Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeલાઇફ સ્ટાઇલરોડ પર અલગ-અલગ રંગના પટ્ટાઓ કેમ હોય છે? ક્લિક કરી જાણો તેના પાછળનું કારણ

રોડ પર અલગ-અલગ રંગના પટ્ટાઓ કેમ હોય છે? ક્લિક કરી જાણો તેના પાછળનું કારણ

road
Share Now

આજના સમયમાં તો છેવાડાના ગામ સુધી પણ સવલતો મળી રહે છે. જેમાં રોડ (road)રસ્તા તો આજના જમાનામાં જાણે જરૂરીયાતનું પહેલુ બની ગયા હોય તેમ તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે તમારા મનમાં એ સવાલ ઉદ્ભવતો હશે કે, રસ્તાઓ પર જોવા મળતા અલગ-અલગ કલર (colour)ના પટ્ટાઓને કેમ દોરવામાં આવ્યા હોય છે. જેમાં ખાસ પ્રકારની ડીઝાઇન કરવામાં આવતી હોય છે. તો તેનો જવાબ જાણવા માટે આગળ વાંચો આ અહેવાલ.

road માં સફેદ પટ્ટા

તમે જ્યારે વાહન હંકારો છો ત્યારે રોડ પર સફેદ રંગની સીધી લાઇન જોવા મળે છે. આ લાઇન વાહન (Vehicle)ને સાવધાન રહેવાનો સંકેત આપે છે. જેનો મતલબ થાય છે કે, રોડ પર ઓવરટેક કે, યુ ટર્ન તમે નથી લઇ શકતા.

 

પીળા રંગની તુટક લાઇન

હાઇવે પર પસાર થવા સમયે તમને રોડ પર એક સિધી અને બીજી તુટક પીળા રંગની લાઇન જોવા મળે છે. જેનો મતલબ છે કે, જો તમે પીળી તુટક રંગની લાઇન તરફ ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમે ઓવરટેક કરી શકો છો અને જો તમે સિધી પીળા રંગની લાઇન તરફ ડ્રાઇવિંગ (Driving)કરી રહ્યા છો તો ઓવરટેક કરવાની ભૂલ ના કરવી.

આ પણ વાંચો: લગ્ન પહેલા તમારા પાર્ટનર વિશે આ વાત ખાસ જાણવી, જીવન જીવવુ બનશે વધુ સરળ

જે રસ્તા પર તમને બે પીળા રંગના પટ્ટા જોવા મળે ત્યાં તમારે વધુ સાવચેતી રાખવી પડશે તેવો સંકેત છે. આ લાઇનનો મતલબ થાય છે કે, તમે લાઇનને ક્રોસ નથી કરી શકતા. આવી લાઇનો મોટા ભાગે ટુ લેન રોડ પર જોવા મળે છે. સામેથી આવી રહેલા વાહનો સાથે અકસ્માત (Accident)ન થાય તે માટે આવા પીળા રંગના પટ્ટાને કંડારવામાં આવે છે.

road પર તુટક સફેદ પટ્ટા

વાહનને ચલાવતા સમયે તમે રોડની વચ્ચે સફેદ કલરની લાઇન જોઇ હશે. જેમાં સફેદ લાઇનની વચ્ચે અંતર રાખવામાં આવ્યું હોય છે. જેનો અર્થ થાય છે કે, તમે લેનને બદલાવી શકો છો અને જો જોખમ જેવુ ન લાગે તો ઓવરટેક કે યુ ટર્ન પણ લઇ શકો છો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment