Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeઑટો & ગેજેટ્સજાણો ભારતના પહેલા હાઇબ્રિડ સ્કૂટર વિષે

જાણો ભારતના પહેલા હાઇબ્રિડ સ્કૂટર વિષે

Fascino 125 Fi photo
Share Now

દેશનું પ્રથમ હાઇબ્રીડ સ્કુટર

દેશનું પહેલું હાઇબ્રિડ સ્કૂટર ફાસિનો 125 Fi (Fascino 125 Fi) યામાહા મોટરે લોન્ચ કર્યું છે. જેની કિમત 70,000 છે. આ સ્કૂટરના બે વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ડિસ્ક બ્રેક વેરિઅન્ટની શો રૂમ કિંમત 76,530 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ડ્રમ બ્રેક વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 70,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો આ નવા લોન્ચ થયેલા સ્કુટરનો લુક પણ જુના મોડેલની તુલનામાં જરા ડિફરન્ટ છે. ફાસિનો 125 Fi માં સ્માર્ટ મોટર જનરેટર SMG સિસ્ટમ આપવામાં આવી છે. આ સ્કુટર ઇલેક્ટ્રિક મોટરની જેમ કાર્ય કરે છે. તો બાકીના સ્કુટરમાં જેમ અચાનક અટકી જવાની અનેક ખામીઓ રહેલી છે તેને પણ દુર કરવામાં આવી છે. સ્કૂટર અચાનક અટકશે તો તે એન્જિનની સ્પીડ વધારવામાં મદદ કરશે.

Fascino 125 Fi

maxabout autos

Fascino 125 Fi

ફાસિનો 125 Fi અંગે યામાહાએ જણાવ્યું છે કે, આ ફંક્શન ટેન્ડેમ રાઇડિંગ અથવા ઊંચાઇમાં પ્રારંભિક એક્સલરેશન દરમિયાન સ્કૂટર બેલેન્સ બગડતા અટકાવે છે. યામાહા મોટર કંપની હાઇબ્રિડ ટેકનોલોજી લાવી છે. નવાં ફસિનો 125ને પાવર આપવા માટે કંપનીએ આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમાં એક રિફ્રેશ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન મેક્સિમમ 8.6bhp પાવર અને 10.3Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જૂનાં મોડેલમાં આ એન્જિન 8.4bhp પાવર અને 9.7Nm ટોર્ક જનરેટ થતું હતું જયારે હવે કંપનીએ વધુ પાવર સાથે મોડેલને અપડેટ કર્યું છે. ટોર્ક વાહનની ગતિ વધારવાની ક્ષમતામાં વધારો કરે છે. તેમાં એક સાઇલન્ટ સ્ટાર્ટર પણ મળે છે. આ સાઇલન્ટ એન્જિન ઇગ્નિશનમાં મદદ કરે છે. તો હવે કોઈ અવાજ કર્યા વગર જ એન્જિન શરૂ થઈ જશે.

Fascino 125 Fi PHOTO

THE Financial Express

સ્કુટર નવા ફ્રેશ કલર્સ સાથે ઉપલબ્ધ

ફાસિનો 125 Fi સ્કૂટરમાં નવા ફ્રેશ કલર્સ પણ ઉપલબ્ધ છે. ફાસિનો 125 સ્કૂટરનું ડિસ્ક બ્રેક વર્ઝન વિવિડ રેડ સ્પેશિયલ, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, યલો કોકટેલ, મેટ બ્લેક સ્પેશિયલ, કૂલ બ્લુ મેટાલિક, સ્યાન બ્લુ, વિવિડ રેડ અને મેટાલિક બ્લેક જેવા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ડ્રમ બ્રેક વેરિઅન્ટમાં વિવિડ રેડ, ડાર્ક મેટ બ્લુ, સુવે કોપર, કૂલ બ્લુ મેટાલિક, યલો કોકટેલ, સ્યાન બ્લુ અને મેટાલિક બ્લેક કલર્સ મળી રેહશે.

Fascino 125 Fi PHOTO

RushLane

જુઓ આ વિડીયો : કારથી સસ્તી ખેતી

શું ફાસીનો એકટીવાને ટક્કર મારશે ?

ફાસિનોનું નવું મોડેલ એકટીવાને ટક્કર મારશે કે કેમ તે તો હવે ગ્રાહકો જ નક્કી કરી શકશે. પરંતુ નવાં ફાસિનો 125 સ્કૂટરમાં પહેલાની જેમ ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ આપવામાં આવ્યું છે, જ્યારે રિઅર સસ્પેન્શન માટે મોનોશોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને બ્રેકિંગ માટે સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક અને રિઅરમાં ડ્રમ બ્રેક્સ સાથે કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે.

Fascino 125 Fi

yamaha motor india

સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સ્વીચ

સ્કૂટરના હાયર સ્પેક ડિસ્ક બ્રેક વર્ઝનમાં બ્લુટૂથ સાથે યામાહા કનેક્ટ એક્સ એપ્લિકેશન Connect X app સાથે કનેક્ટેડ ઘણાં ફીચર્સ ઉપલબ્ધ છે. જેમાં LED હેડલાઇટ્સ, DRL, LED ટેલલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, પાવર આસિસ્ટ સાથે હાઇબ્રિડ ટેકનોલોજી એન્જિન, ડિસ્ક બ્રેક પણ સામેલ છે. સ્કૂટર સેફ્ટી ફીચરમાં રાઇડ આસિસ્ટ ફીચર અને એક સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ સ્વીચ આપવામાં આવી છે. જો સ્ટેન્ડ લાગેલું હશે તો સ્કૂટર સ્ટાર્ટ નહીં થાય. જેને યામાહા ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ પરિમાણ માનવામાં આવે છે. ઇન્ડિયન માર્કેટમાં 125cc સેગમેન્ટમાં યામાહા ફાસિનો 125ની ટક્કર સુઝુકી એક્સેસ 125 TVS NTorq 125 અને હોન્ડા એક્ટિવા 125 સાથે થશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment