મહિન્દ્રા ભારતમાં વધુ એક કાર લોન્ચ કરવા જઇ રહી છે. મહિન્દ્રા સ્કોર્પિયો 2022 (Mahindra Scorpio 2022)સંપુર્ણ નવા લૂક સાથે લોન્ચ કરવા જઇ રહી છે. કારના શોખીનો આ નવી કારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ તેની સામે હાલમાં રહેલી સ્કોર્પિયો (Scorpio)ની માર્કેટ કેવી હશે તેવા પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. નવી સ્કોર્પિયોના આગમન સાથે પણ કંપનીએ કારનું જૂનું મોડલ પણ શરૂ રાખવાનો નિર્ણય લીધો છે.
Mahindra Scorpio 2022 ની સિટ રહેશે આકર્ષનું કેન્દ્ર
મહિન્દ્રા નવી જનરેશનની સ્કોર્પિયો હાઇટેક ફિચર્સ (Hi-tech features)સાથે લોન્ચ થવા જઇ રહી છે. નવી એક્સયુવી (XUV)ના દમદાર ફિચર્સ એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં બીજી રોમાં કેપ્ટન સીટો (Seat)જોવા મળશે. જે ઘણી આરામદાયક હશે અને આ સીટ તેના ટોપ મોડલમાં રહી શકે છે.
ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
વર્ષ 2022માં લોન્ચ થનાર મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio)માં મહત્વપુર્ણ એડવાન્સ ડ્રાઇવર આસીસ્ટન્ટ સિસ્ટમ રહેશે. આ સિસ્ટમ હાલમાં લોન્ચ કરવામાં આવેલી મહિન્દ્રા એક્સયુવી700માં જોવા મળે છે. કારના ટોપ મોડલમાં પણ આ ફિચર્સ હોય તેવી સંભાવના સેવાઇ રહી છે. અહીં કારમાં સવારને 10-સ્પીકર ઓડિયો સિસ્ટમ, 9- ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એલઇડી લાઇટ ઓલ ઓવર, 6 એરબેગ્સ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી હાઇ-ટેક સુવિધાથી સજ્જ હશે. 360 ડિગ્રી કેમેરો પણ આ કારમાં જોવા મળશે. નવી સ્કોર્પિયો સુરક્ષાની દ્રષ્ટિએ એક શાનદાર એસયુવી હશે.
આ પણ વાંચો: એન્ડ્રોઈડ મોબાઈલમાં આ ખતરનાક વાયરસે કર્યો એટેક, મોબાઈલમાંથી આ એપને તુરંત જ કરો અનઈન્સ્ટોલ
ક્લાઇમેન્ટ કન્ટ્રોલ ઓટોમેટિક
કારના ફિચર્સ (Car features)ની જો વાત કરીએ તો, એક્સયુવીમાં મલ્ટી ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળી શકે છે. આવનારી સ્કોર્પિયો 155 bhp પાવર અને 360 Nm પીક ટોર્ક બનાવતા 2.0- લિટર mHawk ટર્બો પેટ્રોલ સાથે મળી શકે છે અને 2.0-લિટર 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 150 bhp પાવર અને 300 Nm પીક ટોર્કનો વિકલ્પ ધરાવે છે. કંપની બંને એન્જિન વિકલ્પોમાં 6 મેન્યુઅલ ગિઅર અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરી શકે છે.
Mahindra Scorpio 2022 પહેલા આ મોડલ 2014માં લોન્ચ થયુ હતુ
ઉલ્લેખનિય છે કે, મહિન્દ્રાએ વર્ષ 2002માં સ્કોર્પિયોનું પહેલું મોડલ લોન્ચ કર્યું હતું. ત્યારથી જ એક્સયુવી મોડલ ગ્રાહકોની પસંદગી રહી છે. આ એક્સયુવીનું ફેસલિફ્ટ મોડલ વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યુ હતું. કંપની દર મહિને સ્કોર્પિયોના 3000 થી વધુ યૂનિટ્સનું વેચાણ કરે છે. લાંબો સમય થયો હોવા છતાં કાર (Car)ની માગમાં કોઇ ઘટાડો થયો નથી. સ્કોર્પિયો મહિન્દ્રાની સૌથી વધુ વેંચાણ ધરાવતી કારમાંથી એક છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4