Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝએક સ્ત્રીને નગ્ન કરતો સમાજ કેટલો નગ્ન?

એક સ્ત્રીને નગ્ન કરતો સમાજ કેટલો નગ્ન?

Share Now

ભલે અત્યારે કલયુગ ચાલતું હોય, પણ મહાભારતના કૌરવો અને બીજા રાક્ષસો તો હજુ જીવતા જ છે. મહાભારતની દ્રોપદીના જે રીતે ચીરહરણ કરવામાં આવ્યા હતા, બસ એ જ રીતે એક  મહિલાનું પણ ચીરહરણ (Lady Assault case) કરવામાં આવ્યું હતું. ફર્ક ખાલી એટલો છે કે દ્રૌપદીને પણ બચાવા માટે ભગવાન કૃષ્ણ હતા, પણ આ બિચારી બહેનને બચવા માટે તો કોઈ નથી.આ વાત છે ગુજરાત-મધ્યપ્રદેશના (Border of Gujarat-Madhypradesh ) બોર્ડર વિસ્તારમાં આવેલા આદિવાસી ગામડાનો…

આ દ્રૌપદીને બચાવા કૃષ્ણ પણ નથી (Lady Assault case)

કોઈ સ્ત્રીને મારવું મર્દની મર્દાનગી પર ખુબ જચે છે નહિ. કારણ કે આપણા સમાજમાં તો એક મર્દની આ જ વ્યખ્યા છે. એક મહિલાને લોકો ઢોર માર માર્યો હતો. એ પણ તેના કપડા કાઢીને.. સાંભળવામાં જ કેટલું ક્રૂર અને નિર્દયી  લાગે છે, વિચારો ખરેખર એ મહિલાની શું હાલત થઇ હશે.. એ મહિલાને કોણ મારી રહ્યું છે એ પણ એક ઝટકો આપે એવી વાત છે. કારણ કે જે લોકો આ મહિલાનું ચીર હરણ (Lady Assault case) કરીને તેને મારી રહ્યા છે, એ એ જ મહિલાના પરિવારજનો અને ગામનાં લોકો છે.

આઘાત લાગ્યો ને? ખાલી મારવું જાણે પુરતું નથી એમ આ રાક્ષસો એ સ્ત્રીના ખભા પર એક રાક્ષસને ચડાવે છે. જેનો વજન ખામી ના શકતા આ મહિલા જમીન પર ઢળી પડે છે. એની આસપાસ રહેલા લોકો પણ આ કોઈ મેચ ચાલી રહી હોય એમ, આ આખી ઘટનાને પ્રોત્સાહન પૂરું પાડવા આવાજો કરી રહ્યા છે. સવાલ એ પણ ઉભો થાય છે કે કેમ? કારણ કે તેના પતિને માત્ર એક શંકા થઇ કે એની પત્નીને કોઈ બીજા વ્યક્તિ સાથે અફેર ચાલે છે. આ શંકા કેટલી સાચી છે. એ કોઈને ખબર નથી. એની કોઈ સાબિતી નથી. આ વાતનો કોઈ પુરાવો નથી.સૌથી વધારે શરમજનક બાબત તો અ છે કે આ બેનને મારવા માટે બીજી રાક્ષસી મહિલાઓ પણ આ પરિવારજનોને મદદ કરે છે. 

સમાજ પર, સમાજની માનસિકતા પર એક લાફો!

માત્રને માત્ર એક શંકાના આધારે આ સ્ત્રીને કલાકો સુધી નિર્વસ્ત્ર કરીને, કેટલાય લોકો દ્વારા મારવામાં (Lady Assault case) આવી રહી છે. કેટલી અચંબિત વાત છે ને કે તેને બચવવાવાળું તો કોઈ નથી. પણ એનો ફોટોસ પાડવા વાળા ઘણા દાનવો છે. આ ફોટોસ પાડવાવાળા દાનવો પણ સાવ બેશરમ બનીને આ સ્ત્રીની મદદ કરવાના બદલે પોતાના દાનવ હોવાની સાચી સાબિતી આપી રહ્યા છે. જેથી આ મહિલાનો મજાક એ માત્ર એક દિવસ પુરતી ના રહે. પણ આ આ ફોટોસ પાડીને તેને ગૃહ મંત્રાલય પર, પોલીસ તંત્ર પર, આ સમાજ પર, સમાજની માનસિકતા પર, જોરથી એક લાફો માર્યો છે. ગુજરાતમાં જે સુરક્ષિત રાજ્યના મોટા ફાકા ફોજી થાય છે, તે કેટલા અંશે સાચું છે, એના વિશે કઈ બોલવાની જરૂર જ નથી. જે સત્ય છે. તે સામે કઈ બોલ્યા વગર જ બધું કહી દે છે.

આ પણ વાંચો: માત્ર એક રૂપિયામાં કેન્સરની સારવાર કરતા ગુજરાતના મધર ટેરેસા!

આ બનેલી ક્રૂર ઘટના (Lady Assault case) પર ott india કેટલાક સવાલોના જવાબ માંગી રહી છે..

  • મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષા માટે આવતું કરોડોના ફંડનું શું થાય છે? મહિલા સુરક્ષાના નામે ચાલતા NGO અને માનવ અધિકાર સંગઠનો શું કરી રહ્યા છે? જો આટલું બધું હોવા છતાં એક મહિલા પર અત્યાચાર(Lady Assault case) થાય તો આ બધા કરે છે શું?
  • મહિલાની રક્ષા માટે મહિલા-પોલીસ મુકવામાં આવે છે, આ બધા ક્યાં છે? ખાલી પોલીસનું કામ તોડ કરવાનું જ છે? માત્ર હપ્તા લેવાના અને સામન્ય જનતાને પરેશાન કરવાની અહિયાં જ તમારી દબંગ્ગીરી બતાવો છો. અહિયાં તમારી દબંગ્ગીરી ક્યાં જાય છે?
  • તંત્રને શરમ આવી જોઈએ જો આટલા બધા પૈસા ખર્ચા છતાય, આટલી બધી સંસ્થાઓ, પોલીસ અને NGO હોવા છતાય આવી ઘટના જો બની જાય તો આ એક શરમની ઘટના ના કહેવાય?
  • મધ્યપ્રદેશ અને ગુજરાત બને પર ભાજપની સરકાર છે, બને રાજ્યો મહિલા સુરક્ષાની વાતો મોટા પાયે કરતા હોય છે. તો શું ગુજરાતના અને મધ્યપ્રદેશના ગૃહમંત્રી મળીને મહિલાઓને સુરક્ષા ના આપી શકે?
  • આ ઘટના રેપ જેટલી જ કહી શકાય. સરેઆમ, જાહેરમાં ગામ સામે નગ્ન કરીને એક સ્ત્રીને મારવામાં આવે છે, તો એને તમે શું ન્યાય અપાવશો?
  • આવા રક્ષાસોને તો ક્યારેય જેલમાંથી બહાર ના કાઢવા જોઈએ, તો શું તમે આવી કોઈ ક્રૂર સજા ફટકારી શકશો?
  • આ આરોપીઓ સામે શું કાર્યવાહી કરશે તંત્ર? મારામારીનો આરોપ કે પછી છેડતી.. કે પછી બીજા હજારો કેસની જેમ આ કેસને પણ રફદફા કરી દેશો?

સ્ત્રીને નગ્ન કરતો સમાજ પણ નગ્ન!

વાત અહિયાં પુર નથી થતી. માત્ર સરકારને દોષ દેવો એ પણ પુરતું નથી. વાત અહિયાં સમાજની પણ છે. સ્ત્રીને દેવી માનવામાં આવે છે જે સમાજમાં.. જેની પૂજા કરવામાં આવે છે. આ છે તમારી દેવીનું અસલી સ્વરૂપ? નગ્ન થઈને ઢોર માર ખાવો? જેને નારાયણીનું રૂપ માનવામાં આવે છે. તે જ નારી નું અસલ જીંદગીમાં એક કામવાળી બાઈથી વધારે કોઈ જ વેલ્યુ નથી. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં. જ્યાં ખોટા ખોટા રીતી રિવાજના નામે ખબર નહિ શું શું ચાલે છે… 21 મી સદી કહેવાતા આ યુગમાં પણ અહી ખોટા કુરિવાજોની હોટ ચાલે છે.

સામાન્ય રીતે આ પ્રકારના મારામારી અને ક્રૂરવાળા દ્રશ્યો કે જે જોઇને તમારી હ્રદય ધ્રુજી જાય, બતાવવાની મીડિયાને મનાઈ છે. જો આ વાત તમારા સુધી નહિ પહોચાડીયેને તો મસ્ત નીન્દરમાં સુતેલી પોલીસ, તંત્ર, ગૃહ મંત્રાલય અને સમાજની નીંદર ક્યારેય નહિ ઉડે. અને જો એ નહિ ઉઠે તો માત્ર એક શંકાના આધારે ખબર નહિ આવી કેટલીય દ્રોપદીના ચીરહરણ થશે અને તેને આ જ રીતે નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment