લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના લાઇસન્સધારક અને તેમના નજીકના સાથી અંકિત દાસના બેલિસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટિકુનિયામાં હિંસા દરમિયાન લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગ પણ થયું હતું.
ટિકુનિયા હિંસા દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ તપાસ માટે લખીમપુર પોલીસે અંકિત દાસની રીપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર કબજે કરી ચારેય હથિયારોનો એફએસએલ રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે.
FSL રિપોર્ટમાં થઈ સ્પષ્ટતા
FSL રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આશિષ મિશ્રાના લાયસન્સવાળા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફાયરિંગ રાઈફલથી થયું હતું કે રિવોલ્વરથી. હાલમાં ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ હવે આશિષ મિશ્રા અને અંકિત દાસની મુશ્કેલી વધી શકે છે. હાલ બંને આરોપી જેલમાં છે.
આ પણ વાંચો:અફઘાનિસ્તાન પર NSAની મોટી બેઠક, અજિત ડોભાલ કરશે અધ્યક્ષતા, 7 દેશોના NSA રહેશે હાજર
3 ઓક્ટોબરના રોજ, લખીમપુર ખેરીના ટિકુનિયા ખાતે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત સામે ખેડૂતોનું એક જૂથ વિરોધ કરી રહ્યું હતું, ત્યારે ત્રણ વાહનોના કાફલાએ ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર ખેડૂતો અને એક પત્રકારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રોષે ભરાયેલા ટોળાએ ભાજપના ત્રણ કાર્યકરોને માર માર્યો હતો. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની હાજરીમાં વાહનોએ ખેડૂતો અને પત્રકારને કચડી નાખ્યા હતા. આ સાથે આરોપ છે કે ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં લખીમપુર પોલીસે આરોપી આશિષ મિશ્રા અને તેના નજીકના મિત્રોની ધરપકડ કરી હતી. હાલ તમામ જેલમાં છે.
ભાજપના કાર્યકર્તાઓણી પણ કરી ધરકડ
સાથેજ ભાજપના કાર્યકરોને માર મારવા બદલ કેટલાક ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોને કચડી નાખવાના મામલાએ ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું અને તેના પર ભારે રાજકારણ પણ થયું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જ્યાં ગઈકાલે (8 નવેમ્બર) સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને પણ સખત ઠપકો આપવામાં આવ્યો હતો.
કોર્ટને SIT પર નથી વિશ્વાસ
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે તેને કેસની તપાસ કરતી SIT ટીમ પર વિશ્વાસ નથી, તેથી તપાસની દેખરેખ માટે નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક જરૂરી છે. આ સિવાય કોર્ટે એફઆઈઆરમાં ભેળસેળ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તપાસ ટીમ ચોક્કસ આરોપીના બચાવમાં પુરાવા એકત્ર કરી રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4