Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 29.
Homeન્યૂઝદેશમાં કોરોનાના કેસ થયા લાખને પાર, 24 કલાંકમાં 285 લોકોના મોત અને નોંધાયા 1.41 લાખ નવા કેસ

દેશમાં કોરોનાના કેસ થયા લાખને પાર, 24 કલાંકમાં 285 લોકોના મોત અને નોંધાયા 1.41 લાખ નવા કેસ

corona-cases-in-india
Share Now

કોરોનાના કેસ દીવસેને દીવસે બધી રહ્યા છે, લગભગ 7 મહિના પછી, ભારતમાં લગાતાર બીજા દિવસે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 41 હજાર 986 નવા કેસ નોંધાયા છે, જ્યારે 285 લોકોના મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 41 હજાર દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં (Corona case in Maharashtra), છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 20 હજાર કેસ મુંબઈમાં જ નોંધાયા છે. માહિતી મુજબ એવું બની શકે છે કે મુંબઈમાં લોકડાઉન ગમે ત્યારે આવી શકે છે. 

 

covid case increases in India

મુંબઈના મેયર આવું નિવેદન આપી ચૂક્યા છે કે, 20 હજાર કેસ નોંધાયા બાદ લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે. તમ જ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. રાજધાનીમાં આગામી 55 કલાક સુધી વીકએન્ડ કર્ફ્યુ રહેશે.

આ પણ વાંચો: કોરોનાના વધતા કેસ વચ્ચે ઉકાળો કેટલો અસરકારક, જાણો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની શું છે સલાહ?

બીજી તરફ, જો ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ 3 હજારને પાર છે. અત્યાર સુધીમાં દેશભરમાં ઓમિક્રોનના 3 હજાર 71 કેસ નોંધાયા છે. 7મી જાન્યુઆરીએ પણ કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં 24 કલાકમાં કોરોનાના 1 લાખ 17 હજાર કેસ નોંધાયા, જ્યારે 302 લોકોના મોત થયા.

જુઓ આ વિડીયો: શું કોરોનાનું સંક્રમણ હવાથી વધે છે? 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment