દુનિયાભરમાં પોતાના અવાજનો જાદૂ ફેલાવનારા સ્વરકોકિલા લતા મંગેશકર(Lata Mangeshkar)નો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 92 વર્ષના થઈ ગયા છે. આજનો દિવસ લતા દીદીની સાથે સાથે તેમના ફેન્સ અને બોલિવૂડ માટે પણ ઘણો ખાસ છે.
તમામ ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદી એ તેમના માટે ખાસ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
પીએમ મોદીની ખાસ ટ્વિટ Lata Mangeshkar માટે
વડાપ્રધાન નરેન્દ્રમ મોદીએ લતા મંગેશકર માટે ટ્વિટ કરતા લખ્યું, ‘આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભેચ્છા. આપનો મધૂર અવાજ આખા વિશ્વમાં ગૂંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિનમ્રતા અને જનૂન માટે સમ્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે તેમના આશિર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ.’
Birthday greetings to respected Lata Didi. Her melodious voice reverberates across the world. She is respected for her humility & passion towards Indian culture. Personally, her blessings are a source of great strength. I pray for Lata Didi’s long & healthy life. @mangeshkarlata
— Narendra Modi (@narendramodi) September 28, 2021
સોશિયલ મીડિયા પર આ ટ્વિટ ખૂબ વાઈરલ થઈ રહી છે. લતા મંગેશકર(Lata Mangeshkar)નો જન્મ 28 સપ્ટેમ્બરે 1929 એ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાજીએ તેમના જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. સંગીતના ક્ષેત્રમાં તેમને ઘણાં સમ્માન મળી ચૂક્યાં છે. સંગીતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપવા માટે ભારત રત્ન, પહ્મ વિભૂષણ, પહ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.
આ પણ વાંચોઃ- Boycott_Manyavar: માન્યવરની જાહેરાત પર થયો વિવાદ, ઉઠ્યા આલિયા ભટ્ટ પર સવાલો
Lata Mangeshkar ના સુપરહીટ એવરગ્રીન ગીતો
લતા મંગેશકરજીના સુપરહિટ ગીતો જે દરેક જનરેશનના લોકોના મુખે સાંભળ્યા જ હશે. લતા મંગેશકરજીએ 50 હજારથી વધારે ગીતો ગાઈ ચૂક્યા છે. એવામાં તેમના ટોપ 10 ગીતોની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે. કેટલાક એવરગ્રીન ગીતો અહીં રજૂ કરવામાં આવ્યા છે.
1. ફિલ્મ ‘વો કૌન થી’ લગ જા ગલે…
2. ફિલ્મ ‘પ્રેમ પુજારી’ ગીત રંગીલા રે…
3. ફિલ્મ ‘આંધી’, ગીત ‘તેરે બીના જિંદગી સે કોઈ શિકવા’
4. ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ગીત ‘અજીબ દાસ્તાં હે યે’..
5. ફિલ્મ ‘દો બદન’, ગીત ‘લો આ ગઈ ઉનકી યાદ’…
6. ફિલ્મ ‘મેરા સાયા’, ગીત ‘તૂ જહાં જહાં ચલેગા મેરા સાયા’…
7. ફિલ્મ ‘મહબૂબ કી મહેન્દી’, ગીત ‘જાને ક્યોં લોગ મોહબ્બત કિયા કરતે હે’…
8. ફિલ્મ ‘આશા’, ગીત ‘શીશા હો યા દિલ હો’…
9. ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’, ગીત ‘સત્યમ શિવમ સુંદરમ’
ફિલ્મ વો કૌન થી નું ગીત લગ જા ગલે… એક એવું ગીત છે જેની ધૂનમાં બધા જ ખોવાઈ જાય છે. મનની ઈચ્છાઓને જાહેર કરતુ આ ગીત બધાને ખૂબ પસંદ પડે છે. રંગીલા રે ગીતમાં લતા મંગેશકરના અવાજના જાદૂથી શણગારેલા આ ગીતમાં દેવાનંદ અને વહીદા રહેમાન જોવા મળે છે.
તેરે બીના જિંદગી સે કોઈ શિકવા ગીતમાં જિંદગીની અધૂરી વાર્તાને સંભળાવતા લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજથી ખૂબ જ સુંદર ગીત રજૂ કર્યું હતુ. અજીબ દાસ્તાં ગીતમાં આ ગીતમાં પોતાના અધૂરા પ્રેમને ગુમાવી દેવાના દુઃખનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ટ્રેજડી ક્વિન મીના કુમારી જોવા મળે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4