Celebration of 'Azadi Ka Amrit Mahotsav' In Kutch by paying tributes to great freedom fighters.#OTTIndia #AzadiKaAmritMahotsav #Kutch #Gujarat pic.twitter.com/slRbXn8x26
— OTT India (@OTTIndia1) October 8, 2021
આ પણ વાંચોઃ- Gauri Khan એ આજે 51 વર્ષ પૂર્ણ કરી લીધા છે, જાણો તેના જીવનની કેટલીક રસપ્રદ વાત
યુવા સરપંચે કરી અનોખી પહેલ
કરછના માંડવી તાલુકાના મસ્કા ગામના યુવા સરપંચ કિર્તી ગોર એ અમૃત મહોત્સવની વિશિષ્ટ રીતે ઉજવણી કરી છે. મસ્કા ગામમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલના રંગમંચની દિવાલ પર ચિત્રકાર અનિલ જોશીની મદદથી 75 જેટલા ક્રાંતિકારીઓના ચિત્રો બનાવડાવીને વિશિષ્ટ રીતે ચિત્રાંજલી આપવામાં આવી છે. વર્ષે લાખો ટુરિસ્ટો આ મેમોરિયલની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે આ 75 ક્રાંતિવિરોના ચિત્રો દેશ-ભકિતનું અલગ જ આર્કષણ ઉભુ કરશે. અને સૌ કોઈના મનમાં દેશભક્તિ ઊજાગર થશે. યુવાનો,વૃદ્ધો તથા આવનારી પેઢીને પણ હંમેશા આ બલીદાન યાદ રહેશે. ઈતિહાસમાં પણ આ ચિંત્રાજલી અંકબંધ રહેશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4