Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસની તપાસને લઈને યુપી સરકારને લગાવી ફટકાર

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસની તપાસને લઈને યુપી સરકારને લગાવી ફટકાર

lakhimpur khiri
Share Now

યુપીના લખીમપૂર ખેરીમાં થયેલ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસ માટે ઉત્તરપ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે રાજ્યના ડીજીપી તમામ પુરાવા સુરક્ષિત રાખે. હવે આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.

સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો 

સુનાવણી દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી વાગી હોવાનું બહાર આવ્યું નથી, જોકે સ્થળ પરથી બે ખાલી કારતુસ મળી આવ્યા હતા. સાલ્વેએ કહ્યું કે નોટિસ મોકલ્યા બાદ આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, અમે તેમને શનિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ગંભીર આરોપ પર પણ આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે.

lakhimpur khiri

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે, વિકાસના કામોનું કરશે લોકાર્પણ

સુપ્રીમ કોર્ટ અત્યાર સુધીની તપાસથી સંતુષ્ટ નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ કેસની તપાસમાં અત્યાર સુધી લેવામાં આવેલા પગલાથી સંતુષ્ટ નથી. કોર્ટે પૂછ્યું કે જ્યારે કેસ 302 નો છે તો અત્યાર સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે પણ આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા સવાલોના જવાબ માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટની કડકતા બાદ યુપી પોલીસે ગઈ કાલે બે આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ કરી અને પછી મુખ્ય આરોપી આશિષ મિશ્રાને સમન્સ મોકલ્યું હતું.

સુપ્રીમ કોર્ટે વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. જેમાં એ પણ જણાવવું જોઈએ કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. તેમજ કેટલા FIR નોંધાઇ અને આ કેસમાં કોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરમાં કેન્દ્રીય મંત્રીના પુત્રનું નામ સામેલ છે. જેને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે  સુપ્રીમ કોર્ટ ખાતે હાજર થયો ન હતો. તે નેપાળમાં છે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આશંકાઓની કોઈ પુષ્ટિ થઈ નથી. 7 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ કેસનએ સુઓમોટો કોગ્નિઝન્સ હેઠળ નોંધવામાં આવ્યો છે.

3 ઓક્ટોબરના રોજ હિંસા થઈ હતી

તમને જણાવી દઈએ કે લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં એક જીપ ખેડૂતોને કચડતી જોવા મળી રહી છે. આ ઘટના બાદથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પ્રશ્નાર્થમાં છે. બીજી તરફ વિપક્ષ સતત સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યુપીના લખીમપૂર ખેરીમાં થયેલ ઘટનાને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસ માટે ઉત્તરપ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે રાજ્યના ડીજીપી તમામ પુરાવા સુરક્ષિત રાખે. હવે આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment