ઉત્તરાખંડ એક એવું દેવસ્થાન છે જ્યાં લગભગ તમામ દેવી-દેવતાઓના નિવાસ સ્થાન આવેલા છે. આ પાવન ભૂમી પર નિવાસ કરી રહ્યાં છે એક એવા માતાજી જેમના દર્શન આજે અમે તમને OTT India Read ના માધ્યમથી કરાવીશું. આપણે વાત કરી રહ્યાં છે નૈનીતાલના હલ્દવાનીમાં સ્થિત શીતળા દેવીના મંદિરની (Maa Sheetla Devi).
Maa Sheetla Devi
શીતળા માતાજીનું અહીં ભવ્ય અને વિશાળ મંદિર છે જે હલ્દવાનીથી 8 કિલોમીટરના અંતર પર સ્થિત છે. શીતળા દેવી મંદિર હલ્દવાનીનું આકર્ષક મંદિર છે. માતાનું આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત છે. અહીં વાતાવરણ ઘણુ સુંદર છે. શીતળા દેવી મંદિરને સિતાલ પણ કહેવાય છે.
પૌરાણિક કથા
માન્યતા અનુસાર, શીતળા દેવીના નામથી પૂજીત આ સ્થાન પર યાત્રા માર્ગની નજીક એક બહુ મોટુ વૃક્ષ છે જેના નીચે માતા ભગવતી ઉમાદેવીએ આરામ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, ભીમતાલના પંડિત લોકો બનારસથી મૂર્તિને પોતાના ગામમાં શીતળા મા (Maa Sheetla Devi) નું મંદિર બનાવવા માટે લાવી રહ્યાં હતા, ત્યારે તેમને પગપાળા ચાલીને માતાજીના દ્વાર સુધી પહોંચવામાં રાત થઈ ગઈ અને તેમણે રાણીબાગના ગુલાબઘાટીમાં જ વિશ્રામ કર્યુ.
તે સમય દરમિયાન રાતે એક વ્યક્તિે આ જગ્યામાં માતાજીની સ્થાપનાનું સ્વપ્ન જોયુ અને વ્યક્તિએ પોતાના સાથીને સ્વપ્ન વિશે જણાવ્યું. તેમના મિત્રોને આ વાત પર વિશ્વાસ ન થયો અને તેઓએ આ મૂર્તિને ઊંચકવાનું શરૂ કર્યુ, પરંતુ તે મૂર્તિઓને હલાવી જ ના શક્યા. આ ઘટના બાદ મિત્રોને વિશ્વાસ થયો અને મંદિરની સ્થાપના ત્યાં જ કરી. ત્યારથી પાંડેય લોકો જ સૌથી પહેલા દેવીની પૂજા કરે છે.
સ્કંધ પુરાણ
वन्देऽहंशीतलादेवी राक्षभस्थांदिगम्बराम्।।
मार्जनी कलशोपेतां सूर्पालंकृतमस्तकाम्।।
અર્થાત- ગર્દભ પર બિરાજમાન, દિગમ્બરા, હાથમાં સાવરણી તથા કળશ ધારણ કરનારી સૂપથી અલંકૃત મસ્તકવાળી માતાની હું વંદના કરુ છુ. શીતળા માતાની આ વંદનાથી એ સ્પષ્ટ છે કે, આ સ્વચ્છતાથી અધિષ્ઠાત્રી દેવી છે. હાથમાં સાવરણી હોવાનો અર્થ છે કે, આપણે બધાએ સફાઈ પ્રત્યે જાગૃત થવુ જોઈએ. કળશથી તાત્પર્ય છે કે, સ્વચ્છ રહેવાથી સ્વાસ્થ્યમાં સમૃદ્ધિ આવે છે.
સ્કન્દ પુરાણમાં તેની અર્ચનાનો સ્તોત્ર શીતલાષ્ટકના રૂપમાં પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર, આ સ્તોત્રની રચના ભગવાન શંકરે લોકહિતમાં કરી હતી. શીતલાષ્ટક શીતળા દેવીની મહિમાનું ગાન કરે છે. સાથે જ તેમની ઉપાસના માટે ભક્તોને પ્રેરિત પણ કરે છે. નવરાત્રીના દિવસોમાં દેવીના દર્શન માટે ભક્તોની ઘણી ભીડ પણ રહે છે જેના લીધે ખાસ અવસર પર દેવીકૃપા પ્રાપ્ત થઈ શકે.
આ પણ વાંચોઃ- Arbuda Devi મંદિરમાં અર્બૂદા માતાજીના પગલાની થાય છે પૂજા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4