જગ વિખ્યાત ખોડલધામ મંદિર ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી મનોકામના પૂર્ણ કરે છે સાથોસાથ માં ખોડલના મંદિરે યથાશકિત દાન તથા કિંમતી ચીજવસ્તુઓ અર્પણ કરી ધન્યતા અનુભવતા હોઈ છે.
મા ખોડલને પાંચ તોલાનો સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો
સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક ખોડલધામમાં રાજકોટના સ્વ.દામજીભાઈ કોરાટના સ્મરણાર્થે કોરાટ પરિવાર દ્વારા મા ખોડલને પાંચ તોલાનો સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે મંદિરમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. સ્વ દામજીભાઈ કોરાટના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કોરાટ પરિવારને મા ખોડિયાર માતાજી ઉપર અતૂટ આસ્થા છે અને સ્વ.દામજીભાઈની એક ઈચ્છા હતી કે, ખોડલધામમાં ખોડલને પાંચ તોલા સોનાનું દાન કરવું. જેમને લઈને તેમના પરિવારજનો દ્વારા તેમની ઇચ્છા અનુસાર મા ખોડલ માતાજીને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો.
વાજતે ગાજતે ખોડલધામ માં ખોડલના મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ 5 તોલનો સોનાનો હાર અર્પણ
ખોડલધામ મંદિરમાં રાજકોટના સ્વ દામજીભાઈના સ્વપ્નને પૂરું કરવા માટે તેમની જ ઇચ્છા પ્રમાણે ખોડલધામ માતાજીના મદિર ખાતે ધ્વજારોહણ કરવું પરંતુ તે પહેલાં દમજીભાઈનો દેહાંત થયો ત્યારે આજે તેમના પરિવાર દ્વારા વાજતે ગાજતે ખોડલધામ માં ખોડલના મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ 5 તોલનો સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો તેમજ માતાજીના વાઘા પણ અર્પણ કરવામાં આવ્યા માં ખોડલ મા અખૂટ શ્રધ્ધા ધરાવતા કોરાટ પરીવારે હાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ-વિદેશમાં વસતા ભાવિકો દ્વારા માં ખોડલને. અવનવી ભેટ-સોગાદો અર્પણ કરી શ્રધ્ધા વ્યકત પ્રગટ કરતા હોય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt