લખીમપુર (Lakhimpur)ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલા હંગામાને લઇને હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પીડમાં ચાલી રહેલી એક કાર સીધી લોકોને ટક્કર મારતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે લખીમપુર હિંસામાં 8 લોકોના મોત થયા હતા. જેમાં 4 ખેડૂતો અને એક પત્રકારનો સમાવેશ થાય છે. તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
લખીમપુર (Lakhimpur)હિંસાની ઘટના મામલે વાયરલ થયેલા વીડિયોમાં શું છે?
આ વિડીયો (Video)ની શરૂઆતમાં કેટલાક લોકો ઝંડા સાથે જોવા મળી રહ્યા છે. જે લોકો રસ્તા પર ચાલી રહ્યાં હતા. સફેદ શર્ટ અને પીળી પાઘડી પહેરેલો એક વૃદ્ધ માણસ પણ ટોળામાં ધ્વજ લઈને ફરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પાછળથી એક કાર (Car)આવે છે. લીલા રંગની આ કાર સ્પીડથી ભીડમાં પ્રવેશ કરે છે. આ તમામ બાદ કેટલાક લોકો પર કાર ટક્કર મારી સીધી નિકળી જાય છે.
આ પણ વાંચો: યુપીના લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ નોધાઈ FIR
સ્થળ પર હાજર વ્યક્તિએ શું કહ્યું?
ઘટના સ્થળ પર હાજર વ્યક્તિએ જણાવ્યું કે, તે પોતે તે ભીડમાં હાજર હતો જેના પર ગાડી ચઢાવવામાં આવી હતી. તેના કારણે તેના પગમાં પણ ઈજા પહોંચી હતી. વધુમાં જણાવતા કહ્યું હતુ કે, અહીં હજારો લોકો ઉપસ્થિત હતા. પાછળથી ગાડી સ્પીડમાં આવી અને લોકોને કચડી અને નીકળી ગઈ. સાંસદના પુત્રની ગાડી અમને કચડી અને આગળ નિકળી ગઇ. પાછળથી વાહનો મારી ઉપર આવ્યા હોવાથી, હું જાતે જોઈ શકતો ન હતો કે કારમાં કોણ સવાર હતુ. પરંતુ ભીડમાં હાજર અન્ય લોકોએ કહ્યું કે, માત્ર સાંસદ (MP)નો પુત્ર જ વાહન ચલાવતો હતો.
તો સ્થળ પર હાજર લોકોએ દાવો કર્યો હતો કે, કોઈએ આ વાહનોમાં તોડફોડ કરી નથી. માત્ર કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. પાછળથી ચાર ગાડી આવી અને તેમને કચડી નાખ્યા હતા.
શું થયું લખીમપુર (Lakhimpur)ખીરીમાં?
3 ઓક્ટોબરના રોજ યુપી (UP)ના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં ડેપ્યુટી સીએમ (Deputy CM)કેશવ મૌર્યનો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલા જ હંગામો થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. તેમાંથી ચારનું મોત કથિત રીતે ખેડૂતો પર કાર ફરી વળતા થઇ હતી. ત્યારબાદ થયેલી હિંસામાં અન્ય 4 લોકોના જીવ ગયા હતા. આ વિશે, લખીમપુર ખેરીના સાંસદ (MP)અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ ઉર્ફે મોનૂ મિશ્રા સવાલોના ઘેરામાં છે. ખેડૂતોએ આશિષ મિશ્રા પર કાર ખેડૂતો પર ચઢાવી દીધાનો આરોપ લગાવ્યો છે.
જોકે, અજય મિશ્રાનો દાવો છે કે, ઘટનાસ્થળ પર તે કે તેમનો પુત્ર હાજર ન હતા. આ સાથે જ, આશિષ મિશ્રાએ પણ એવો દાવો કર્યો હતો કે, તે ઘટના સમયે સ્થળ પર હાજર નહોતો અને આ વાત સાબિત કરવા માટે તેમની પાસે વીડિયો પુરાવા છે. જોકે, ખેડૂતોની ફરિયાદના આધારે આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4