દેશમાં અનેક યોજનાઓ થકી લોકોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમ છતાં પણ લોકોમાં ક્યાંકને ક્યાંક હજુ પણ જાગૃતિનો અભાવ (Lack of awareness)છે તેવુ લાગી રહ્યુ છે. મેટ્રો શહેરથી લઇને ગામડા સુધી મહિલા અને પુરૂષોને ફેમિલી પ્લાનિંગ અંગે અવગત કર્યાં છે. તેમ છતાં પણ કેટલાક સ્થાનો પર ફેમિલી પ્લાનિંગની જવાબદારી માત્ર મહિલાઓના શીરે જ આવે છે. પુરૂષો કોઇ જવાબદારી લેવા માગતા જ નથી આવુ કેમ.
દેશમાં Lack of awareness
દેશમાં 10 ની સામે માત્ર એક પુરૂષ જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. પુરૂષોને નસબંધીના નામે શારીરિક નબળાઇ અથવા કોઇ બિમારીનો ડર લાગી રહ્યો છે. એક સર્વે અનુસાર ફેમિલી પ્લાનિંગ કરનારી મહિલાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. 10 ની સામે 4 મહિલાઓ અનવોન્ટેડ પ્રેગ્નેન્સી (Pregnancy)થી બચવા માટે નસબંધી કરાવે છે. જ્યારે નસબંધી કરાવતા પુરૂષોની સંખ્યા નહિવત છે.
ફેમિલી પ્લાનિંગમાં આ રાજ્યની મહિલાઓ અગ્રેસર
સર્વેના આંકડા અનુસાર, ફેમિલી પ્લાનિંગને લઇને મહિલાઓ જાગૃત થઇ છે. આ જ કારણે નસબંધી કરતી મહિલાઓની સંખ્યા વધી છે. વર્ષ 2015-16 માં નસબંધી કરાવનારી મહિલાઓની સંખ્યા 36 ટકા હતી, આ વધીને 38 ટકા થઇ ગઇ. આ સંખ્યા મધ્ય પ્રદેશમાં 10 ટકાથી 52 ટકા, બિહારમાં 14 ટકાથી 35 ટકા સુધી વધી ગઇ છે.
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે રોમાન્સ માટે બોયફ્રેન્ડને જ કર્યો કિડનેપ, ભાનમાં આવતા જ યુવકના ઉડી ગયા હોંશ
કોન્ડમ યુઝ કરવામાં પણ પસંદગી!
સર્વે અનુસાર દેશભરમાં માત્ર 9 ટકા પુરૂષો જ કોન્ડમ (Condom)નો ઉપયોગ કરે છે. સર્વેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 23 રાજ્યોમાં કોન્ડમનો ઉપયોગ 10 ટકાથી પણ ઓછો હતો. કોન્ડમનો સૌથી વધારે ઉપયોગ ઉત્તરાખંડમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં થાય છે. સર્વેમાં એ પણ સામે આવ્યુ કે, કોન્ડમનો યુઝ ન કરવો એ જાગૃતતામાં કમી નહીં પણ પસંદગીનો મામલો થઇ ગયો છે. દેશના 82 ટકા પુરૂષો જાણે છે કે, કોન્ડમનો સતત ઉપયોગ કરવાથી મહિલાઓને અનવોન્ટેડ પ્રેગ્નેન્સીથી બચવાની સાથે જ બંનેને એડ્સનું જોખમ પણ ઓછું રહે છે.
Lack of awareness ના પગલે દેશ જનસંખ્યા રોકવામાં નિષ્ફળ!
ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ છે કે, જેણે 1952 માં રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ જનસંખ્યા રોકવી, પ્રજનન સ્વાસ્થ્યને સપોર્ટ કરવો, માતા અને શિશુનો મૃત્યુદર ઘટાડવાનો હતો. જ્યારે વર્ષ 1930 માં કોન્ડમ, ગર્ભનિરોધક ગોળીઓ અને ઇન્જેક્શન જેવી ઘણી પ્રોડક્ટ ભારતમાં પ્રવેશ કરી ચુકી હતી, પરંતુ ઓછી જાગૃતતા (Awareness)ના લીધે જનસંખ્યા નિયંત્રિત થઇ શકી નહતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4