Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમુંજાણીયા ગામમાં કંચનબેન પર દીપડાનો હુમલો 

મુંજાણીયા ગામમાં કંચનબેન પર દીપડાનો હુમલો 

Leopard attack
Share Now

ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જના મુંજાણીયા ગામના ખેતરમાં રહેતી મહિલા પર દીપડાએ કર્યો હતો હુમલો.મહિલાને હાથના ભાગે ઇજા પહોંચી.કંચનબેન સરોલા નામની મહિલાને હાથના ભાગે ઇજા થતાં ધારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી.

Leopard attack

ગુજરાતની સાન ગાણાતા ગીર જંગલ માં અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે ગીર નાં અમુક વિસ્તારોમાં લોકોનો પણ વસવાટ જોવા મળી રહ્યો છે ત્યારે ધારી ગીર નાં પૂર્વની દલખાણીયા રેન્જમાં સિંહો ની સાથે દીપડા પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને આજ વિસ્તારમાં અનેક વખત વન્ય પ્રાણીઓ દ્વારા લોકો પર હુમલા નાં પણ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે દલખાણીયા રેન્જનાં મુંજાણીયા ગામમાં ખેતરમાં કામ કરતી અને ખેતરમાંજ પોતાનો વસવાટ કરી રહેતી મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જોકે સદ નસીબે આ મહિલાએ દીપડા સામે બાથ ભીડી અને દીપડાના હુમલાને નિષ્ફળ કર્યો હતો જોકે આ મહિલાને હાથના ભાગે ઈજા પોહ્ચ્તા તેને પ્રાથમિક સારવાર લેવા ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કંચનબેન નામની આ મહિલા ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી ત્યારે આ મહિલા ની વાત સાંભળીએ તો તે ખેતરમાં કામ કરતા હતા અને અચાનક વાળ માંથી દીપડો ત્રાટકીયો હતો જોકે અચાનક હુમલાથી મહિલા હેબતાઈ ગઈ હતી જોકે દીપડાએ મહિલાનો હાથ પોતાના મોમાં પકડી લીધો હતો પરંતુ આ મહિલાની સુજ બુજ થી દીપડાનાં આ હુમલાને નિષ્ફળ કર્યો હતો

 

यह भी जानें:अमेजन जंगल के राजा यानी जगुआर की कहानी..

મહિલાએ દીપડાના મો માંથી હાથ છોડાવી દીપડા ને ભગાડી દીધો હતો

Leopard attack

 

 

મહિલાએ દીપડાના મો માંથી હાથ છોડાવી દીપડા ને ભગાડી દીધો હતો મહિલાએ બુમા બુમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને આ મહિલાને હાથના ભાગે ઈજા જોતા તુરંત તેને ધારી ની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ને સારવાર આપવામાં આવી હતી જોકે આ સમગ્ર બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દીપડાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે ફોરેસ્ટ વિભાગે આ દીપડા નાં સગળ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે સાથેજ આ દીપડાની ઓળખ પણ મેળવાના પ્રયાસ પણ હાથ ધર્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દીપડા દ્વારા કેટલા માનવ જીવ પર હુમલા કરવામાં આવ્યા છે આ દીપડો કેટલા વર્ષનો છે નર છેકે માદા આ તમામ ડીસા પર તપાસ તેજ તો કરી છે પરંતુ દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવામાં આવી રહ્યા છે 

દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવામાં

Leopard attack

ગુજરાતમાં દીપડાની સંખ્યા ચાર હજાર આસપાસ છે. ગીર, ડાંગ, પંચમહાલ, અરવલ્લીના જંગલોમાં દીપડાનો વસવાટ છે. દીપડા ચતુર, ચપળ અને ચાલાક કહેવાય છે. પણ છેલ્લા પાંચ વર્ષની હિસ્ટ્રી જોઇએ તો ગીર અને ડાંગ આસપાસના વિસ્તારમાં દીપડાઓ દ્વારા માનવ પર હુમલા વધી રહ્યા છે. તેનું કારણ શું હોઇ શકે ? દીપડા સ્વભાવથી જ હિંસક છે. એમને ખોરાક ના મળે, બીજા દીપડા સાથે કે સિંહ સાથે ઇંફાઇટ થઈ હોય તો સતત ત્રણ-ચાર દિવસ સુધી ધૂંધવાટ રહે છે. આ કારણથી તે કોઈ પર પણ ગુસ્સો ઉતારે છે. દીપડા માણસ ઉપર હુમલો કરી ગુસ્સો ઉતારે છે. બીજું કારણ એ છે કે, માણસે દીપડાની પજવણી ખૂબ કરી છે. જંગલમાં પથ્થરમારો કરે, વાડીમાં દીપડો આવી જાય તો અગ્નિ સળગાવીને ભગાવે, દીપડાને ફસાવવા ફાંસલા ગોઠવે, આ બધી હેરાનગતિથી દીપડાની માનવ પ્રત્યેની ઘૃણા વધી છે. તેથી હવે તે માણસ ઉપર પણ હુમલા કરવા લાગ્યો છે.

દીપડા શા માટે કરે છે માણસ ઉપર હુમલા ?

Leopard attack

જ્યાં માણસ જોવે ત્યાં તેને ભય દેખાય છે અને આ ભયના કારણે દીપડા પોતાના બચાવ માટે માણસ ઉપર હુમલા કરી બેસે છે. સૌરાષ્ટ્રમાં રાજુલા, ખાંભા, ઉના સહિતના વિસ્તારોમાં દીપડાએ માણસ ઉપર હુમલા કર્યા હોવાની ઘટના બની ચૂકી છે. ખેત મજૂરોના ઝૂપડાંમાં ઘૂસીને દીપડા બાળકોને ખેંચી ગયાની એક ડઝનથી વધુ ઘટના બની છે. ડાંગ વિસ્તારમાં આદિવાસી ઝૂપડાંમાં ઘૂસીને વૃધ્ધા પર હુમલો કર્યો હોય તેવા બનાવો પણ દર્જ થયા છે. બાળકોને ખેંચી જવામાં સરળ પડે એટ્લે દીપડા બાળકોનો વધારે શિકાર કરે છે. દીપડા અને સિંહ વચ્ચેની દુશ્મનાવટ જૂની છે. ગીરમાં સિંહ અને દીપડા વચ્ચે સરહદ માટે, શિકાર માટે ઝઘડો કરી બેસે છે. ગીર હવે નાનું પડી રહ્યું છે એટ્લે સિંહ અને દીપડા વાડી વિસ્તારમાં નીકળવા લાગ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment