કેન્દ્ર સરકારે સરહદને અડીને આવેલા રાજ્યોમાં BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે (BSF) આંતરરાષ્ટ્રીય સરહદની અંદર 15 કિમીને બદલે 50 કિમી સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરી શકવાની સતા આપવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય સરહદની અંદર 50 કિમી સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરી શકે છે. જો કે બંગાળ સરકારે (BSF)ના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના આ નિર્ણય સામે ઠરાવ લાવવાની વિધાનસભામાં જાહેરાત કરી હતી. આ રાજય પછી પંજાબ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરનાર પશ્ચિમ બંગાળ બીજું રાજ્ય છે.
સૌથી પહેલા પંજાબે ઠરાવ પસાર કર્યો હતો
પંજાબે સૌથી પહેલા કેન્દ્રના આ નિર્ણય સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.તો વિધાનસભાએ ગુરુવારે (BSF)ના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. હવે કેન્દ્રના આ નિર્ણય સામે ઠરાવ પસાર કરનારાઓની યાદીમાં પશ્ચિમ બંગાળનું નામ પણ જોડાઈ ગયું છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
Android: http://bit.ly/3ajxBk4