Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeએન્ટરટેઈન્મેન્ટSapna Choudhary વિરુદ્ધ લખનૌ કોર્ટે જાહેર કર્યું વોરંટ, જાણો કેમ

Sapna Choudhary વિરુદ્ધ લખનૌ કોર્ટે જાહેર કર્યું વોરંટ, જાણો કેમ

sapna
Share Now

શુ છે સપના ચૌધરીનો(Sapna Choudhary) આ વિવાદ 

રિપોર્ટ્સ અનુસાર આ મામલો 3 વર્ષ પહેલાનો છે. જેમાં 13 ઓક્ટોબર 2018ના રોજ સપનાનું પરફોર્મન્સ થવાનું હતું.અને જેના માટે લોકો ટિકિટ ખરીદીને ઈવેન્ટમાં પહોંચ્યા હતા પરંતુ કોઇ કારણથી સપના ત્યાં ન પહોંચી શકી હતી. જેના પછી ઘણો મોટો હોબાળો થયો હતો.જ્યારે લોકોએ તેમની ટિકિટ (Ticket)ના પૈસા પાછા માંગ્યા તો તેમને પૈસા પણ મળ્યા નહીં.હવે સપના (Sapna Choudhary) અને તેની સાથે અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હજુ સુધી સપના કે તેના પક્ષ તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.તો હવે આગામી સમયમાં સપના તપફથી શુ જવાબો આપવામાં આવશે તે તો હવે આવતા દિવસોમાં જ ખબર પડશે.

sapna

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

સપનાની(Sapna Choudhary) ચાહના હિન્દી ફિલ્મોમાં કામ કરવાની

 થોડા મહિના પહેલા સપનાના મૃત્યુના સમાચાર આવ્યા હતા.સપના વિશે ફેક ન્યૂઝ (Fake news) વાયરલ થઈ રહ્યા હતા કે, તેનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા અને નારાજ થઈ ગયા હતા.આ પછી સપના પોતે આગળ આવી અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.સપનાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે બીજી ઘણી ફિલ્મોમાં કામ કરવા માંગે છે. પરંતુ તેમને તક મળી રહી નથી.

સપનાએ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું હિન્દી ટીવી શો અને ફિલ્મોમાં કામ કરવા માંગુ છું, પરંતુ હું પ્રાદેશિક ઈન્ડસ્ટ્રીમાંથી છું, આ કારણે મને એટલી તકો મળતી નથી. હું ત્યાં પણ મારી પ્રતિભા બતાવવા માંગુ છું. મને લાગે છે કે, તેનું એક કારણ એ છે કે હું અંગ્રેજી બોલતી નથી કદાચ તેથી જ મને કામ નથી મળતું.સપના(Sapna Choudhary) હાલમાં તેના હરિયાણવી ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ સિવાય તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. પંરતુ તેમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ધણી  ઇરછા છે તેવું તેમણે જણાવ્યું હતું.તો કદાચ આગામી સમયમાં તેઓ હિન્દી ફિલ્મોમાં  જોવા મળી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment