Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝભાજપ સીએમ બદલે તો માસ્ટરસ્ટ્રોક, કોંગ્રેસ હટાવે તો હિટ વિકેટ કેમ?

ભાજપ સીએમ બદલે તો માસ્ટરસ્ટ્રોક, કોંગ્રેસ હટાવે તો હિટ વિકેટ કેમ?

BJP
Share Now

ઘણા સંઘર્ષ બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)નું રાજીનામું મેળવવામાં સફળ રહ્યું, પરંતુ પંજાબ (Punjab)માં પાર્ટી માટે હવે આગળ કપરા ચઢાણ છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ખાસ કરીને જ્યારે પાંચ મહિના બાદ રાજ્યમાં વિધાનસભા (Assembly)ની ચૂંટણી (Election)ઓ યોજાવાની છે અને અમરિંદર સિંહના વલણથી સ્પષ્ટ છે કે તેઓ ચૂપ બેસવાના નથી. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસની સરખામણી થઇ રહી છે કે કેવી રીતે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટીએ છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ રાજ્યોમાં ચાર-ચાર સીએમ બદલ્યા, પરંતુ ભાજપે (BJP)આ તમામમાં કોઇ પડકારનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે પંજાબમાં સત્તામાં ફેરબદલ કોંગ્રેસ માટે પડકાર બની ગયુ છે.

ભાજપ (BJP)માં કોઈ હંગામો થયો નહીં

માર્ચમાં ભાજપે ઉત્તરાખંડના તત્કાલીન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat)ના સ્થાને લોકસભા (Lok Sabha)ના સભ્ય તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat)ને મુખ્યમંત્રી (CM)બનાવ્યા હતા અને ચાર મહિના બાદ તેને હટાવીને પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)ને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ઉત્તરાખંડ (Uttarakhand)બાદ ભાજપે (BJP)કર્ણાટક (Karnatak)માં બીએસ યેદિયુરપ્પાને હટાવીને બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રીની કમાન સોંપી. ગયા અઠવાડિયે ગુજરાતમાં વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા અને રૂપાણીના તમામ મંત્રીઓમાંથી એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નહીં.

આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહે હથિયાર મુક્યા? સોનિયા ગાંધીને ફોન કરીને કહ્યું હું CM પદ છોડી દઈશ

અમરિંદર સિંહ (Amarinder Singh)પહેલા જ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)વિશે સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ તેમને કોઈ પણ સંજોગોમાં આગામી મુખ્યમંત્રી તરીકે સ્વીકારતા નથી. સિદ્ધુની કાર્યક્ષમતા ઉપરાંત તેમણે તેને દેશની સુરક્ષા સાથે પણ જોડી છે. તેમણે ગઈકાલે શનિવારે કહ્યું હતું કે સિદ્ધુ પાકિસ્તાનના મિત્ર છે અને જો તેમને સીએમ બનાવવામાં આવે તો દેશની સુરક્ષા સામે ખતરો ઉભો થશે.

પંજબમાં કોંગ્રેસ પાસે કેપ્ટન જ એક માત્ર ચહેરો?

ભાજપે હસ્તાંતરણ કરેલા ત્રણ રાજ્યો અને પંજાબ (Punjab)ની રાજકીય પરિસ્થિતિમાં તફાવત છે. ત્રણેય રાજ્યોમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી, પરંતુ પંજાબમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. અહીં કોંગ્રેસ એટલે કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)અને રાજ્યમાં 2017 ની ચૂંટણી (Election)માં પાર્ટીની જીત કેપ્ટન અમરિંદરની જીત હતી. ભાજપ દ્વારા હટાવવામાં આવેલા મુખ્યમંત્રીઓમાં યેદિયુરપ્પા સિવાય કોઈ નેતાનો સામૂહિક આધાર નહોતો, પરંતુ પંજાબમાં કોંગ્રેસ પાસે હજુ પણ કેપ્ટન જેવા અન્ય કોઈ નેતા નથી.

યેદિયુરપ્પાનું એટલુ જન સમર્થન છતાં પણ ભાજપે શું કામે દૂર કર્યા?

કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપે લોકપ્રિય ચહેરો એટલે કે બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa)ની જગ્યાએ નવા મુખ્યમંત્રીની નિંમણૂક કરી છે. યેદિયુરપ્પાને લિંગાયત સમુદાયના મજબૂત નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભાજપે તેમના સ્થાને સમાન સમુદાયના અન્ય મજબૂત નેતા બસવરાજ બોમ્મઈને કર્ણાટકની કમાન સોંપી.

એટલું જ નહીં, બસવરાજને બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa)ના વિશ્વાસુ લેફ્ટનન્ટ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યેદિયુરપ્પાએ આગામી મુખ્યમંત્રી તરીકે બસવરાજનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. બીજી બાજુ, પંજાબમાં કેપ્ટનનો ખુલ્લો વિરોધ હોવા છતાં નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તેઓ વિદાય લેતા મુખ્યમંત્રી સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

ભાજપ (BJP)પાસે નેતૃત્વની પકડ મજબૂત

દેશના માત્ર ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ (Congress)સત્તામાં છે અને પાર્ટી આ ત્રણેય સ્થળોએ આંતરિક સંઘર્ષનો સામનો કરી રહી છે. વિવાદ ઉકેલવા માટે એક સમિતિ રચવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. તે જ સમયે ભાજપે આ વર્ષે જ ત્રણ રાજ્યોમાં સીએમ બદલ્યા છે અને પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ (Uttarakhand)માં ત્રીજા સીએમ છે. જો કે, ભાજપમાં હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ નિર્ણય છે અને તેની સામે પક્ષની અંદર વિખવાદ હોઈ શકે છે પરંતુ તે બહાર આવ્યો નથી પરંતુ કોંગ્રેસનો વિખવાદ કોઈથી છુપાવી શકાય તેમ નથી. ભાજપમાં ટોચના નેતૃત્વની પકડનો અંદાજ કર્ણાટકમાંથી જ લગાવી શકાય છે, જ્યાં પાર્ટીએ લિંગાયત સમુદાયના અગ્રણી બી.એસ. યેદિયુરપ્પાને હટાવ્યા અને બસવરાજને સીએમ બનાવ્યા, પરંતુ તેમ છતાં પાર્ટીએ કોઇ પણ પ્રકારનો પડકારનો સામનો કરવો પડ્યો નથી.

બાળપણથી પ્રધાનમંત્રી સુધીની સફર જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment