મુંબઇમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી જિનલ બેલાની(Jhinal Belani) એક ગુજરાતી અભિનેત્રી છે, જેમનો જન્મ 29 એપ્રિલના રોજ થયો હતો. તેમનો અભ્યાસ મીઠીબાઇમાં થયો. નાનપણથી જ તેમને એક્ટીંગનો શોખ હતો.
OTT india પર વાત કરીશુ એ ગુજરાતી અભિનેત્રી જેમની સ્ટ્રગલ સ્ટોરી છે જરા હટકે…
Image Courtesy: @Jhinal Belani
ફિલ્મો, થિએટર કે ટીવી પોતાને તમામ ક્ષેત્રે અભિનયથી લોકોના દિલ જીતી રહી છે તે અભિનેત્રી એટલે જીનલ બેલાણી… જે પોતાના ગાલમાં પડતાં ખંજન અને સ્માઇલથી પણ ઓળખાય છે
ગાલમાં પડતાં ખંજન અને પોતાની એક મન મોહક સ્માઇલથી દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી જિનલ બેલાનીને નાનપણથી જ એક્ટીંગનો શોખ હતો.
કોલેજના દિવસોમાં અભિનેત્રી થિયેટર સાથે સંકળાઇ હતી.મનમોહક સ્માઇલથી લોકોના દિલ જીતી રહ્યાં છે. તે ગુજરાતી ફિલ્મ સિવાય હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં છે.
લોકડાઉનનો સમય કઇ રીતે પસાર કર્યો?
કોરોના મહામારીના કારણે બધા જ લોકો જ્યારે ઘરમાં હતા, ત્યારે ઢોલીવુડના કલાકારોનું કામ પણ અટકી ગયુ હતુ, તે સમયે જિનલે કવિતાઓ લખી, તેમને કવિતાઓ લખવાનો શોખ છે, અને તે પોતાને ફ્રી નથી રાખવા માંગતા જેથી સતત કામ કર્યા કરે છે.
અભિનેત્રી જિનલ બેલાનીને ફર્સ્ટ બ્રેક ક્યારે મળ્યો?
OTT India સાથે કરવામાં આવેલી આ ખાસવાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યુ કે, તેમને ફર્સ્ટ બ્રેક 2012 માં ડવ ની જાહેરાતમાં કર્યુ કામ તે હતો, પણ તેમની લાઇફમાં ફર્સ્ટ બ્રેક જેવું કાઇ છે જ નહી. કારણ કે વચ્ચે વચ્ચે બ્રેક મળતો રહે છે. જીનલે નાટકો લાવ હથેળી શ્યામ લખી દઉ જેવા નાટકોમાં પણ પોતાના અભિનયની કળા દર્શાવી છે.
- 2016 માં પોલમપોલ સાથે ઓજસ રાવલ હતા
- 2017 માં ધંત્યા ઓપ અને વૌસ્સઅપ ઝીંદગી
- હિન્દી ફિલ્મ પટેલ કી પંજાબી શાદ
- બસ ચા સુધી -2 વેબસિરિઝ
- 2017 માં સિટકોમ શો હર મર્દ કા દર્દ
- ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર
‘લાગા ચુનરી મેં દાગ’એ મારી જિંદગી બનાવી દીધી, Doveએ નવી ઉંચાઈ આપી: જીનલ બેલાણી
Image Courtesy: @Jhinal Belani
આ પણ વાંચો: ‘મહેશ-નરેશ’ લેજેન્ડ્રી કનોડિયા બ્રધર્સના નિધન બાદ પહેલીવાર હિતુ-મોનાએ જણાવી દિલની વાત
બસ ચા સુધી -2 વેબસિરીઝ માં જીનલ બેલાણીના પર્ફોમન્સની ખૂબ જ ચર્ચા થઈ હતી, ગુજરાતી અભિનેત્રી પણ જીનલ બેલાણી ત્રીજી સિઝનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન સાબિત થઈ રહ્યા છે. આ સિવાય અભિનત્રીએ ધનુષ સાથે પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: આ ગુજરાતી ગાયક કલાકારે કરાવી પોતાના ‘નામ’ની પેટન્ટ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4