Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeસ્ટાર્ટ અપLIC Aadhaar Shila: જાણો દરરોજ 29 રૂપિયા બચાવીને કેવી રીતે કમાશો 4 લાખ

LIC Aadhaar Shila: જાણો દરરોજ 29 રૂપિયા બચાવીને કેવી રીતે કમાશો 4 લાખ

Share Now

મુંબઈ : આજકાલ ભારતમાં રોકાણના સંસાધન વધી ગયા છે પરંતુ, રોકાણનું વળતર દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. સામાન્ય માનવીને આજકાલ મૂડી નુકશાન ભોગવવું પડી રહ્યું છે. એકતરફ દેશમાં મોંઘવારી દર 6%ની ઉપર દોડી રહ્યો છે અને આગામી સમયમાં સ્થિતિ વધુ બેકાબૂ બનવાની આશંકા છે અને બીજી તરફ બાંધી મુદત અને અન્ય થાપણો પર વળતર 6%ની નીચે છે એટલેકે લોકોની મૂડીમાં ઘટાડો થઈ રહ્યો છે. આવક કરતા ઘસારો વધુ લાગી રહ્યો છે.

જોકે આવા સમયમાં પણ અમે તમારા માટે શોધી લાવીએ છીએ રોકાણના ઉત્તમ સંસાધનો કે જ્યાં ઈન્વેસ્ટમેન્ટ કરીને કે પૈસા બનાવીને પાર્ક કરવાથી ભવિષ્યમાં તમને બમ્પર રીટર્ન મળી શકે છે. આ જ પ્રકારની એક સ્કીમ છે એલઆઈસીની આધાર શીલા યોજના(LIC Aadhaar Shila)

ભારતીય જીવન વિમા નિગમ(LIC)એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના રજૂ કરી છે. મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને બનાવવામાં આવેલ આ યોજનાને નામ આપવામાં આવ્યું છે- એલઆઈસી આધાર શીલા (LIC Aadhaar Shila)

આ યોજના હેઠળ 8થી 55 વર્ષની કોઈપણ મહિલા ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે.

તો આવો જાણીએ આ પ્લાન વિશે વિગતવાર માહિતી :

કઈ રીતે મળશે ફાયદો ?

એલઆઈસીની આધાર શીલા યોજનામાં મહિલાઓના સેવિંગ્સ અને સિક્યોરિટી બંન્નેને મહત્વ આપવામાં આવે છે. આધાર કાર્ડ ધરાવતી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. એલઆઈસીની આ સ્કીમમાં પોલિસીધારક અને તેમના મૃત્યુ બાદ તેમના પરિવારને નાણાંકીય સહાય પુરી પાડે છે.

આ પણ વાંંચો : વિરાટ કોહલી કેવી રીતે કમાય છે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના 5 કરોડ? જાણો કોણ છે ટોપ પર

પોલિસીના મેચ્યોરિટી પર પોલિસીધારકને પૈસા મળશે અથવા તો પોલિસીહોલ્ડર્સના મૃત્યુ બાદ તેમના પરિવારને ક્લેયમના પૈસા આપવામાં આવે છે.

કેટલું રોકાણ કરવું પડશે ?

એલઆઈસીની આધાર શીલા યોજનામાં ન્યૂનતમ સમ અશ્યોર્ડ 75,000 રૂપિયા અને મહત્તમ 3 લાખ રૂપિયા છે. પોલિસી માટેનો મિનિમમ સમય(Term) 10 વર્ષ અને મહત્તમ સમય 20 વર્ષનો છે. LICના આ પ્લાનમાં 8 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ કે પછી 55 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ રોકાણ નથી કરી શકતી. જોકે સ્કીમમાં મેક્સિમમ મેચ્યોરિટી 70 વર્ષ છે.

પ્લાન માટે પ્રીમિયમનું પેમેન્ટ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે પછી વાર્ષિક ધોરણે કરી શકાય છે.

કેવી રીતે મળશે ફાયદો ?

એક ઉદાહરણ થકી આપણે આ ગણિતને સમજીએ તો આપની ઉંમર 31 વર્ષ છે અને દરરોજ 20 વર્ષ સુધી 29 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ ગણતરીએ પ્રથમ વર્ષે કુલ 10,959 રૂપિયાનું પ્રીમિયમ તમે ચૂકવશો,જેમાં 4.5% ટેક્સ બાદ થશે. બીજા વર્ષે કુલ 10,723 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

આ તમામ પ્રીમિયમ દર મહિને, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ચૂકવી શકો છો. આમ તમે 20 વર્ષમાં તમે કુલ 2,14,696 રૂપિયાની ચૂકવણી કરી હશે,જેની સામે એલઆઈસીની આધાર શીલા યોજનાની મેચ્યોરિટી પર તમને 3,97,000 રૂપિયા મળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment