Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝદિવમાં વકતૃત્વ સ્પર્ધા યોજી કરાય સિંહ દિવસની ઉજવણી

દિવમાં વકતૃત્વ સ્પર્ધા યોજી કરાય સિંહ દિવસની ઉજવણી

lion
Share Now

આજે દેશ ભરમાં લાયન ડે ની ઉજવણી વિવિધ પ્રકારે કરવામાં આવી રહી છે ત્યારે સાંધપ્રદેશ એવા દીવ અને દમણ માં પણ લાયન ડે ની ઉજવણી કરામાં આવી હતી. સિંહ પ્રેમીઓ દ્વારા સિંહ દિવસે એક અનોખી સ્પર્ધા યોજી કરવામાં આવી ઉજવણી બાળકો દ્વારા સિંહ પ્રત્યેનો પ્રેમ અને સિંહ વિશે આજના જમાનાના ભૂલકાઓ શું વિચારી રહ્યા છે તે પણ જાણી શકાય અને બાળકોમાં સિંહ પ્રત્યે કેટલી લાગણીઓ છે તે પણ જાણી શકાય અને વિધ્યાર્થીનો ઉત્સાહ પણ વધે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું  

div

આ પણ જુઓ :જગતનો તાત ચિંતાતુર

કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાકબારા ગ્રામ પંચાયત હોલમાં આજરોજ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી આ સંદર્ભમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય સિંહો નું સંરક્ષણ અને સંવર્ધન હતુ જેમાં વિધાર્થીઓ એ ખૂબજ ઉત્સાહ થી ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમ આપવામાં આવ્યા. સાથે ટ્રોફી આપી વિધાર્થીઓ નું ઉત્સાહ વધાર્યો હતો,કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન દીવના એ.ડી.આઈ વિરેન્દ્ર વૈશ્ય એ સિંહ ની વિશેષતા વિશે માહિતી આપી હતી,

vakturtv

સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું,તથા અન્ય મહેમાન ડોક્ટર દિનેશ ચૌહાણ એ વિધાર્થીઓ ને સિંહો ના સ્વભાવ વિશે જાણકારી આપી અને યોગ ના આસન નું મહત્વ સમજાવ્યું હતું, સિંહ ની ગર્જના સંભળાવી તેની માહિતી પણ આપી હતી કાર્યક્રમના આયોજક તથા સિંહ દિવસ ના કો-ઓર્ડીનેટર માનસિંહ બામણીયા એ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પુસ્તકો તથા સિંહનો મૂખોટાનું વિતરણ પણ કર્યું હતું અને ગીર માં સિંહો નું મહત્વ સમજાવ્યું હતું,

div આ વર્ષે આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તાર માં વન્ય પ્રાણીઓ ના સંરક્ષણ સંવર્ધન અને જાગૃતિ અર્થે વણકબારા ગ્રામ પંચાયત ના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું તથા કોવિડ – ૧૯ ની ગાઈડ ના દિશા નિર્દેશ અનુસાર મર્યાદિત સંખ્યામાં મહેમાનો તથા વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતાકાર્યક્રમ નુ મંચ સંચાલન દીપા જોષી દ્વારા કરવામાં આવ્યું, કાર્યક્રમ માં નિર્ણાયક તરીકે શિક્ષકો એ પોતાની સેવા આપી હતી, કાર્યક્રમ દરમિયાન વણાકબારા ગ્રામ પંચાયત ના સરપંચ મિનાક્ષી બેન જીવન પણ ઉપસ્થિત રહ્યા હતા,

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment