Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝકુવાડવાના 16 જેટલા ગામોમાં લોક દરબાર

કુવાડવાના 16 જેટલા ગામોમાં લોક દરબાર

Lok Darbar
Share Now
  • રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૬ ગામો માં લોક દરબાર યોજાયો.
  • “મારુ ગામ સો ટકા વેક્સિન યુક્ત ગામ, કોરોના મુક્ત ગામ” ના મંત્ર ને સાકાર કરવા ગ્રામજનો ને અપીલ કરતા ભુપતભાઈ બોદર
  • કુવાડવા સીટ હેઠળના ગામોમાં ૨૭ ખેડૂત લાભાર્થીઓને જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાંથી મંજૂર થયેલ ટ્રેક્ટર સહાઈ મંજૂરીના પૂર્વ મંજૂરી હુકમો પ્રમુખશ્રી બોદર દ્વારા અર્પણ કરાયા.
  • દરેક ગામોમાં અચૂક વૃક્ષારોપણ થાય અને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગામના આગેવાનો સાથે સીધો સંપર્ક રાખવામાં આવશે – પ્રમુખશ્રી બોદર

તારીખ ૨૫ અને ૨૬ જૂન ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે (૧) કુવાડવા (૨) જીવાપર(બા) (૩) સાતડા (૪) જીયાણા (૫) વાંકવડ (૬) સૂર્યરામપરા (૭) ખીજડીયા (૮) રાણપુર (૯) સણોસરા (૧૦) નાગલપર (૧૧) ખોરાણા (૧૨) રાજગઢ (૧૩) હડાળા (૧૪) કોઠારીયા(ટ) (૧૫) બેડી(વા) અને (૧૬) કાગદડી ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત દરમ્યાન ગામના તમામ પ્રશ્નોનો જેવા કે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી સબંધી પ્રશ્નો, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ સંબંધી પ્રશ્નો તેમજ મનરેગા સબંધિત પ્રશ્નોના હલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સીધી સૂચના અને માર્ગદર્શન પ્રમુખશ્રી બોદર દ્વારા આપવામાં આવ્યા. આ લોકદરબાર કાર્યક્રમ અંતર્ગત કુવાડવા સીટ હેઠળના ગામોમાં ૨૭ ખેડૂત લાભાર્થીઓને જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગમાંથી મંજૂર થયેલ ટ્રેક્ટર સહાય મંજૂરીના પૂર્વ મંજૂરી હુકમો પ્રમુખશ્રીના વરદ હસ્તે અર્પણ કરાયા. આ ઉપરાંત દરેક ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે પ્રમુખશ્રી બોદરે ખાસ આગ્રહ કરેલ અને તે માટે ગામના આગેવાનો અને વડીલો સાથે મુલાકાત કરીને સમજણ આપેલ હતી. પ્રથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ઘરે ઘરે જઈને લોકોને રસી લેવા માટે સમજાવશે જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મળી શકે. લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ લાવવા દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વધુ ને વધુ વૃક્ષારોપણ થાય તે માટે દરેક ગામજનોને ખાસ ભલામણ કરવામાં આવી. લોકદરબારના કાર્યક્રમ દરમ્યાન પ્રમુખશ્રી બોદરે અન્ય વૃક્ષો સાથે વડના ઝાડનું પણ વૃક્ષારોપણ કરેલ છે જેનું આયુષ્ય ૫૦૦ વર્ષ થી વધારે હોય છે. તે બારે મહિના ફળ આપે છે અને અસંખ્ય પક્ષીઓનો આશરો છે. તેનાથી આજુબાજુના વાતાવરણનું તાપમાન નીચું રહે છે, જમીનમાં ભેજ અને ફળદ્રુપતા જળવાઈ રહે છે, જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને તેથી જ કહેવાયુ છે કે “એક વડનું ઝાડ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ આપે છે”.

Lok Darbar

આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. પરમાર, IRD શાખાના નિશાબેન ઢોલરીયા, વિસ્તરણ અધિકારી વાઘેલાભાઈ અને પશુપાલન વિભાગના મગનભાઈ ડોબરીયા વગેરે અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રી સંજયભાઈ રંગાણી (કુવડાવા), ICDS ચેરમેનશ્રી રાજેશભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રકાશભાઈ કાકડિયા, ભાજપ તાલુકા પ્રમુખશ્રી બાબુભાઇ નસીત, તાલુકા પંચાયત સદસ્યશ્રી ચેતનભાઈ કથીરિયા(ખોરાણા), શ્રી કાનજીભાઈમેઘાણી, RDC બેન્કના ડિરેક્ટર શ્રી શૈલેષભાઇ ગઢીયા, ગઢકા ગામના સરપંચશ્રી કેયુરભાઈ ઢોલરીયા, ભીખાલાલ પાંવ વગેરે આગેવાનો પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા અને તમામ પ્રશ્નો હલ કરવામાં માટે પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સરપંચશ્રી અને ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લઈને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં કુવાડવા ગામ ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી કે બી ધોરીયા, સરપંચ સંજયભાઈ પીપળીયા તેમજ ગામના આગેવાનો રમેશભાઈ ઢોલરીયા, નટુભાઈ વ્યાસ, સુરેશભાઈ ઢોલરીયા, ભીમજીભાઈ સોઢા, મુકેશભાઈ કાકડિયા, બાબુભાઇ ગોહેલ, દાનાભાઈ બાભવા, રમેશભાઈ પટેલ, કરશનભાઇ વાધેલા, વીરજીભાઈ બહુકીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. તેમજ જીવાપર(બા) ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી એ જી વીરડા, સરપંચ શ્રીમતી માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઈ ગમારા, જગાભાઈ જાડા, સામતભાઇ જાડા, હરેશભાઇ ધોરીયા, સમજીભાઈ જાડા. ચકુભાઇ બાવળીયા, કાનજીભાઈ મેઘાણી વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

Lok darbar

ત્યારબાદ સાતડા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી વી જી ચાવડા, સરપંચ શ્રીમતી જીવુબેન સદાદિયા, ગામના અન્ય આગેવાનો લાખાભાઇ સદાદિયા, અમરશીભાઇ મેઘાણી, નિતેશભાઈ સદાદિયા, મનસુખભાઇ મકવાણા, સોમાભાઈ મેઘાણી, સંજયભાઈ આહીર, ઘનશ્યામભાઈ આહીર, મુકેશભાઈ મકવાણા, મંગાભાઇ ડાભી, ભાવેશભાઈ ધુળેટીયા, રાજેશભાઈ આહીર, ધમાભાઈ બાભવા, મનસુખભા ડાભી, બાબુભાઇ મકવાણા, પ્રવીણભાઈ મેઘાણી, અજયભાઇ મકવાણા, મુકેશભાઈ મેઘાણી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ તકે જીયાણા અને વાકવડ ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી જી આર રાતડીયા, સરપંચશ્રી અરવિંદભાઈ સરવૈયા, ઉપસરપંચશ્રી ભરતભાઈ બાવળીયા, ગામના આગેવાનો પ્રેમજીભાઈ વેકરીયા(પ્રમુખશ્રી, દૂધની ડેરી), ધીરુભાઈ વેકરીયા(પ્રમુખશ્રી, સહકારી મંડળી), હમીરભાઇ પરમાર, જે ડી વ્યાસ, દેવરાજભાઇ આંબાભાઈ, લખમણભાઇ પોલાભાઈ, છગનભાઇ લખમણભાઇ, રઘુભાઇ લીંબાસીયા, ગોવાભાઈ મકવાણા, દિલીપભાઈ ગાંગાણી, જયસુખભાઇ મીતાણી, લાલજીભાઈ સરવૈયા, વાઘજીભાઈ મીતાણી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

તેમજ સૂર્યરામપરા ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી ડી જે ભરવાડ, સરપંચ કાજલબેન અશોકભાઈ, ઉપસરપંચશ્રી વિનોદભાઈ ઝાલા, ગામના અન્ય આગેવાનો રાતડીયાભાઈ, અલ્તાફભાઈ મોઢાવિયાં, મનસુખભાઇ મકવાણા, સંજયભાઈ ઝાલા, લાખાભાઇ ઝાલા, મેઘજીભાઈ સરવૈયા, ભુપતભાઇ ઝાલા, વિનુભાઈ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. ત્યારબાદ ખીજડીયા ગામના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી ફેમીદાબાનુ શેરસીયા, સરપંચ શ્રી મોહનભાઇ કુમારખાણીયા, ગામના અન્ય આગેવાનો મુકેશભાઈ કુમારખાણીયા, ભાનુભાઇ મિયાત્રા, જગદીશભાઈ મિયાત્રા, અજીતસિંહ રેવર, કલ્પેશભાઈ લીંબાસીયા, ભાનુભાઇ જેસાણી, નીતિનભાઈ ચોવટીયા, છગનભાઇ જાડા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ પણ જુઓ : ચાર્જ સંભાળતા જ સપાટો

આ તકે રાણપુરની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી એ એન પટેલ, સરપંચ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ગામના અન્ય આગેવાનો કડવાભાઇ ખોયાણી, ઠાકરશીભાઈ રાંક, ગોરધનભાઈ કાકડિયા, પરસોતમભાઇ પરસાણા, લીંબાભાઈ રાંક, ધનજીભાઈ રંગાણી, દાનજીભાઈ અજાણી, જગદીશભાઈ કાકડિયા, રણછોડભાઈ ખોયાણી, હરેશભાઇ પરસાણા, ઉકાભાઇ, મહેશભાઈ પરસાણા, રમેશભાઈ કાકડિયા, વિપુલભાઈ રાઠોડ, બાબુભાઇ ધામેચા, મુકેશભાઈ પરસાણા, નરેશભાઈ પરસાણા, નાથાભાઈ પરસાણા, સુરેશભાઈ વેકરીયા, પરસોતમભાઇ રંગાણી, રસિકભાઈ પરસાણા, જયેશભાઇ રાંક, રવિભાઈ રૈયાણી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

Lok darbar

તેમજ સણોસરા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં તલાટી મંત્રી ડી જે ભરવાડ, સરપંચ નફીસાબેન શેરસીયા, ગામના અન્ય આગેવાનો યુનુસભાઇ શેરસીયા, ભાવેશભાઈ લીંબાસીયા, અશ્વિનભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ લીંબાસીયા, પ્રદીપભાઈ ચૌહાણ, રમેશભાઈ લીંબાસીયા, રમેશભાઈ રૈયાણી, પાનાચંદ લીંબાસીયા, નરશીભાઈ લીંબાસીયા, યોગેશભાઈ ચૌહાણ, દીપકભાઈ લીંબાસીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. નાગલપર ગામના પ્રશ્નો વિષે સ્થળ પર જ તલાટી મંત્રી એસ ડી પંજવાની, સરપંચ મનોજભાઈ ચૌહાણ, ઉપસરપંચ સતિષભાઈ ફાંગલીયા, ગામના આગેવાનો મેરામભાઇ ફાંગલીયા, ધીરુભાઈ ભખોડિયા, માવજીભાઈ સોલંકી, આચાર્યશ્રી સી એસ જાની, ગોવિંદભાઇ જોગડીયા, મનસુખભાઇ દેગામા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. ખોરાણા ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી નિરુપાબેન મકવાણા, સરપંચ શ્રીમતી રંજનબેન રામાણી, ગામના આગેવાનો ચંદુભાઈ સાંગાણી, જગદીશભાઈ વેકરીયા, અનિલભાઈ વેકરીયા, મોહનભાઇ હાડગડા, જોધાભાઇ હાડગડા, અનિલભાઈ વેકરીયા, નારણભાઇ ડાભી, ભવાનભાઈ માયાભાઇ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

રાજગઢ ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી બી વી ચાવડા, સરપંચ શ્રીમતી નયનાબા જાડેજા, ગામના અન્ય આગેવાનો જેરામભાઈ જાડા, શૈલેષભાઇ સોરાણી, વાલજીભાઇ સોરાણી, ધીરુભાઈ ધંધુકિયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. હડાળા ગામના વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી ડાયાબેન દેસાઈ, સરપંચ શ્રીમતી મધુબેન રીબડીયા, ગામના અન્ય આગેવાનો ખીમજીભાઈ ભીમા, લાલજીભાઈ લીંબાસીયા, તાજમહમ્મદભાઈ જુનેજા, ભરતભાઈ સંખાવરા,હરુભાઈ બેચરભાઈ,રહીમભાઈ મોહમ્મદભાઈ, બાઘાભાઈ ઓઘડભાઈ, દેવ વિનોદભાઈ કોરડીયા, મુરધાઇ તૈયબભાઇ, બીજલભાઈ ઓઘડભાઈ, રાજુભાઈ નોંધાભાઇ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. કોઠારીયા(ટ) ના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી આર બી દાદુકિયા, સરપંચ શ્રીમતી નીતાબેન ડોડીયા, ગામના અન્ય આગેવાનો લાલજી ટપુરંગાણી, લક્ષમણભાઇ સોલંકી, ચતુરભાઈ રંગાણી, મોહનભાઇ વાઢેર, વાલજીભાઇ ડોડીયા, ભગવાનજીભાઈ રંગાણી, કિશોરભાઈ ડોડીયા, રસિકભાઈ રંગાણી, બાવદિન ડોડીયા, શૈલેષભાઇ પરમાર, નીતિનભાઈ ડોડીયા, રમેશભાઈ ડોડીયા, વિક્રમભાઈ સોલંકી, અરજનભાઇ ડોડીયા, મહેશભાઈ ડોડીયા, વલ્લભભાઈ રંગાણી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

બેડી(વા) ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી અંકિત વરસાણી, સરપંચ શ્રીમતી નીતાબેન બોપલીયા, ગામના અન્ય આગેવાનો અશ્વિનભાઈ બોપલીયા, રામજીભાઈ કામભાઇ, વિનોદભાઈ માવજીભાઈ, અમરશીભાઇ ચંદ્રાવડીયા, રમેશભાઈ ભંડેરી, નારણભાઇ ચંદ્રોલા, લાલજીભાઈ ચંદ્રોલા, જીવનભાઈ ભરવાડ, ખીમજીભાઈ જાદવ, નિલેશભાઈ ભંડેરી, કિશોરભાઈ લીંબાસીયા, રમજાનભાઈ કૈલા, અરવિંદભાઈ ચંદ્રોલા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. કાગદડી ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી સ્નેહલ મકવાણા, સરપંચ દેવજીભાઈ કોરડીયા, ગામના આગેવાનો મનસુખભાઈ મોલીયા, છગનભાઇ મોલીયા, વશરામભાઇ ઢોલરીયા, જેન્તીભાઇ લીંબાસીયા, ખોડાભાઈ સુખાભાઈ, નિલેશભાઈ મોલીયા, ધીરુભાઈ મોલીયા, ભરતભાઈ શંખારવા, મુન્નાભાઈ શંખારવા, ગોવિંદભાઇ શંખારવા, કડવાભાઇ મોલીયા, પંકજભાઈ પેઢડિયા, પાંચાભાઇ મોલીયા,વિનોદભાઈ લીંબાસીયા, પરસોતમભાઇ ઢોલરીયા, પરસોતમભાઇ પેઠડીયા, અરવિંદભાઈ નસીત, જગદીશભાઈ નસીત વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ કાર્યક્રમમાં બાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે સર્વે આગેવાનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને આવીજ રીતે લોકસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment