Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝલખીમપુર કાંડ: ખેડૂતોને કચડનારી કારમાં સવાર નેતા સહીત 4 લોકોની ધરપકડ

લખીમપુર કાંડ: ખેડૂતોને કચડનારી કારમાં સવાર નેતા સહીત 4 લોકોની ધરપકડ

LAKHIMPUR VIOLENCE
Share Now

લખીમપુર હિંસા મામલામાં સોમવારે પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ઉત્તર પ્રદેશમાં થયેલા લખીમપુર કાંડમાં કારથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવાના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે એક ભાજપના નેતા સુમિત જયસ્વાલ સહિત ચાર અન્ય લોકોની ધરપકડ કરી છે. કહેવાય છે કે આ ઘટના સમયે સુમિત જયસ્વાલ તે જ કારમાં સવાર હતો જેનાથી ખેડૂત પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા.

સુમિતનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો

સુમિતનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં તે જીપમાંથી ઉતરીને ભાગતો દેખાયો હતો. તેણે જ ખેડૂતોની વિરુદ્ધ હત્યાની FIR નોંધાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ડ્રાઈવર, દોસ્ત અને બે ભાજપ કાર્યકર્તાઓને ઘટના પછી માર મારીને મારી નાંખવામાં આવ્યા હતા.

અચાનક કારનું સંતુલન બગડી ગયું અને ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ઝપેટમાં આવી ગયા

આરોપી અંકિત દાસ પહેલેથી જ જેલમાં છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાનો મિત્ર અંકિત દાસ હિંસાના 24 કલાક બાદ સ્પષ્ટતા કરતો જોવા મળ્યો હતો. સુમિત જયસ્વાલનું કહેવું હતું કે ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ગાડી પર ખુબ પથ્થરમારો કરી રહ્યા હતા. આ જ કારણે અચાનક કારનું સંતુલન બગડી ગયું અને ખેડૂત પ્રદર્શનકારીઓ તેમની ઝપેટમાં આવી ગયા.

આ પણ વાંચો : રાજકોટના 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા, વીડિયો વાઇરલ કરી આપવીતી જણાવી

આશીષ મિશ્રાને ઘટના સ્થળે પણ લઈ ગઈ હતી

લખીમપુર ખીરી હિંસા મામલે તપાસ ચાલુ છે. એસઆઈટીની ટીમ આરોપી આશીષ મિશ્રાને ઘટના સ્થળે પણ લઈ ગઈ હતી જ્યાં સીન રિક્રિએટ કરવામાં આવ્યો. એસઆઈટી ટીમ આરોપીની વારાફરતી પૂછપરછ કરી રહી છે. આરોપી આશીષ મિશ્રાએ દાવો કર્યો હતો કે ઘટના સમયે તે બનવીરપુર ગામમાં હતો. ત્યાં આયોજિત દંગલ જોવા તે ગયો હતો.

હિંસા બાદ લખીમપુર રાજકારણનો અખાડો બની ગયું હતું. પ્રિયંકા ગાંધીથી લઈને રાહુલ ગાંધી લખીમપુર પહોંચ્યા હતા. આ બધા વચ્ચે યુપીના સીતાપુરમાં કલમ 144ના ભંગ બદલ પ્રિયંકા ગાંધીની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ લખીમપુર પહોંચ્યા હતા. આ નેતાઓએ કેસની તપાસમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનું રાજીનામું માંગ્યું હતું. જો કે ભાજપ લખીમપુર કેસની નિષ્પક્ષ તપાસનો દાવો કરી રહ્યો છે.

આ પહેલા પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અખિલેશ દાસના ભત્રીજા અંકિત દાસ તેમના ગનર લતીફ ઉર્ફે કાલે, શેખર અને આશીષ પાંડેયની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. લખીમપુર કેસમાં અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment