Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝશું આ ગામમાં પૈસાના ઝાડ છે? વિશ્વનું સૌથી અમીર ગામ: માધાપર

શું આ ગામમાં પૈસાના ઝાડ છે? વિશ્વનું સૌથી અમીર ગામ: માધાપર

Share Now
એક સમય હતો કે જયારે ગામડામાંથી લોકો વધુને વધુ સ્થળાંતર થઈને શહેરમાં વસી રહ્યા હતા. લોકોન શહેરની આધુનિક જીવન પધ્ધતિ મોહી રહી હતી. શહેરમાંથી ગામડે જતા લોકોનો અલગ જ વટ પડતો. ત્યારે હવે તો શહેરમાંથી પણ લોકો સ્થળાંતર થઈને વિદેશમાં જઈ રહ્યા છે. હવે વિદેશી જીવન ભારતીય લોકોને આકર્ષી રહ્યું છે. પણ જો આ ગામડાઓને જ શહેર બનવવામાં આવે તો? ત્યાં એ બધી જ ફેસેલીટી આપવામાં આવે કે કોઈ વ્યક્તિને ગામ છોડીને જવું જ ના પડે. ચાલો આજે કચ્છના એવા જ એક ગામ માધાપર (Madhapar) વિશે વાત કરીએ.

માધાપુર(Madhapar) : દક્ષિણ એશિયાનું સૌથી પૈસાદાર ગામ

streets of Madhapar

image credits- Wikipedia image

આ ગામ બેંક ડિપોઝિટની દ્રષ્ટિએ ભારતનું નહિ, પણ એશિયાનું સૌથી ધનિક ગામ છે. હા કચ્છના મુખ્ય શહેર ભુજથી ૩ કિલો મીટર દુર આવેલું ગામ માધાપુર એ દક્ષિણ એશિયાનું સૌથી પૈસાદાર ગામ છે. 
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા માધાપર એક વિશાળ ગામડું છે. જ્યાં આશરે 7,600 મકાનો આવેલા છે. આ ગામમાં 17 તો બેંક આવેલી છે. અને અહી આવેલા મકાનોના માલિકો મોટાભાગે યુકે, યુએસએ, કેનેડા અને વિશ્વના અન્ય ઘણા ભાગોમાં રહે છે. ગામની વસ્તી હાલ ૯૨ હજાર કરતા વધારે છે. અહીના બધા જ ઘરમાંથી એક વ્યક્તિ લગભગ વિદેશમાં છે. ગામમાં રહેલી બેન્કોમાં ગામનાં લોકોની ઓછામાં ઓછી 5000 કરોડ રૂપિયાની ડીપોઝીટ જમા છે.
banks in Madhapar village

image credits- Wikipedia image

માધાપર (Madhapar) ગામને માધા કાનજી સોલંકી કે જે ગુજરાતના સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના હતા, તેમના દ્વારા વાસવામાં આવ્યું હતું. એ સમયના એક ધનેટી આખા ગામનું તેમણે આ ગામમાં સ્થળાંતર કારવ્યું હતું.
કચ્છનું આ ગામ એટલું સમૃદ્ધ ગામ છે કે દુનિયાભરના લોકો તેને જોવા આવે છે. ગામમાં આવેલી શાળાઓમાં પ્લે સ્કુલથી લઈને ઇન્ટર કોલેજ સુધી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમનો અભ્યાસ છે. માધાપરમાં શોપીંગ મોલ પણ છે, જેમાં વિશ્વની મોટી મોટી બ્રાન્ડની બધી જ વસ્તુઓ મળે છે. આ ગામમાં બાળકોને નાહવા માટે સ્વીમીંગ પુલ પણ છે. 

આ પણ વાંચો: ક્ષણમાં જ શમી ગયું હતું હિરોશીમા, પરમાણું હુમલાના આજે ૭૬ વર્ષ

એક પણ વ્યક્તિએ પોતાનું ખેતર વેચ્યું નથી..

Madhapar is one of the world's richest village

image credits- Wikipedia image

સૌથી અગત્યની વાત તો એ છે કે આ ગામનાં લોકો ભલે વિદેશમાં જઈને વસી ગયા હોય, પણ તેમણે આ ગામને હમેશા પોતાના દિલની નજીક રાખ્યું છે. ગામ સાથે હમેશા એ લોકો સંકળાયેલા રહે છે, વિદેશમાં પૈસા કમીને તેઓ અહીની બેંકમાં જમા કરે છે. 
માધાપર ગામ ખેતીક્ષેત્રે પણ ખુબ સારી ભૂમિકા ભજવી રહ્યું છે. અત્યારે પણ અહી વસતા લોકો ખેતી કરે છે. એક પણ વ્યક્તિએ પોતાનું ખેતર વેચ્યું નથી.અહી ઉત્પાદન થતું અનાજ કે કોઈ પણ વસ્તુઓનું મુંબઈમાં નિકાસ કરવામાં આવે છે. ખેતી સાથે ગામનાં લોકો પશુપાલન સાથે પણ જોડાયેલા છે. ગાયોને રાખવા માટે અહી અત્યાધુનિક ગૌશાળાઓ આવેલી છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. આ સિવાય ગામના લોકો માટે એક કોમ્યુનીટી હોલ બનવવામાં આવ્યો છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. 
Madhapar village

image credits- Wikipedia image

1968 માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. ઓફિસ ખોલવામાં આવી હતી. જેથી માધાપર (Madhapar)ગામના લોકો મળી શકે. એ જ રીતે, ગામમાં ઓફિસ ખોલવામાં આવી છે. જેથી લંડન સાથે સીધો સંપર્ક જાળવી શકાય. તે યુકેમાં રહેતા ગામ લોકોને નજીકનો સમુદાય બનાવવા અને સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં પણ મદદ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment