Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝLakhimpur ખીરી હિંસા કેસમાં બે આરોપીઓ સાથે કરવામાં પૂછપરછ, સ્થળ પરથી કારતુસ મળ્યા

Lakhimpur ખીરી હિંસા કેસમાં બે આરોપીઓ સાથે કરવામાં પૂછપરછ, સ્થળ પરથી કારતુસ મળ્યા

Lakhimpur
Share Now

ઉત્તર પ્રદેશના લખીમપુર (Lakhimpur) ખીરીમાં થયેલી હિંસા મામલે બે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હાલમાં આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને ઘાયલ પણ થયા હતા. હાલમાં આ સમગ્ર મામલાને લઇને આઈદી આઈજી રેન્જ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને સ્થળ પરથી ખાલી કારતુસ પણ મળી આવ્યા છે. કારતૂસની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

Lakhimpur ઘટના

લખીમપુર ખીરી(Lakhimpur)ની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ દાખવ્યુ છે. કોર્ટના કડક વલણને કારણે યુપી પોલીસની સક્રિયતા વધતી જોવા મળી રહી છે. પોલીસે  બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને પર આરોપ છે કે તે વાહનમાં હાજર હતા જે જીપની પાછળ ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે જીપ કેટલાક લોકોને માથે ફરી વળી અને આગળ વધી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાયુ છે, સાથે જ ભાજપ સાંસદના પુત્રની ધરપકડ કરવાની માગ પણ ઉગ્ર બની છે.

લખનઉના રેન્જના આઈજીએ જણાવ્યુ કે, બે આરોપીઓ સાથે પૂછપરછમાં ઘણી જાણકારીઓ સામે આવી છે. અમે આ બાબતમાં મુખ્ય આરોપીને સમન મોકલી રહ્યાં છે. એફઆઈઆર જે આરોપીઓના નામ પર છે, તેમની સાથે પૂછપરછ ચાલી રહી છે. આરોપીઓ સાથે પૂછપરછ અને ધરપકડ માટેની ટીમ તૈયાર કરી લીધી છે.

આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ

આ મામલાના મુખ્ય આરોપી આશીષ મિશ્રા ની ધરપકડને લઈને આઈજીએ કહ્યું છે કે, મુખ્ય આરોપીને સમન મોકલી રહ્યાં છે. સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને પછી તેના આધારે પ્રૂફ ભેગા કરીશુ. ઉલ્લેખનિય છે કે, ઘટના બાદ સતત આશીષ મિશ્રાની ધરપકડની માંગણી કરવામાં આવી રહી છે.

આ પહેલા પ્રિયંકા ગાંધીએ આજે ​ગુરુવારે કહ્યું હતું કે, લખીમપુર ઘટનાના ગુનેગારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી, જો તેઓ ગૃહ રાજ્યમંત્રી રહેશે તો તેમને ન્યાય કેવી રીતે મળશે. આ બધું તેમના હેઠળ આવે છે, જ્યાં સુધી તેમને બરતરફ કરવામાં ન આવે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કોણ કરશે? ત્રણેય પરિવારોએ એક જ વાત કહી કે વળતરથી મતલબ નથી, અમને ન્યાય જોઈએ છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુમાં જણાવતા કહ્યું કે, હું આ માટે લડીશ. જ્યાં સુધી આ મંત્રીઓને બરતરફ નહીં કરવામાં આવે અને જ્યાં સુધી એ છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી હું મક્કમ રહીશ કારણ કે મેં તે પરિવારોને વચન આપ્યું છે. તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ હેઠળ થવી જોઈએ. મંત્રીએ નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment