Lifestyle: શું બાળકની આંખો નાની છે? આંખોની સુંદરતા માટે લીમડાનું કાજલ ઘરે જ બનાવો
Share Now
ભારતીય પરંપરા મુજબ બાળકને જન્મ્યા પછી આંખમાં કાજલ કરવામાં આવે છે.એવુ મનાય છે કે આમ કરવાથી બાળકને કોઈની ખરાબ નજર લાગતી નથી. પરંતુ શું આમ કરવું સુરક્ષિત છે? અને ધણા બાળકોની આંખો નાની હોય છે.અને જેના કારણે જો કાજલ કરવામાં આવે તો તેની આંખો સુંદર બને છે.દાદી અને નાનીઓ દ્વારા નાના બાળકો માટે કાજલ કરવામાં આવે છે.અને સાથે જ અલગ અલગ રીતે આ કાજલ બનાવવામાં આવે છે. અને સાથે જ તે આંખોને અલગ સુંદરતા આપે છે. તો આજે અમે તમને કંઇક અવી જ કાજલની રીત કેવા જઇ રહ્યા છીએ.જેનાથી બાળકની આંખની સુંદરતા વધી જશે.તો લીમડાનું (neem )કાજલ બાળકની આંખની સુદરતા વધારશે.
લીમડાનું(neem )કાજલ આંખની સમસ્યાઓ દુર કરે છે
કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર લીમડાનું કાજલ આંખની સમસ્યાઓ જેવી કે રાતાંધળાપણું અને નેત્રસ્તર દાહની સારવારમાં અત્યંત અસરકારક છે.અને તેના કારણે તમારા બાળકની આંખના અનેક સમસ્યાઓ દુર થઇ જશે.તો કાજલથી આંખોની રોશની (Sight) પણ તેજ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો બાળકના કાજલમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરવામાં આવે તો તે કાજલના ગુણોને વધારે છે.જેનાથી બાળકને વધુ ફાયદો થાય છે. તમે તમારા બાળક માટે ઘરે એવું કાજલ બનાવી શકો છો, જે બાળકોની આંખોને સુંદર અને તીક્ષ્ણ બનાવી શકે છે.અને તમારા બાળકને લાબાં સમય સુધી તમે આખંના નંબરથી દુર રાખી શકશો.
ઘરે બનાવેલ કાજલ ફાયદાકારક
બને ત્યાં સુધી તમે તમારા બાળક માટે ઘરે જ કાજલ બનાવો.જે બાળકોની આંખોને સુંદર અને તીક્ષ્ણ બનાવી શકે છે. આ લેખમાં અમે તમને લીમડાનું કાજલ બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.આ રીતે જાણો કે કેવી રીતે તમે ધરે જ બનાવી શકો છો આ લીમડાનું કાજલ
કાજલ બનાવવા માટે સૌપ્રથમ કોટન સ્ટીક બનાવો અને તેના પર લીમડાના થોડા પાન નાખીને તેનો ભૂકો કરીને નાખો.તો હેવે તેને સરસવના તેલથી ભરેલો દીવો લો.અને સાથે જ સ્ટીલની પ્લેટ પર દીવો મૂકો અને દીવાની આજૂબાજૂમાં નાના બાઉલ મૂકો.હવે દીવો પ્રગટાવો અને દીવાને થાળીથી ઢાંકી દો.અને થોડા જ સમયમાં તમે જોશો કે પ્લેટમાં કાળી એન્ટિમોની આવી ગઈ છે.તેમાં દેશી ઘીના બે-ત્રણ ટીપાં ઉમેરો.અને હવે તેને સારી રીતે મિક્સ કરો અને જાડી કાજલ તૈયાર કરો. તમે તેને એરટાઈટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો
લીમડાના( neem )કાજલના ફાયદા
કાજલ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેમાં લીમડાનો ઉપયોગ તેના ફાયદાને બમણો કરી દે છે.અને લીમડાનું કાજલ બાળકની આંખોની રોશની તો વધારે છે પણ તેની આંખોને આકર્ષક પણ બનાવે છે.બાળકની આંખોને ઠંડક આપે છે અને બાળકોની આંખોને સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોથી પણ બચાવે છે. લીમડાનું કાજલ બાળકોની આંખોમાં ચેપ પણ અટકાવવાનું પણ કામ કરે છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP