Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝલાલુ યાદવની પાર્ટીને 25 વર્ષ થતા જાણો તેમની પાર્ટી વિશે

લાલુ યાદવની પાર્ટીને 25 વર્ષ થતા જાણો તેમની પાર્ટી વિશે

LALU YADAV, RJD, RJD HISTORY, LALU YADAV HISTORY
Share Now

લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીને 25 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે પટના સ્થિત પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આરજેડીનો રજત જયંતી સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદગાટન લાલુ યાદવે(Lalu Yadav) દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. તેમજ લાલુ પ્રસાદ યાદવે કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તમામ કાર્યકર્તાઓને પાર્ટીના 25 વર્ષ પૂરા થયા તે બદલ શુભકામનાઓ આપી હતી. અને કહ્યું હતું કે ખુબજ વિષમ પરિસ્થિતિઓમાં આ પાર્ટીના સ્થાપન દિવસનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.  તેમજ લાલુ પ્રસાદ યાદવે રામવિલાસ પાસવાનને પણ યાદ કર્યા હતા. અને તેમણે રામ વિલાસ પાસવાનને નમન કર્યા હતા. આ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ટ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

આરજેડી નું ગઠન કઈ રીતે થયું?

આરજેડીનું ગઠન 5 જુલાઇ 1997 ના રોજ દિલ્હીમાં થયું હતું. પાર્ટીની સ્થાપન સમયે લાલુ પ્રસાદ યાદવ, રઘુવંશ પ્રસાદ સિંહ, કાંતિસિંહ સહિત 17 લોકસભા સાંસદ અને 8 રાજ્ય સભા સાંસદોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પાર્ટીની સ્થપના સમયે ખુબજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સમર્થકો ભેગા થયા હતા. પાર્ટીની સ્થાપના સમયેજ લાલુ પ્રસાદ યાદવને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરી ચૂંટવામાં આવ્યા હતા. અને આજે પણ તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે છે. આમ દિલ્હીનીમાં લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીનું ગઠન થયું હતું. 

LALU YADAV, RJD, RJD HISTORY, LALU YADAV HISTORY

PC- NEWSCLICK

કેમ બની આરજેડી?

લાલુ યાદવે(Lalu Yadav) આરજેડીનું ગઠન કર્યું તે પહેલા તેઓ જનતા દળ સાથે જોડાયેલા હતા. અને જનતા દળમાં રહીનેજ તેઓ 1990 માં પ્રથમ વખત  બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. બિહારના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ 23 સપ્ટેમ્બર 1990 ના રોજ લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર માટે કાઢેલી યાત્રાને બિહારમાં રોકી દીધી હતી. જેનો બદલો લેવા ભાજપે કેન્દ્ર અને રાજ્યમાંથી જનતા દળને આપેલ ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના કારણે કેંદ્રમાંથી વી. પી. સિંહની સરકાર પડી ગઈ હતી. પરંતુ બિહારમાં લાલુ પ્રસાદ યાદવે પોતાની તાકાતથી સરકાર બચાવી લીધી હતી. આ ઘટનાક્રમ દરમ્યાન ચાર ઘોંટલની તપાસ ચાલી રહી હતી.  જે લાલુ પ્રસાદને આગળ જતાં ખુબજ ભારે પડી હતી. 1995માં લાલુ પ્રસાદ યાદવ બિહારના ફરીથી મુખ્યમંત્રી બન્યા. પરંતુ 1997 માં ચારા ઘોંટળામાં લાલુ યાદવનું નામ  આવતા જનતા દળ પાર્ટીના નેતાઓજ તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. ત્યારે 4 જુલાઇના રોજ એ વખતના પ્રધાનમંત્રી ગુજ્રરાલે તેમ નિવાસસ્થાને જન્નત દળના નેતાઓની બેઠક બોલાવી. અને ત્યાં લાલુ પ્રસાદ યાદવને મુખ્યમંત્રી પદ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. ત્યારે લાલુ યાદવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાતને સ્વીકારી લીધી પરંતુ તેઓ પાર્ટીના અધ્યક્ષ બની રહેવા માંગતા હતા. જોકે પાર્ટીના નેતાઓએ તેમની એક ન સાંભળી. જેને કારણે લાલુ યાદવે મિટિંગના બીજા જ દિવસે 5 જુલાઇ 1997ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળનું ગઠન કર્યું. અને થોડા જ સમયમાં લાલુ યાદવે વધુ એક દાવ રમતા તેમની ઓટની રાબડી દેવીને 25 જુલાઇ 1997 ના રોજ મુખ્યમંત્રી બનાવી દીધા હતા. આમ લાલુ યાદવ ચાર કૌભાંડમાં ફસાતા તેમણે આરજેડી પાર્ટીનું ગઠન કર્યું હતું.  

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ થયું સક્રિય

LALU YADAV, RJD, RJD HISTORY, LALU YADAV HISTORY

PC- TOI

આરજેડીની રાજકીય સફર 

5 જુલાઇ 1997 ના રોજ આરજેડી બન્યા બાદ 25 જૂઈલાઇન રોજ લાલુ યાદવે(Lalu Yadav) તેમની પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ 2000 ની સાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડીએ 324 સીટો માંથી 124 સીટો પર જીત મેળવી હતી. જોકે બહુમત થી દૂર રાતેય ગઠબંધન વાળી સરકાર બનાવી પડી હતી. અને ફરીથી બિહારમાં આરજેડીની સરકાર બનતા રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવાય હતા. અને 5 વર્ષ પૂર્ણ કર્યા હતા. જોકે 2005 ની વિધાનસભ્યની ચૂંટણીમાં આરજેડીને માત્ર 54 બેઠકો જ મળી હતી. જ્યારે જેડીયુને 88 સીટો મળી હતી. ત્યારે જેડીયુએ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા.  ત્યારથી લઈને આજ સુધી બિહારના મુખ્યમંત્રી પદે નિટીશકુમાર બીરાજમાન છે.2013માં ચાર કૌભાંડમાં કોર્ટે લાલુ યાદવને 5 વર્ષની જેલ અને 25 લાખ રૂપિયાના દંડનીસજા ફટકારી હતી. અને 2 મહિના જેલમાં રહ્યા બાદ લાલુ યાદવ જામીન પર બહાર આવ્યા હતા. આ દરમ્યાન 2015માં નીતિશ કુમાર અને લાલુ યાદવે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડીને સરકાર બનાવી હતી. જોકે નીતિશ કુમારે થોડા સમયમાં આ ગઠબંધન તોડીને ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર રચી દીધી હતી.  અને ત્યારબાદ લાલુ યાદવ જેલમાં ગયા હતા. લાલુ યાદવના જેલ ગયા બાદ આરજેડીની કમાન તેમના પુત્ર તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવે સાંભળી હતી. અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને નીતિશકુમારની સામે પડ્યા હતા. 

LALU YADAV, RJD, RJD HISTORY, LALU YADAV HISTORY

PC- INDIATV

શું છે આરજેડી હાલની સ્થિતિ?    

નીતિશ કુમારે ગઠબંધન તોડયા બાદ લકાળું યાદવને જેલમાં જવું પડ્યું હતું. અને ત્યારબાદ પાર્ટીની કમાન લાલુ યાદવના(Lalu Yadav) બંને પુત્રો તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવે સંભાળી હતી. લાલુ યાદવની ગેર હાજરીમાં 2019 ની લોકસભા ચૂંટણીમાં આરજેડી એક પણ બેઠક પર જીત મેળવી શકી નહોતી. પરંતુ 2020માં બિહારવિધાન સભ્યની ચૂંટણીમાં આરજેડી,ડાબેરીઓ, કોંગ્રેસએ ભેગા થઈને મહાગઠબંધન બનાવ્યું હતું. અને આ ગઠબંધન દ્વારા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે મહાગઠબંધનને 110 સીટો મળી હતી. અને થોડી સીટોથી સત્તા પર આવતા આવતા રહી ગયું હતું. અને નીતિશ કુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. પરંતુ આરજેડી બિહારમાં હાલ મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. જોકે હાલ આરજેડી તેજસ્વી યાદવના  નેતૃત્વમાં આગળ વધી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના 5 જુલાઇના રોહ 25વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે  પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આરજેડીનો રજત જયંતી સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદગાટન લાલુપ્રસાદ યાદવે વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. લાલુ પ્રસાદ યાદવે કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તમામ કાર્યકર્તાઓને પાર્ટીના 25 વર્ષ પૂરા થયા તે બદલ શુભકામનાઓ આપી હતી. તેમજ તેમણે પોતાના સંબોધનમાં રામવિલાસ પાસવાનને પણ યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ટ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

No comments

leave a comment