Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝદુનિયાના સૌથી મોટા Tyre Graveyard માં આગ લાગવાથી, પર્યાવરણ પર ખતરો

દુનિયાના સૌથી મોટા Tyre Graveyard માં આગ લાગવાથી, પર્યાવરણ પર ખતરો

Tyre Graveyard
Share Now

કુવૈતમાં  દુનિયાનું સૌથી મોટું ટાયરોનું કબ્રિસ્તાન (Kuwait’s tire graveyard) આવેલું છે, પણ તેમાં અચાનક આગ લાગી ગઇ છે, જેના કારણે પર્યાવરણને ગંભીર ખતરો ઉભો થઇ ગયો છે. આ અગ્રિકાંડ (Kuwait’s tire graveyard) કેમનો થયો તેની અસર શું થશે તે તો સમય બતાવશે, પણ ખતરો પર્યાવરણ (environment )પર મંડળાઇ રહ્યો છે.

એક અંગ્રેજી મીડિયાના અહેવાલ પ્રમાણે , સુલેબિયાના (Sulaibiya Area of Kuwait) આ ટાયર ભંડારને ટાયરોના સૌથી મોટું કબ્રિસ્તાન કહેવામાં આવે છે. આ ટાયર કુવેત અને બીજા દેશોના છે, જેમણે આ ટાયરને લઇ જવા માટે ભુગતાન કરેલું છે, ડિસ્પોજલની તૈયારી ચાર કંપનીને આપી છે.પણ હવે આગ લાગ્યા બાદ આ ટાયરોને ભેગા કેમના કરવા તેના પર પણ સવાલ છે. આ આગ છેલ્લા ચાપ પાંચ દિવસોથી લાગેલી છે.

  • 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ તાપમાન
  • આ પહેલા 2012 માં પણ બની હતી આવી ઘટના
  • 2012 માં (Kuwaiti Tyre Dump) માં 50 લાખ ટાયર સળગ્યા હતા
  • ધુમાડાના કારણે પર્યાવરણને ઘણું નુકશાન
  • હવામાં પ્રદુષણમાં વધારો
  • અસ્થમાં અને ઘણી ગંભીર બીમારીઓ ફેલાય તેવી સમસ્યા
  • આ ટાયર ભંડારને ટાયરોના સૌથી મોટું કબ્રિસ્તાન કહેવાય છે

બની શકે છે બીમારીનું કારણ

જ્યારે પણ આપણે કોઇ નવી શોધ કરીએ છીએ, કે માનવીને ફાયદો થાય તે માટે નવી ટેક્નોલોજી વિકસતી રહે છે પણ માનવી માટે તે આગળ જતાં નવી નવી બીમારીઓ નોંતરતી હોય છે, લાગેલી આગના કારણે જે ધુમાડો થયો છે તેના કારણે પર્યાવરણને ઘણું નુકશાન થવાનું છે.

ટાયરો સળગવાથી હવામાં ધુમાડો થાય છે જેના કારણે હવામાં કાર્સોમોજેનિક ડાયઓક્સાઇન્સ (Carcinogenic Dioxins) નિકળે છે.  જેના કારણે હવામાં પ્રદુષણ ફેલાય છે અને જેનાથી અસ્થમાં અને ઘણી ગંભીર બીમારીઓ ફેલાય તેવી સમસ્યા છે.

સેટેલાઇટથી લેવામાં આવેલી તસ્વીરમાં 70 લાખ ટાયરો આ કબ્રિસ્તાનમાં મુકવામાં આવ્યા હતા, તેની સળગતી તસ્વીરો સેટેલાઇટમાં જાણે ધુમાડો જ ધુમાડો દેખાવી રહી છે.  

 

આ પણ વાંચો:  પ્રથમવાર સરહદ પર મોરચો સંભાળશે ભારતની બે દિકરીઓ પ્રકૃતિ અને દીક્ષા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment