Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝરાજકોટમાં મેયર ડેશબોર્ડનો પ્રારંભ

રાજકોટમાં મેયર ડેશબોર્ડનો પ્રારંભ

mayor dashboard
Share Now

રાજકોટ મેયર દ્વારા જોવામાં આવેલું સપનું આજ રોજ પૂરું કરવામાં આવ્યું. રાજકોટ મેયર દ્વારા સીએમ જેવું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના અનુસંધાને આજથી ડેશબોર્ડનું શુભારંભ કરવામાં આવ્યું છે.રાજકોટમાં આજે મેયર ઓફિસ ખાતે મેયર દ્વારા ડેશબોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આ ડેશબોર્ડમાં 8 વોર્ડની તમામ કામગીરી, પાણી, સફાઈ સહિતની જાણકારી એક ક્લિકથી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, મનપાના અધિકારીઓએ મેયર ડેશબોર્ડને ગાંધીનગર CM ડેશબોર્ડ સાથે સરખાવ્યું હતું. મેયર ડેશબોર્ડમાં મહાનગરપાલિકાનો રોજ બરોજની તમામ વિગતો મેયરને ઓનલાઈન મળી શકે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટેક્સ કલેક્શન, જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી, કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદ તેમજ મહાનગરપાલિકાના બજેટ જેવી ચાર વિગતો ડેશબોર્ડમાં દર્શાવવામાં આવશે. 

mayor dashboard

આ પણ જુઓ : ॐના ઉચ્ચારથી યોગ નહીં બની જાય શક્તિશાળી : કોંગ્રેસ પ્રવક્તાનો આસ્થામાં અવસર શોધી યોગા પર બફાટ

ફરિયાદનું સ્ટેટ્સ એક ક્લિક ઉપર જાણી શકશે

આ અંગે વધુમાં મેયરે જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોકોની રોજબરોજની પ્રાથમિક સુવિધાને લગતી ફરીયાદોની નોંધણી અને ઉકેલ માટે ડેશબોર્ડની સુવિધા આપવામાં આવી છે. જેમાં હવે ડિજીટલ યુગની સુવિધાઓનો ઉમેરો કરીને ફરીયાદનું પ્લેટફોર્મ આધુનિક બનાવવામાં આવ્યું છે. આ ડેશબોર્ડ પર શહેરીજનો ઓનલાઈન ફરિયાદ કરી શકશે. જેમાં ફરિયાદનું સ્ટેટસ, તમામ યોજનાઓની સ્થિતિ, મનપાની ટેક્સની આવકની સ્થિતિ, 18 વોર્ડની તમામ કામગીરી, પાણી, સફાઈ, જન્મ મરણ અને લગ્ન નોંધણી સહિત ભૂતકાળ અને વર્તમાનની સ્થિતિ એક ક્લિક ઉપર જાણી શકાશે.

rajkot mayorવોટ્સએપ નંબર પર સરકારી યોજનાની માહિતી મળી શકશે

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, આ ડેશબોર્ડ મનપાની ગતિવિધી પણ હું ચેક કરી શકીશ. આ ઉપરાંત અરજદાર દ્વારા જે ફરિયાદ કરવામાં આવશે તે હું જોઈ શકીશ એટલે જલ્દીથી જલદી તેનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો અમે કરીશું. અમે એક વોટ્સએપ નંબર 90330 1111 પણ જાહેર કર્યા છે. જેમાં Hiનો મેસેજ કરવાથી દરેક સરકારી યોજનાની માહિતી મળી શકશે.

અધિકારીઓ ફરિયાદનો બારોબાર નિકાલ કરી શકે નહીં

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, ડિજીટલ યુગમાં લોકો વધુને વધુ ઓનલાઇન સુવિધા અને સેવા માંગે છે. ફરિયાદ નિકાલ સાથે નાગરિકનો ફિડબેક ખૂબ મહત્વનો હોય છે. આ વ્યવસ્થામાં નાગરિકે નોંધાવેલી ફરિયાદનો નિકાલ થાય અને જે તે કર્મચારી કે અધિકારી કોલ સેન્ટરની સિસ્ટમમાં પોતાનો રિપોર્ટ રજુ કરવામાં આવશે. અને કોઇ વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ ફરીયાદના બારોબાર નિકાલ કરી શકે નહીં.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment