Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં રેડ કરવા ગયેલી CBI ની ટીમ પર સ્થાનિકોનો હુમલો

ઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં રેડ કરવા ગયેલી CBI ની ટીમ પર સ્થાનિકોનો હુમલો

CBI
Share Now

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન ઓડિશામાં CBI ટીમ પર હુમલો (Attack)કરવામાં આવ્યો હતો. ઓડિશા (Odisha)ના ઢેંકાનાલમાં સીબીઆઈ ટીમની સાથે મારામારી કરવાનો મામલો સામે આવ્યો છે. CBI ટીમ ઓનલાઈન ચાઈલ્ડ શોષણના મામલામાં રેડ પાડવા ગઈ હતી. તે દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ટીમની સાથે મારપીટ કરી હતી. આ તમામ વચ્ચે સ્થાનિક પોલીસે CBI અધિકારીઓનું રેસ્ક્યૂ કર્યું હતુ.

CBI એ 14 રાજ્યમાં રેડ પાડી

ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBIએ ગઇકાલે મંગળવારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 14 રાજ્યમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તરપ્રદેશના ઝાલૌન, મઉ જેવા નાના જિલ્લાથી લઈને નોઈડા અને ગાજિયાબાદ જેવાં મોટાં શહેર અને રાજસ્થાનના જયપુર, અજમેરથી લઈને તામિલનાડુના કોઈમ્બતોર જેવાં શહેરો પણ સામેલ છે.

પૂછપરછ બાદ લોકો ભડકી ઉઠ્યા

CBIની ટીમ ઓડિશા (Odisha)ના ઢેંકનાલમાં ઓનલાઈન ચાઈલ્ડ શોષણ મામલામાં કાર્યવાહી કરવા પહોંચી હતી. ટીમે લગભગ સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે દરોડો પાડ્યો હતો. તે દરમિયાન સીબીઆઈની ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી હતી. ત્યારે કોઈ બાબતને લઈને સ્થાનિક લોકો તેમના પર ભડક્યા હતા. તે પછી તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણને લઈને કડક પગલાંની જાહેરાત, જુઓ શું આપ્યા છે નવા આદેશ?

મળતી માહિતી મુજબ, મહિલાઓએ પણ CBI અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી હતી. ટોળાએ કથિત રીતે સીબીઆઈ અધિકારીઓ પર હુમલો કરતાં પહેલાં તેમને નાયકના ઘરમાંથી બહાર ખેંચી લીધા હતા. ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલા બાદ સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓેને બચાવ્યા હતા.

ગુજરાતનાં પણ આ શહેરોમાં CBI તપાસ કરી રહી છે

જણાવી દઇએ કે, ગુજરાત (Gujarat)નાં ત્રણ શહેર, જેવાં કે જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં તપાસ ચાલી રહી છે. આ તકે CBIને આશંકા છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography)નો વેપાર 100 દેશમાં ફેલાયો છે, ત્યારે તપાસમાં અન્ય દેશોની એજન્સીઓને પણ સામેલ કરાશે. 83 લોકો વિરૂદ્ધ 23 જેટલી અલગ-અલગ FIR નોંધી હતી.

પાપ છુપાવવા માસુમ પર અત્યાચાર જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment