Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeનેચર & વાઈલ્ડ લાઈફજાણો કેવી રીતે બને છે મિયાવાકી વન

જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન

Miyawaki Forest
Share Now

વલસાડ જિલ્લાના નારગોલ ગામમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ( Miyawaki Forest ) બનાવ્યું. વન નિર્માણ પ્રોજેકટ પૂર્ણ થતાની સાથે જ નારગોલના માલવણ બીચની કાયા પલટ થઈ. વિશ્વના સૌથી મોટા મિયાવાકી વનને (Miyawaki Forest) લઈને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. વલસાડ રેંજ ઉમરગામ, ફોરેસ્ટ ક્રિએટર,અને ગ્રામ પંચાયતની સંયુક્ત ભાગીદારીથી ગોદરેજ પ્રોપર્ટી દ્વારા CSR અંતર્ગત મળેલા ફંડના સહયોગથી જાપાનની મિયાવાકી પદ્ધતિથી સુંદર વનનું નિર્માણ કર્યું છે.

 

Miyawaki Forest

Miyawaki Forest

આ પદ્ધતિથી 60થી વધુ પ્રજાતિના 1.20 લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. GREEN HERO OF INDIA ના નામે ઓળખાતા ડો. આર.કે.નાયરના નેતૃત્વમાં આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નારગોલ ગામે વન નિર્માણથી દરિયા કિનારા આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબીત થવાનું છે. નારગોલ ગામે આવેલા આ માલવણ બીચ ખાતે વર્ષમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓની હાજરી જોવા મળે છે. નારગોલમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી દુનિયાના સૌથી મોટા અને દરિયાકિનારાને અડીને આવેલા પ્રથમ વન નિર્માણનું થઈ ચૂક્યું છે. અહીં માત્ર 27 દિવસમાં જ 1 લાખ 20 હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યું છે. 

વેરાન જમીનમાં વનનું નિર્માણ કરાયું

આ સ્થળે ખારા પાણીના કારણે બાવળો સિવાય એક તણખલું ઉગતું ન હતું એ સ્થળે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવો સ્થાપિત કરી નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરી સિંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60 થી વધુ પ્રકારના વૃક્ષોનું રોપણ કાર્ય કરવામાં આવ્યું છે.

વધુ વાંચોઃ-27 કરોડ વર્ષ પહેલાં લુપ્ત થયેલા બે સમુદ્રી જીવોને ફરીથી શોધ્યા

મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. વૈૈજ્ઞાનિકની શોધ પરથી જ આ જંગલ ઉગાડવાની આ પદ્ધતિનું નામ મિયાવાકી ફોરેસ્ટ પાડવામાં આવ્યું છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધી 300 વર્ષમાં થાય છે તે આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં થઈ જતી હોય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી મોટા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો મળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે.

કોણ છે ડોકટર રાધાકૃષ્ણ નાયર?

ડૉ. રાધા ક્રુષ્ણ નાયર મૂળ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના છે. મૂળ ખેડૂત પરિવારના ડૉ. આર.કે. નાયરે પોતાની કારર્કીદી રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ સાથે શરૂ કરી ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારી નામના મેળવી છે. પ્રકૃતિ પ્રેમી એવા ડૉ. આર.કે. નાયરને વૃક્ષો પ્રત્યે ખુબજ લગાવ હોવાથી જીવનમાં વૃક્ષો વાવવા માટે ખુબજ રસ ધરાવતા આવ્યા છે. ડોક્ટર નાયર 12 વર્ષ પહેલા એનવાયરો ક્રિએટર્સ ફાઉંડેશન સાથે જોડ્યા હતા ત્યાર બાદ તેમણે આજદિન સુધી 12.5 લાખ વૃક્ષોનું રોપણ કરાવી હરિયાળી ક્રાંતિ કરી છે. વિવિધ સંસ્થા તેમજ ભારત સરકારે અનેક મંચ ઉપર તેમને પુરુસ્કૃત કરી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા સમગ્ર દેશમાં પુલવામાના શહીદોને ખરી શ્રદ્ધાંજલી આપવા માટે 40 શહીદ વન શહીદોના નામે કરવાનો સંકલ્પ કર્યો છે. વનો નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ઝારખંડ, મુંબઈ, ગુજરાતના કચ્છ તેમજ ઉમરગામ તાલુકાનાં કાલય ખાતે મળી અત્યાર સુધી તેમને 58 વન નિર્માણ કર્યા છે.

વધુ વાંચોઃ-શું ઈતિહાસ લખશે પન્નાનો વાઘ?

No comments

leave a comment