Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeનેચર & વાઈલ્ડ લાઈફતળાવ પાસે આવી સિસોટી કોણ મારે!

તળાવ પાસે આવી સિસોટી કોણ મારે!

Lesser whistling duck
Share Now

ગુજરાતીમાં  (Lesser whistling duck)નાની સિસોટી બતક કહેવામાં આવે છે. પાણીની આસપાસ કે wetland ની આસપાસ જ્યારે તમે હોવ અને સિસોટી મારતા પક્ષીઓ હોય એવું લાગે તો સમજજો નાની સિસોટી બતક (Lesser whistling duck) તમારી આસપાસના તળાવ, નદી કે કેનાલમાં છે. બ્રાઉન અને મરુન છાતીનો રંંગ  હોય છે. ગળાની નીચે ક્રિમ સફેદ કલર હોય છે. માદા અને નર બંને સમાન આકારના દેખાય છે. પાણીમાં રહીને સતત સિસોટી વગાડતી સંભળાય છે. સમગ્ર ભારતમાં  નાની સિસોટી બતક અથવા lesser whistling duck જોવા મળે છે. સાથે જ બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ તરાઈ પ્રદેશમાં અને શ્રીલંકા સહિત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર આ બતક જોવા મળે છે.

Lesser Whistling duck

Image-WIKIPEDIA

આ પણ વાંચો : શું વૃક્ષમાંથી પણ લોહી નીકળે છે?

Lesser Whistling duck

Image-Thibaud Aronson

બતકની આ પ્રજાતિને ટ્રી ડક તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ પક્ષીઓ ઝાડ પર સ્થાયી થાય છે. આ પક્ષીના પીંછા વોટરપ્રૂફ હોય છે. આ જ કારણ છે જ્યારે તેઓ ડર અથવા કોઈ અન્ય કારણોસર સીધા પાણીથી ફ્લાઇટ લે છે. પાણી તરત જ તેમની પાંખોમાંથી છૂટી જાય છે. તે પણ જોઇ શકાય છે કે નર પક્ષીઓ મોટાભાગે શાંત હોય છે અને ખૂબ ઓછો અવાજ કરે છે. પરંતુ માદા પક્ષી ખૂબ અવાજ કરે છે.

આ પણ વાંચો : જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન 

ચોમાસુ આવતા જ નાની સિસોટી બતક માળો બાંધે છે. આ દરમિયાન, નર પક્ષી માદાને આકર્ષવા માટે તેની ચાંચ ઉપર અને નીચે પાણીમાં કરે છે અને માદાની આજુબાજુ તરે છે. આ પક્ષીઓ ઝાડની બે અથવા ત્રણ મોટી ડાળીઓ પર માળા બનાવે છે. માળો સામાન્ય રીતે ઝાડ પર હોય છે જે ડાળ અને ઘાસથી બનેલો હોય છે.  કેટલીક વાર તેઓ ગરુડ જેવા માળા બનાવે છે.  જેનો સમય ગાળો જૂનથી ઓક્ટોબર મહિના વચ્ચે હોય છે.ક્યારેક જમીનમાં પણ માળો બનાવે છે. માદા અને નર બંને ઈંડાનું સેવન કરે છે. અને માદા અને નર બંને બચ્ચા ને મોટા કરે છે. માદા પક્ષી 7 થી 12 ઇંડા આપે છે.જે ivory white રંગના હોય છે. માદા પક્ષી તેના પોતાના નરમ પીંછા ફેલાવે છે, જેથી ઇંડા અને બચ્ચાઓને નરમ સ્થાન મળે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment