Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeલાઇફ સ્ટાઇલચોકલેટનાં બાપ્પા: શેફે બનાવી 200 કિલોથી વધુ વજનવાળી બાપ્પાની મુર્તિ

ચોકલેટનાં બાપ્પા: શેફે બનાવી 200 કિલોથી વધુ વજનવાળી બાપ્પાની મુર્તિ

Cholklet Ganesha
Share Now

દેશભરમાં ગણેશ ચતુર્થીની ધુમ મચી છે, ત્યારે આ ઉત્સવને બધી જગ્યાએ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વિભિન્ન પ્રકારની ભગવાન ગણેશની મુર્તિઓના ફોટો અને વીડિયો સોસિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. ત્યારે જો તમને અમે એક ચોકલેટ (chocolate) માંથી બનેલા ગણપતિ બાપ્પાના દર્શન કરાવીએ તો?

શેફે 200 કિલોની કેક બનાવીને ગણેશ ચતુર્થી ની કરી ઉજવણી

Image

હા, સોશિયલ મીડિયામાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક શેફે ચોકલેટ (chocolate) માંથી 200 કિલો થી વધુ વજન વાળા ગણપતિ બાપ્પા બનાવી દીધા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, આ વ્યક્તિ લુધિયાણાનો (Ludhiana-Based Baker )શેફ છે. રેસ્ટોરન્ટ ચોકલેટ વ્યવસાઇ આ શેફ નું નામ છે હરજિંદર સિંહ કુકરેજા (Harjinder Singh Kukreja), જેમણે પોતાના ઇન્સ્ટાંગ્રામ પર ગણેશ જીની મુર્તિનો એક વીડિયો શેર કર્યો છે. આ ચોકલેટના ગણેશજીની મુર્તિએ લોકોને હેરાન કરી નાંખ્યા છે.

200 કિલો થી વધુ વજન વાળા ગણપતિ બાપ્પા(chocolate Ganpati idol)

ચોકલેટ કોણે ન ભાવે?  ચોકલેટની આઇટમોમાંથી બનતી ગમે તેટલી આઇટમો આપણે ખાધી જ હશે, પણ આજે ચોકલેટના ગણપતિ બાપ્પા પણ જોઇ લો..

ડાર્ક ચોકલેટમાંથી બનાવેલા ગણેશજીનો વીડિયો પણ શેફે શેર કર્યો છે.વીડિયો શેર કરતાં શેફ કહે છે, કે આ અમારા ચોકલેટ ગણેશના સતત છઠ્ઠુ વર્ષ છે, આ ઇકો-ફ્રેંડલી ગણેશ બનાવવા મટે 10 શેફ, 10 દિવસ અને 200 થી વધુ કિલોગ્રામ બેલ્જિયમ ચોકલેટ ની એક ટીમ લાગી હતી. આ સિવાય આ કેક વાળા ગણેશજીને લઇને તમને થતુ હશે કે આ મુર્તિનું વિસર્જન કેમનું કરવાનું?

મુર્તિનું વિસર્જન

Image Courtsey: ANI

આ બાબતે શેફ જણાવે છે કે, આ ચોકલેટના ગણપતિને વિસર્જીત કરવા માટે શેફ મુર્તિને દુધમાં વિસર્જીત કરી છે, જે બાદ ઝોંપડીઓ વાળા બાળકોને ચોકલેટ દુધનો પ્રસાદ વિતરણ કરશે.

આ પોસ્ટને 9 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ લોકોને ખુબ ગમી રહ્યો છે. આ વીડિયોને શેરિંગ પણ એટલા મળી રહ્યાં છે, લોકોનો કમેન્ટનો પણ જાણે વરસાદ વરસી રહ્યો છે.

   

મારી વાત:

ગણેશ વિસર્જનમાં દર વર્ષે જે ભગવાનને આપણે પુજીએ છીએ તેને ગમે તે રીતે નદીમાં પધરાવી દઇએ છીએ, જેનાથી માટીની મુર્તિ તો સમજ્યા પણ પીઓપીની સૌથી વધુ મુર્તિ બનાવીને વેચવામાં આવે છે, પણ સાથે સાથે મુર્તિઓને જે રીતે પધરાવવામાં આવે છે, તે પછી નદીમાં ખુબ જ મોટા પ્રમાણમાં ગંદકી અને પ્રદુષણ પણ ફેલાય છે, જેને લઇને સરકાર દર વર્ષે માટીની મુર્તિ જ ઘરમાં સ્થાપિત કરીને પુજા કરવાનો આદેશ આપતી હોય છે, પણ છતાં જનતામાં એટલો પ્રભાવ પડતો નથી, તહેવારોની ઉજવણીમાં જો કુદરતનું પણ ધ્યાન રાખવુ જોઇએ. જેમ લોકો માટીની મુર્તિ અને ઇકો ફ્રેન્ડલી મુર્તિ બનાવીને લોકોને પ્રેરણા આપતા રહે છે તેમ આપણે પણ તેને અનુસરવુ જોઇએ, લુધિયાણાના આ શેફે ચોકલેટ કેક બનાવીને એક સુંદર ઉદાહરણ પણ પુરુ પાડ્યુ છે, જેથી તહેવાર પણ ઉજવાશે, લોકોનું પેટ પણ ભરાશે અને પર્યાવરણ પણ સચવાશે.  

         

આવા જ દેશ વિદેશના સમાચારક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

આ પણ વાંચો: Modak ની સરળ અને સ્વાદિષ્ટ રેસિપી, આ ગણેશ ચતુર્થી પર ઘરે જ બનાવો મોદક

No comments

leave a comment