Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ ના નવા લુકમાં જોવા મળ્યો લગાન ફિલ્મનો ‘ભુવન’

ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ ના નવા લુકમાં જોવા મળ્યો લગાન ફિલ્મનો ‘ભુવન’

Laal Singh Chaddha
Share Now

તમને ફિલ્મ સરફરોજ તો યાદ જ હશેને ?  જેમાં બોલિવુડના મિસ્ટર પરફેક્શનનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાને સુંદર અભિનય અને લુક દ્વારા ફેન્સના દિલ જીત્યા હતા. ફિલ્મનો એ કિરદાર આજે પણ લોકોને યાદ છે. પણ આમિર ખાનને એ સમય બાદ યુનિફોર્મમાં જોવો ખુબજ ઓછુ જોવા મળ્યુ છે. ત્યારે આજે જ્યારે ફિલ્મ લગાનના 20 વર્ષ પુરા થયા છે, ત્યારે આમિર ખાને તેની નેકસ્ટ ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનો ( Laal Singh Chaddha ) નવો લુક લોકોની સામે મુક્યો છે. ( Laal Singh Chaddha ) આમિર ખાનની અપકમિંગ મુવી છે. 

Lagaan

PC: Wikipedia

ફિલ્મ લગાન (Laggan) કોને યાદ નહી હોય, કદાચ એ સમયે જેણે આ ફિલ્મ જોઇ હશે તે લોકોને લગાનનો મતલબ ફિલ્મ જોતા પહેલાં ખબર નહી હોય. આ ક્લટ ફિલ્મે ભારતીય સિનેમાના લેન્ડસ્કેપને જ બદલી દીધો હતો. ફિલ્મની સાથે સાથે પ્રોડક્શન બેનર પણ પોતાની વર્ષગાંઠ મનાવી રહ્યું છે, જેથી કંપની અને તેની પુરી ટીમે એક વિડિયો શેર કર્યો છે.

આમિર ખાનને લઇને વીડિયો કર્યો શેર

 

લગાન ફિલ્મને લઇને અને આમિર ખાનની આવનારી ફિલ્મને લઇને પણ આમિર ખાન વીડિયોમાં એક મેસેજ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર #Mylagaan ટ્રેડ પમ કરી રહ્યું છે. વીડિયોમાં તમને આમિર ખાનનું એક નવુ જ રુપ જોવા મળશે. જે તમે ફિલ્મ સરફરોજમાં જોયુ હતુ તે જે જુન ફિલ્મોની પણ યાદ અપાવે છે.

Aamir Khan

Pc: Google Image

વીડિયોમાં આમિર ખાને એક સેનાના અધિકારીના કપડા પહેરેલા તમે ડજોઇ શકો છો. વીડિયો શેર કરતાં આમિર ખાન લગાન ફિલ્મન શુભકામનાઓ આપનારનો આભાર માની રહ્યો છે. ફિલ્મ લાલ સિંહ ચડ્ડાની શુટીંગનું પેક અપ કર્યા બાદ જ આમિર ખાને આ વીડિયો સોશિયલ મિડીયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો: “મૈં એક ફાઇટર હું ઔર મૈં બહુત બઢિયા તરીકે સે લડા”:સુશાંત

નવા લુકમાં વીડિયો બનાવીને શેર કરતાં આમિર ખાન કહે છે કે, “આજે ફિલ્મ લગાનના 20 વર્ષ પુર્ણ થઇગયા છે, લગાન એક એવી ફિલ્મ હતી, જેણે અમારી પાસેથી ખુબ લગાન વસુલ કર્યું હતુ, અમારા બધા માટે આજે એક ખુશીનો દિવસ છે, આ ફિલ્મે એટલું જ લગાન અમને પાછુ પણ આપ્યુ હતુ, આ સિવાય પણ આ ફિલ્મની શુટીંગ કરતાં અમને બધાને લોકોએ ખુબ ચૈલેન્ઝનો સામનો કરવો પડ્યો હતો. આ સુંદર સફરમાં જે લોકો મારી સાથે હતા, તે બધાનો હું આભાર માનવા માંગુ છુ, સૌથી પહેલાં તો આશુતોષ ગોવારિકર અને પુર કાસ્ટ તેમજ ક્રુ મેમ્બર્સનો, અમારા ડિસ્ટ્રીબ્યુટરના તેમજ અમારા એગ્જીબિટર્સનો પણ.. ખાસ કરીને હું લગાન ફિલ્મને આટલો પ્રેમ આપનારી ઓડિયન્સનો આભાર માનું છું. ”

Laal Singh Chaddha

PC:@AamirKhan

ફિલ્મ છે ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક

ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાન ( Aamir Khan)કરીના કપુર(Kareena Kapoor) સાથે જોવા મળવાનો છે.  ફિલ્મ લાલ સિંહ ચડ્ડાએ બોક્સ ઓપિસ પર હિટ રહેલી ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. વિડિયો શેર કરીને આમિર ખાન ફિલ્મ લગાનના 20 વર્ષ પુર્ણ થવાની બાબત પર વધુ ધ્યાન કરી રહ્યાં છે. 

આમિર ખાને આ સાથે જ ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું લુક પણ રિવિલ કરી દીધુ છે,ફેન્સ સામે આમિર ખાન સરદારના રોલમાં જોવા મળેલા આમિર ખાન લોકોને ઘણા ક્યુટ લાગતાં હતા. હાલ, કોરોનાના કારણે ફિલ્મ રિલીઝને લઇને કોઇ વાત કહી નથી. પણ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment