ICC T20 વર્લ્ડ કપ (World Cup)2021માં ઇંગ્લેન્ડ તેની છેલ્લી સુપર-12 મેચ સાઉથ આફ્રિકા સામે હારી ગયું તેમ છતાં ઇંગ્લેન્ડની ટીમે સેમિફાઇનલ (Semifinals)માં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે ઇંગ્લેન્ડ (England)ના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone) પોતાના શાનદાર શોટથી મેચનો રોમાંચ વધાર્યો હતો.
Longest Six traveled in this #T20WorldCup
Liam Livingstone 112 Meters off Kagiso Rabada#ENGvSA pic.twitter.com/QJs91WQByG
— Sami Jutt🔥👑 (@Itx_Sami19) November 6, 2021
Liam Livingstone ને ફટકારી 112 મીટરની સિક્સ
ઇંગ્લેન્ડના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને (Liam Livingstone)તેની ટીમની ઇનિંગ્સની 15મી ઓવરમાં કાગિસો રબાડાના પ્રથમ 3 બોલ પર સિક્સરની હેટ્રિક ફટકારી હતી. જેમાં પ્રથમ બોલ પર જે સિક્સર ફટકારી હતી તે 112 મીટર દૂર હતી.
આ પણ વાંચો: T20 World Cup: બોલિંગ જોઇને ICC એ પણ કહી દીધુ…, ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી મેચ
રબાડા પણ રહી ગયો દંગ
સિક્સર ફટકારતાની સાથે જ કાગીસો રબાડા પણ દંગ રહી ગયો હતો. જણાવી દઇએ કે, રબાડાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં થાય છે. તે ડેથ ઓવરનો સ્પેશિયાલિસ્ટ બોલર પણ છે. લિયામ લિવિંગસ્ટોનની રબાડાના બોલ પર બેક ટુ બેક સિક્સર ફટકારવી મોટી વાત કહેવાય.
ફોર્મમાં પરત ફર્યો Liam Livingstone
લિયામ લિવિંગસ્ટોને 164.70ના સ્ટ્રાઈક રેટથી 17 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયા ઇંગ્લીશ બેટ્સમેને (Batsmen) 1 ફોર અને 3 સિક્સ (Six)ફટકારી હતી. આ મેચ પહેલા, તે ICC T20 વર્લ્ડ કપ 2021 માં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ હવે તે જબરદસ્ત રીતે ફોર્મમાં પરત ફર્યો છે.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4