Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝસામાન્ય પ્રજા પર મોંઘવારીની વધુ એક માર

સામાન્ય પ્રજા પર મોંઘવારીની વધુ એક માર

LPG CYLINNDER PRICE
Share Now

દેશમાં એક બાજુ સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેનાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે પેટ્રોલ ડીઝલ બાદ સામાન્ય પ્રજાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. હવે દેશની ઓઇલ કંપનીઓ દ્વારા રાંધણ ગેસના સિલિન્ડરમાં(CYLINDER)  ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓ દ્વારા આજથી LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસના ભાવમાં 25.52 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક બાજુ દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થી રહ્યો છે. જેને લઈને સામાન્ય પ્રજાનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે હવે રાંધણ ગેસના ભાવમાં વધારો થતા સામાન્ય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દેશમાં પેટ્રોઈલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને તેને લઈને તમામ ચીજવસ્તુઓનો ભાવ પણ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે હવે LPG સિલિન્ડરના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રાંધણ ગેસના સિલિન્ડરમાં(CYLINDER) ભાવ વધારો થતા ગૃહિણીઓને મોટી અસર થવાની છે. ઓઇલ કંપનીઓ દ્વારા રાંધણ ગેસના સિલિન્ડર પર 25 રૂપિયા વધારવામાં આવ્યા છે. આ ભાવ 1 જુલાઈ એટકલેકે આજથીજ લાગુ થઇ ગયા છે. જોકે મેં અને જૂન મહિનામાં રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન્હોતો. જોકે ઓઇલ કંપનીઓ દ્વારા એક સાથે 25 રૂપિયાનો ભાવ વધારો કરીને મેં અને જૂન મહિનામાં ભાવ ન વધારવાની ખોટ પુરી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ઓઇલ કંપનીઓ દ્વારા આજથી રાંધણ ગેસ પર 25 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LPG CYLINNDER PRICE

PC- TWEETER

આ પણ વાંચો:ભાજપના મહિલા કાર્યકર્તાએ કર્યું નિમોનું ઉલ્લંઘન

વિવિધ શહેરોમાં સિલિન્ડરના ભાવ:

દિલ્હી – 834 રૂપિયા
કોલકાતા – 861 રૂપિયા
મુંબઈ – 834.5 રૂપિયા
ચેન્નાઈ – 850 રૂપિયા
અમદાવાદ– 841.50 રૂપિયા

દર મહિને LPGના ભાવમાં થાય છે ફેરફાર

તમને જણાવી દઈએ કે જેમ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજ ફેરફાર થાય છે. તેમ LPG સિલિન્ડરની(CYLINDER) કિંમત અંગે દર મહિને સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. જોકે આ વર્ષે ફબ્રુઆરીમાં મહિનામાં ત્રણ વખત LPGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અને જૂન મહિનાની વાત કરીએ તો લપગની કિંમતમાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે આ મહિને LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવાંમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારી કંપનીઓ દ્વારા LPGના સિલિન્ડરના ભાવમાં અવારનવાર ફેરફાર કરવામાં આવે છે.

LPG CYLINDER PRICE

PC- TWEETER

ઉત્તરપ્રદેશમાં LPG સિલિન્ડરનો ભાવ 872.50 રૂપિયાએ પહોંચ્યો

તમને જણાવી દઈએ કે ઓઇલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના કરવામાં આવેલા ભાવ વધારો 1 જુલાઈથી લાગુ થઇ ગયો છે. ત્યારે હવે LPG સિલિન્ડર મુંબઈમાં 834.50 રૂપિયે મળશે. જે અગાઉ 809 રૂપિયે મળતો હતો. જયારે કોલકતામાં અત્યાર સુધી 835.50 રૂપિયામાં મળતો સિલિન્ડર હવેથી 861 રૂપિયામાં મળશે. ચેન્નઇનીઝ વાત કરવામાં આવે તો ત્યાં હવેથી LPG સિલિન્ડર માટે 850 રૂપિયા ચૂકવવા પડશે. જયારે ઉત્તરપ્રદેશના લખનૌમાં સૌથી વધુ 872.50 રૂપિયા આપવાના રહેશે. અને અમદાવાદ શહેરમાં 841.50 રૂપિયામાં ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડશે.

પ્રજા પર મોંઘવારીનો માર

દેશમાં કોરોનાકાળ ને લીધે લોક ડાઉન કરવામાં આવ્યું હતું. હજુ પણ મોટા ભાગના રાજ્યોમાં પ્રજા પર કેટલાક નિયંત્રણો લાગુ છે. જેને લઈને ખાસ કોઈ ધંધામાં હજુ કોઈ આવક થઇ નથી. વધુમાં કોરોનાકાળ દરમ્યાન ઘણા લોકો બેરોજગાર બન્યા છે. તો ઘણા લોકોના પગારમા ઘટાડો પણ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકોના વેપાર ધંધા ઠપ થઇ ચુક્યા છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે દરેક ચીજ વસ્તુઓના ટ્રાન્સ્પોટેશનના ખર્ચમાં વધારો થાય છે. જેથી દેશમાં જેમ જેમ પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે એમ એમ દરેક ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આમ એક પછી એક રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે.

No comments

leave a comment