Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફમોતની માલગાડી, 5 વર્ષના સિંહના કર્યા કટકાં

મોતની માલગાડી, 5 વર્ષના સિંહના કર્યા કટકાં

lion
Share Now

ભૂતકાળ ફરીથી દોહરાવાઈ રહ્યો છે. ફરીથી ગુજરાતમાં એ જ દ્રશ્ય સામે આવી રહ્યા છે. ગુજરાતનું હીર,ગીરનો સિંહ માલગાડી અડફેટે આવીને મોતને ભેટ્યો છે. પીવાવાવ પોર્ટથી ચાલતી માલગાડીઓ અહીં (lion)વનરાજના મોતનું કારણ બની રહી છે. પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર જતી માલગાડીએ સાવરકુંડલાના ખડકાળા ગામ નજીક પાંચ વર્ષીય મુગરાજના ટુકડે-ટુકડા કરી નાખ્યા.

ભૂતકાળમાં અનેક સાવજોને ભરખી ગયેલો પીપાવાવ-સુરેન્દ્રનગર રેલવે ટ્રેકથી વધુ એક (lion)સિંહનું મોત થયું છે. 22 ઓગસ્ટની મોડી રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લાના ખડકાળા ગામ નજીક 52 નંબરના રેલવે ટ્રેક પર એક પાંચ વર્ષનો સાવજ બેઠો હતો.

આ પણ વાંચો : ભારતના પશ્ચિમી ઘાટના ડાંસ કરતાં દેડકાં!

તે સમયે પીપાવાવ પોર્ટ તરફથી ધસમસતી ડબલ ડેકર માલગાડી આવી અને આ સિંહને કચડી નાખ્યો હતો. પુરપાટ ઝડપે આવતી માલગાડીએ સાવજના અનેક ટુકડા કરી નાખ્યા હતા. (lion)સિંહનું મોત થતાં માલગાડીને ત્યાં જ રોકી દેવામાં આવી હતી.  વન વિભાગને જાણ કરાતા સ્થાનિક RFO સ્ટાફ સાથે અહી દોડી આવ્યા હતા. અને (lion)સિંહના અવશેષો એકઠા કર્યા હતા.

lion

File Image

સિંહના અવશેષોને એકઠા કરી પોસ્ટમોર્ટમ માટે ધારીના એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યાં હતા. રાત્રીના વરસાદી માહોલમાં આ ઘટના બની હતી. અહીં બે વાગ્યા સુધી આ ટ્રેનને રોકી રાખવામાં હતી અને બાદમા રવાના કરાઇ હતી.

 માલગાડી અડફેટે અત્યાર સુધીમાં 10થી વધુ સાવજોનાં મોત થયા છે. આ રેલ ટ્રેક પર અત્યાર સુધીમા 10થી વધુ સાવજો કચડાઇ ચુકયા છે. ભુતકાળમા ભેરાઇ નજીક ત્રણ સાવજો અને રામપરા નજીક બે સાવજો કચડાયા હતા. આ ઉપરાંત રાજુલા પંથકમાં અને સાવરકુંડલા પંથકમાં પણ માલગાડી હેઠળ સાવજો કચડાયાની ઘટના બની ચુકી છે. અમરેલી જિલ્લાનો વિસ્તાર સાવજોનું ઘર છે. અહીથી પીપાવાવની માલગાડીઓ ઉપરાંત મહુવાથી આવતી પેસેન્જર ટ્રેન પણ પસાર થાય છે. બે વર્ષ અગાઉ પેસેન્જર ટ્રેનથી અહીં બે સિંહબાળ કચડાઇ ગયા હતા.

આ પણ વાંચો : હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

મોતનો સિલસિલો યથાવત છે. હજુ સુધી સૌરાષ્ટ્રના ગૌરવંતા (lion)સિંહો માનવના આ મશીન સામે ભાગદોડમાં દમ તોડી રહ્યા છે. આ ઘટના સાથે જ સિંહપ્રેમીઓ રોષે ભરાયા છે. સરકારે ફરીથી કોઈ કાયદો લાવીને દેશના આ શૌર્ય ચિન્હને બચાવવા જોઈએ. ટ્રેનની ગતિને નિયંત્રિત કરવી જોઈએ. સાથે જ જો કોઈ સિંહ રેલવે ટ્રેક પર બેઠે તો તેને તાત્કાલિક ટ્રેન પરથી હટવવા અથવા બીજા કોઈ ઉપાય કરવા આદેશ કરવા જોઈએ.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment