Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝગુજરાતમાં થશે લવ-જેહાદનો મલિન ખેલ ખતમ?

ગુજરાતમાં થશે લવ-જેહાદનો મલિન ખેલ ખતમ?

What is Gujarat's take on Love-Jihad?
Share Now

શું ગુજરાતમાં લાગશે લવ-જેહાદ પર રોક?

ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવ-જેહાદની સામેનો કડક કાયદો અમલમાં આવશે. ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોવાના રિપોર્ટના આધારે ગુજરાત વિધાનસભામાં લવ-જેહાદને રોકતો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધાર વિધેયક 2021 ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો છે. આ ખરડો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના જન્મદિને રજૂ કરાયો છે. તેના લાગુ થયા બાદ ગુજરાતમાં લવજેહાદના નામે ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગશે.

લવ જેહાદ સામે ગુજરાતમાં કડક કાયદો થશે લાગુ

Gujarat Assembly's decision on Love Jihad

લવ-જેહાદ સામેનો કાયદો અમલી બન્યા બાદ લાલચ, બળજબરી, ગેર-રજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફતે ધર્માંતરણ કરાયેલું જણાશે, તો તેવા કિસ્સામાં સજા અને દંડની જોગવાઈને વધુ કડક બનાવવામાં આવી છે. યુપીની પેટર્ન પર લવ-જેહાદની સામેના કાયદામાં મોટો સુધારો કરીને કસૂરવાર વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા- 2 લાખથી ઓછો નહીં તેટલો દંડ પણ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યો હશે, તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં એટલો દંડ કરવામાં આવશે. માતાપિતા સહીત લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે. આ કાયદા મુજબ આવા ગુનામાં મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી થશે. ડીવાયએસપી કક્ષાના કે‌ તેની ઉપરના પોલીસ અધિકારી જ‌ તપાસ કરી શકશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સ્ફોટક નિવેદનો

બજેટ સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ સામે કડક કાયદાકીય જોગવાઈ સાથેનો ખરડો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો. તેમણે 1 કલાક અને 11 મિનિટના સંબોધનમાં કહ્યુ હતુ કે મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોય હોવાનું મને આજે લાગ્યું છે. મારા જીવનમાં ઘણા અગત્યના કામો કરવાનો મને મોકો મળ્યો છે. આજે મારા જીવનનું હુ એક મહત્વનું કામ કરવા જઇ રહ્યો છું. આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય, તેને જેહાદીનાં હાથમાં ન જવા દેવાય. દીકરીને હિન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. ગૌ હત્યા પ્રત્યેનો કાયદો પણ અગાઉ લવાયો છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ. સરકાર આંખ મિચમણાં કરે એવી સરકારની માનસિકતા નથી.

ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પર પોતાના સંબોધનમાં પ્રદીપસિંહ જાડેજાએ લવ-જેહાદ શબ્દ સંદર્ભે પણ ચર્ચા કરી હતી. તેમણે લવ-જેહાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પરનો હુમલો ગણાવ્યો છે અને કહ્યુ છે કે માત્ર ભારત જ નહીં, પણ અન્ય અનેક દેશો આનાથી ત્રસ્ત છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે ગુજરાતમાં ક્યારેય ઓનર કિલિંગની ઘટના બનતી નથી. પ્રેમ લગ્ન સામે વિરોધ નથી, પણ ધર્માંતરણના આશયથી પ્રેમના નાટક સામે વિરોધ છે. લવ જેહાદ શબ્દ એ 2009 માં કર્ણાટકમાં એક યુવતી પોતાના મુસ્લિમ બોય ફ્રેન્ડ સાથે ભાગી ગયા બાદ પ્રચલિત થયો હતો. ભારતને જે બોર્ડર પર હરાવી નથી શકતા, તેઓ આતંકવાદ કરે છે. સાંસ્કૃતિક ધરોહરને તોડવાના નવા રસ્તા તરીકે લવ જેહાદનો ઉપયોગ કરી રહ્યા છે. હિડન એજન્ડાને ગુજરાત તાબે નહિ થાય.

Pradeepsinh Jadeja, Gujarat's Home Minister

લવજેહાદ માટે આરબ દેશોમાંથી હવાલા મારફત ફંડિંગ થતું હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું છે. હિંદુ યુવતીઓને ખોટી ઓળખ દ્વારા છેતરીને વિધર્મી યુવકો દ્વારા ફસાવવામાં આવતી હોવા મામલે પણ વિસ્તૃત રજૂઆત ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગૃહમાં કરવામાં આવી હતી. પ્રદિપસિંહ જાડેજાએ બિલ રજૂ કરતા કહ્યું કે, બિન મુસ્લિમ વ્યક્તિનું ફક્ત લગ્ન માટેનું ધર્માંતરણ યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી. આ અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ.

કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે, જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સામાં આ પ્રકારના કાયદાઓ છે. મ્યાનમારમા 2 વર્ષ, નેપાળમા 3 વર્ષ, શ્રીલંકામાં 5 વર્ષ અને સૌથી વધુ સજાની જોગવાઈ પાકિસ્તાનમા 7 વર્ષથી ઉમરકેદ ની સજાની જોગવાઈ આ કાયદામા છે.

જુઓ આ વીડિયો: https://ottindia.tv/watch/take-the-issue-of-love-jihad-69643d31313731

લવ-જેહાદ એટલે શું?

What is Love Jihad?

ઈસ્લામિક મજહબી કટ્ટરપંથીઓ બિનમુસ્લિમ ક્ષેત્રોને દારુલ હરબ ગણે છે. આવા દારુલ હરબને ધર્માંતરણ કરીને ઈસ્લામિક બનાવવા અથવા તેના પર કબજો કરીને શાસન સ્થાપિત કરીને દારુલ ઈસ્લામ બનાવાને કટ્ટરપંથીઓ મજહબી ફરજ માને છે. ભારતમાં 712માં મોહમ્મદ બિન કાસિમ, બાદમાં 10મી સદીમાં મહેમૂદ ગઝનવીના આક્રમણો, 12મી સદીમાં મોહમ્મદ ઘોરીના હુમલા અને બાબર દ્વારા મુઘલ સામ્રાજ્યની સ્થાપના હોય કે તૈમૂર લંગ, નાદિર શાહ અને અહમદશાહ અબ્દાલીના રાજપૂત-શીખ-મરાઠા-જાટ રાજ્યો પર કરવામાં આવેલા હુમલા અને કત્લેઆમ હોય… આ તમામની પાછળનો મકસબ એક જ હતો કે આ તમામ વિસ્તારોને દારુલ ઈસ્લામમાં ફેરવવા… જો કે આમા આવા હુમલાખોરોને સફળતા મળી નથી. પરંતુ 1947માં ભારતના ભાગલા કરીને પાકિસ્તાન બનાવવું, બ્રિટિશ શાસકો સાથે મળીને એક પાન-ઈસ્લામિક મૂવમેન્ટની જેહાદી સાજિશનો હિસ્સો માનવામાં આવે છે.

પાકિસ્તાન બન્યું ત્યારે હસ કે લિયા પાકિસ્તાન – લડકે લેંગે હિંદુસ્તાનના સૂત્રો પોકારનારા ઘણાં લોકો નવા મૂલ્કમાં ચાલ્યા ગયા હતા. પરંતુ તેમની પાંચમી કતારિયાના કેટલાક કટ્ટરપંથી તત્વો દેશમાં સતત તેમની સાથે મળીને ષડયંત્રો કરતા રહે છે. આ ષડયંત્ર દંગાબાજી, આતંકવાદ હોય કે ભાંગફોડ હોય.. ત્યાં સુધી જ મર્યાદીત નથી. આમા પોપ્યુલેશન જેહાદ, લેન્ડ જેહાદથી માંડીને લવ-જેહાદ સુધીના હથકંડા અપનાવવામાં આવે છે.

વાત કરીએ લવ-જેહાદની તો તે અંગ્રેજી શબ્દ લવ એટલે કે પ્રેમ, મોહબ્બત અને અરબી શબ્દ જેહાદથી બને છે. જેહાદનો અર્થ છે કે કોઈ ઉદેશ્ય માટે પોતાની પુરી શક્તિ લગાવી દેવી. જેહાદને મજહબી યુદ્ધના સંદર્ભમાં ખાસ વાપરવામાં આવે છે. એટલે લવ-જેહાદનો સીધો મતલબ કાઢવામાં આવે છે કે જ્યારે એક ધર્મ વિશેષને માનનારા અન્ય ધર્મની યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને આવી યુવતીનું ધર્માંતરણ કરાવે છે… ત્યારે આ આખી લાલચ, ધાકધમકી અને ગેર-રજૂઆતથી મિશ્રિત પ્રક્રિયાને લવ-જેહાદ તરીકે ઓળખવામાં આવે છે.

લવ-જેહાદ થતી હોવાનું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું

Supreme court order on love-jihad

આમ તો લવ-જેહાદ શબ્દને કાયદાકીય માન્યતા પ્રાપ્ત ન હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી લીધું છે કે લવ જેહાદ થાય છે અને મુસ્લિમ યુવક હિંદુ-શીખ-ખ્રિસ્તી-જૈન-બૌદ્ધ જી બિનમુસ્લિમ સમુદાયોની યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ધર્માંતરણ કરાવીને લવજેહાદ કરે છે. કેરળ હાઈકોર્ટે 25 મે, 2017ના રોજ હિંદુ મહિલા અખિલા અશોકનના નિકાહ રદ્દ કર્યા હતા. અખિલાએ ડિસેમ્બર-2016માં શફીન નામના શખ્સ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ પહેલા અખિલાએ ધર્માંતરણ કરીને પોતાનું નામ હદિયા કર્યાનો આરોપ હતો. આની વિરુદ્ધ અખિલાના માતાપિતા કેરળ હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે તેમની પુત્રીને આઈએસઆઈએસની ફિદાઈન બનાવવા માટે લવ-જેહાદનો સહારો લેવાય રહ્યો છે. બાદમાં કેરળ હાઈકોર્ટે અખિલા ઉર્ફે હાદિયા અને શફીનના નિકાહને રદ્દ કર્યા હતા. અખિલાના પતિ શફીને કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મામલાની એનઆઈએ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.

લવ-જેહાદ પર ઉકળાટ

સમસ્યા હોય કે આવું લાગતું હોય.. તો પુરી ચકાસણી કરવી જોઈએ. પરંતુ ભારતમાં ધર્મનિરપેક્ષતાના નામે લવ-જેહાદ જેવી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ વોટબેંકના પોલિટિક્સમાં દશકાઓથી થઈ હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે. લવ- જેહાદના મામલાને હિંદુત્વવાદીઓનો દુષ્પ્રચાર ગણાવીને તેને નકારવા માટેનું આયોજનબદ્ધ તંત્ર પણ કામે લાગેલું છે. પરંતુ હકીકત એ છે કે વર્ષોથી કેથોલિક બિશપ કાઉન્સિલ, સીરો માલાબાર ચર્ચ જેવી ખ્રિસ્તી સંસ્થાઓએ પણ આના પર ચિંતા વ્યક્ત કરી છે. લવ-જેહાદનો મુદ્દો સૌથી પહેલા દિગ્ગજ કમ્યુનિસ્ટ નેતા વી. એસ. અચ્યુતાનંદને અંદાજે એક દશકા પહેલા ઉઠાવ્યો હતો. ત્યારે અચ્યુતાનંદન કેરળના મુખ્યમંત્રી પણ હતા. તો કેરળના તત્કાલિન મુખ્યમંત્રી કોંગ્રેસના ઓમન ચાંડીએ 25 જૂન-2012ના રોજ વિધાનસભામાં કહ્યુ હતુ કે ગત છ વર્ષોમાં અહીં 2 હજાર 667 યુવતીઓને ધર્માંતરીત કરીને મુસ્લિમ બનાવવામાં આવી છે.

કેરળની હાઈકોર્ટે પણ 2009માં લવ-જેહાદ પર સુનાવણી કરતા ખોટા પ્રેમની જાળમાં ફસાવીને ધર્માંતરણનો ખેલ કેરળમાં વર્ષોથી સંગઠિત પણે ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ખુદ કેરળ પોલીસના રેકોર્ડમાં પણ પ્રેમ-જાળ સાથે જોડાયેલા આવા ચાર હજાર જેટલા ધર્માંતરણોના મામલા પર સંકેત કરવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડ અને રાજસ્થાન હાઈકોર્ટે પણ કહ્યું હતું કે લગ્નના મામલામાં બળજબરીથી ધર્માંતરણને રોકવું જોઈએ. દર વર્ષે ભારતમાં અંદાજે 20 હજાર જેટલા લવજેહાદ સાથે જોડાયેલા મામલાઓ બનતા હોવાની પણ આશંકાઓ અલગ-અલગ સંગઠનો દ્વારા વ્યક્ત કરાતી રહી છે.

જુઓ આ વીડિયો: https://ottindia.tv/watch/love-jihad-sparks-tension-69643d393335

લવ-જેહાદ જેવા મામલાઓની આઝાદી પહેલાની બબાલ

1927માં મુઝફ્ફરનજરમાં એક હિંદુ યુવતીનું ધર્માંતરણ કરાવીને તેના મુસ્લિમ સાથે નિકાહ કરવા મામલે શાંતિ ભંગનો મામલો સામે આવ્યો હતો. લોકો એકઠા થઈને આરોપીના ઘર તરફ જવા લાગ્યા હતા. પરંતુ બાદમાં ખબર પડી હતી કે આ યુવતી હંમેશાથી મુસ્લિમ જ હતી. હિંદુ સમાજ સુધારકો દ્વારા 20મી સદીના પ્રારંભમાં અપહરણના ઉઠાવેલા મામલાઓ લવ-જેહાદ સાથે ખાસા મેળ ખાય છે. જે યુવતીઓએ ભાગીને ધર્માંતરણ કર્યા હતા… તેમની મોટાભાગની યુવતીઓ બેસહારા હતી. લવ-જેહાદની હાલની પરિભાષા સાથે મળતા આવતા સેંકડો કિસ્સા ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનના ક્ષેત્રોમાં બન્યા હતા. લવ-જેહાદ શબ્દનો ઉપયોગ ગુજરાતમાં 90ના દશકના આખરમાં અને 21મી સદીની શરૂઆતથી થઈ રહ્યો છે. 21મી સદીના પહેલા દશકમાં લવ જેહાદ શબ્દની ચર્ચા દેશભરના હિંદુ સંગઠનોના કાર્યક્રમોમાં થવા લાગી હતી. શ્રીરામ સેનાના નેતા પ્રમોદ મુથાલિકની તેને ફેલાવવામાં મહત્વની ભૂમિકા રહેલી છે. 

લવ-જેહાદ આંતરરાષ્ટ્રીય સમસ્યા

સશસ્ત્ર જેહાદની જેમ લવ-જેહાદ પણ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. ઈંગ્લેન્ડમાં શીખ સમુદાય આ ખતરો બેથી ત્રણ દશકોથી સહન કરી રહ્યો છે. મુસ્લિમ યુવક ખુદને શીખ ગણાવીને શીખ યુવતીઓને ધર્માંતરીત કરે છે. બ્રિટનની પોલીસ પણ ઘણી યુનિવર્સિટીઓમાં આક્રમક ધર્માંતરણ મામલે ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠનો પર નજર રાખી રહી છે. આવા સંગઠનો હિંદુ-શીખ જ નહીં પણ અન્ય બિનમુસ્લિમ યુવતીઓને પણ ધર્માંતરણના ઉદેશ્યથી નિશાન બનાવી રહ્યા છે. લવ-જેહાદના સંગઠિત અભિયાનનું વર્ણ વ્હાઈ-વી લેફ્ટ ઈસ્લામ – નામના પુસ્તકમાં પણ છે. જેમાં ખ્રિસ્તી યુવતીઓને ફોસલાવીને મુસ્લિમ બનાવવાના મામલે કેટલાક વર્ણનો છે. બિનમુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેઈલિંગ અને ખુદને ખ્રિસ્તી ગણાવીને શારીરિક સબંધ બનાવવા સુધીના ઘણાં પ્રપંચોનો ઉપયોગ કરવામાં આવે છે. રસૂખદાર પરિવારની યુવતી સાથે પ્રેમ-પ્રપંચ મામલે ઈનામની રકમ પણ મોટી હોવાની ચર્ચાઓ અવિરત ચાલતી રહી છે. ઈજીપ્તમાં તો ખ્રિસ્તી યુવતીઓને ધર્માંતરણ પર જૂલુસ પણ કાઢવામાં આવે છે.

Love Jihad an international issue

જ્યાં છળકપટ હોય, ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ શકે અને તેથી તે મજહબી ઉદેશ્યથી કરાતી જેહાદ જ છે. કાફિરને કોઈપણ ભોગે મુસ્લિમ બનાવવા આવા કટ્ટરપંથી તત્વો મજહબી ફરજ માનતા હોય છે. ત્યારે ધાર્મિક સ્વતંત્રતાના ખોટા ઓઠા અને અધૂરી વાતોથી ભારતના યુવાવર્ગને વિચારહીન છોડી દેવાનું પાપ થઈ શકે નહીં. હિંદુઓને અન્ય ધર્માંવલંબીઓની જેમ પોતાના શિક્ષણ માટેની સ્વતંત્રતા નથી. માટે હિંદુ યુવકો સ્વધર્મ અને પરધર્મને જાણતા નથી. જેના કારણે કોઈપણ આક્રમક મજહબી બાબતોનો શિકાર થવાના મામલે અસુરક્ષિત જ રહે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યુ હતુ કે જ્યારે હિંદુ ધર્મથી કોઈ અલગ થાય છે.. તો માત્ર એક હિંદુ જ ઓછો નથી થતો… પરંતુ હિંદુઓનો એક શત્રુ વધે છે. મહર્ષિ શ્રી અરવિંદે પણ એકતરફી ધર્માંતરણની છૂટને રાષ્ટ્રીય એકતા માટે ઘાતક ગણી હતી. આ એટલા માટે ધ્યાન પર મૂકવું પડે છે, કારણ કે મુસ્લિમ યુવતીના હિંદુ-શીખ-જૈન-બૌદ્ધ સહીતના બિનમુસ્લિમ યુવકો સાથેના પ્રેમ સંબંધને મામલે માપદંડો એવા નથી રહેતા જેવા મુસ્લિમ યુવક અને બિનમુસ્લિમ યુવતીના મામલે હોય છે. શરીયતના નામે મુસ્લિમ યુવતી સાથેના પ્રેમસંબંધ મામલે બિનમુસ્લિમ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સાઓ પણ કંઈ ઓછા નથી. ત્યારે પ્રેમના નામે એક તરફી ધર્માંતરણને કેવી રીતે ચાલુ રહેવા દઈ શકાય? અને આવા બદઈરાદા ધરાવતા કટ્ટરપંથીઓ પર લગામ લગાવવા માટે જ લવ-જેહાદ સામેના કાયદાઓની જરૂરિયાત છે.

જુઓ આ વીડિયો: https://ottindia.tv/watch/what-is-gujarat-governments-take-on-love-jihad-69643d32373236

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:

Android : http://bit.ly/3ajxBk4

iOS : http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment