Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeભક્તિઆ વર્ષના Lalbaugcha Raja ના વિષ્ણુઅવતારના દર્શનથી ભક્તો નારાજ

આ વર્ષના Lalbaugcha Raja ના વિષ્ણુઅવતારના દર્શનથી ભક્તો નારાજ

Lalbaugcha Raja
Share Now

ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા મંદિર (Lalbaugcha Raja)માં સવારે થોડા વાદ-વિવાદ થઈ ગયા હતા. લાલબાગ ચા રાજા મંડળના લોકો અને પોલીસ વચ્ચે વિવાદ થઈ ગયો હતો, ત્યારબાદ મંદિર પ્રશાસને આરતી અને ઓનલાઈન દર્શનને શરૂ કરવાની ના પાડી દીધી. જોકે, વિવાદ શાંત કરાવવામાં આવ્યો, ત્યારબાદ આરતી થઈ. લાલબાગ ચા રાજા મંદિરમાં ઘણા વર્ષોથી શ્રદ્ઘાળુઓ દર્શન કરવા આવે છે.

આ વખતે કોરોનાના લીધે તમામને દર્શનની મનાઈ છે. એવામાં ફક્ત ઓનલાઈન દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં ANI દ્વારા લાલબાગ ચા રાજાનું આ વર્ષનુ અવતાર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિષ્ણુ અવતારમાં લાલબાગ ચા રાજા જોવા મળ્યા છે.

આ વખતે ગણપતિને વાજતે ગાજતે નહીં લાવી શકાય

સરકારની ગાઈડલાઈન અનુસાર, આ વખતે ગણપતિની 4 ફૂટની મૂર્તિ જ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ 144 પણ લાગૂ કરવામાં આવી છે. જેના કારણે ગણપતિ દાદાનું સ્વાગત કરવા ભક્તોની ભીડ પણ જામી નહીં શકે. જ્યાં ઘૂમધામથી લોકો ડિજે વગાડીને બાપ્પાનું સ્વાગત કરતા હતા. ત્યાં હવે બાપ્પાના સ્વાગતમાં તેમના ભક્તો પણ જોવા નહીં મળે.

Lalbaugcha raja

IMAGE CREDIT: WIKIPEDIA

આ વર્ષે દરેક પ્રખ્યાત પંડાલ તથા મંદિરોમાં ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં  આવ્યું છે. મુંબઈનું પ્રખ્યાત મંડળ લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશ મંડળની સ્થાપના 1934માં થઈ હતી. આ મંડળના ગણપતિ તેમની બેઠી ઘાટ અને રાજા જેવા સ્વરૂપના લીધે જગવિખ્યાત થયેલા છે.

સરકારની ગાઈડલાઈન પાલન કરવા હેતું, 87 વર્ષમાં પહેલીવાર લાલબાગ ચા રાજાનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. જે જોઈને શ્રીજી ભક્તો ઘણા નારાજ થયા છે. આજે અન્ય વિવાદોના લીધે 2 કલાક મોડી આરતી શરૂ કરવામાં આવી હતી. જે મૂર્તિના સ્વરૂપથી આ જગ્યા અને પંડાલ વખણાય છે તેના જ સ્વરૂપમાં આટલું મોટુ પરિવર્તન કેમ? તેવું તમામ શ્રીજી ભક્તોનું કહેવું છે. 

આટલા વર્ષોથી 18, 19, 20, 22, 25 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી અને  આ વખતે સરકારની ગાઈડલાઈને અનુસરતા લાલબાગ ચા રાજાનું વિષ્ણું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે. તે જોઈને ગણેશ ચતુર્થીના પ્રથમ જ દિવસે ભક્તો નારાજ થયા છે. 

 

 

નોંધનિય છે કે, કોરોના સંકટના લીધે મંદિરમાં જઈને દર્શન કરવાની મનાઈ છે. વિવાદ ત્યારે થયો જ્યારે પોલિસે દુકાનદારોને પણ અંદર જવાની ના પાડી. જેમની મંદિર પરિસરમાં દુકાનો છે. જોકે, લાલબાગ-ચા રાજા મંદિરમાં જૈન ગણપતિને લાવામાં આવે છે, તેમને માર્કેટવાળા લોકો જ લાવે છે. જ્યારે તેમને અંદર જવાની ના પાડવામાં આવી ત્યારે વિવાદ થયો.

 

Lalbaugcha Raja

IMAGE CREDIT: ANI

Lalbaugcha Raja માં સેલિબ્રિટી, રાજનેતાને પણ એન્ટ્રી નથી

ઉલ્લેખનિય છે કે, મુંબઈ પોલિસે એ દુકાનદારોને લાલબાગ માર્કેટમાં દુકાન ખોલાવાની પરવાનગી આપી છે પણ તે દુકાનો પર કોઈ ગ્રાહકો આવશે નહીં. ફક્ત માલિક અને એક સહાયક જ દુકાન પર રહી શકે છે. જોઈન્ટ સીપી વિશ્વાસ પાટિલે કહ્યું છે કે, લાલબાગ ચા રાજા મંદિરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન સૌથી વધારે લોકો આવે છે. કોરોના સંક્ટના લીધે મંદિરમાં જવાની પરવાનગી કોઈને પણ નથી. કોઈ સેલિબ્રિટી કે રાજનેતા પણ મંદિરના દર્શન કરી શકશે નહીં. ફક્ત મંડળના 10 લોકો સવારે અને સાંજે આરતી કરશે. આ ઓનલાઈન આરતી મંદિરના યૂટ્યૂબ ચેનલ Lalbaugcha Raja પર લાઈવ જોઈ શકે છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની આરતી-પૂજા પણ લાઈવ દર્શન જ થઈ શકશે. ત્યાં પણ વધારે ભીડ કરવાની મનાઈ છે.

આ પણ વાંચોઃ- ગણેશ ચતુર્થી નિમિતે 11 મંત્રોનો જાપ કરો, તમારુ નસીબ ચમકી જશે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment