Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeએન્ટરટેઈન્મેન્ટસન્ની લિઓનનો ડાન્સ પર મધ્યપ્રદેશના મંત્રીએ કરી દીધી આવી વાત

સન્ની લિઓનનો ડાન્સ પર મધ્યપ્રદેશના મંત્રીએ કરી દીધી આવી વાત

sunny-leone-1
Share Now

બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિઓન મધુબન વીડિયો સોંગને કારણે ઘણી વિવાદોમાં છે. સન્નીએ આ ગીત પર ડાન્સ કર્યો છે અને તેના ડાન્સને પૂજારીઓ અને પાર્ટીના ઘણા રાજકારણીઓએ અશ્લીલ ડાન્સ ગણાવ્યો છે. આ ગીત રિલીઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હાલમાં જ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીતની અભિનેત્રી અને ગાયિકાને ચેતવણી આપી છે કે ગીત બનાવનાર ટીમે માફી માંગવી જોઈએ અને ત્રણ દિવસમાં ગીતને કાઢી નાખવું જોઈએ નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહે.

sunny leone

આ પણ વાંચો:Urfi Javed ફરી એકવાર બોલ્ડનેસને લઇને ચર્ચામાં આવી, કહ્યું- એક સમયે આવતા હતા આત્મહત્યાના વિચાર

પૂજારીઓએ ઉઠાવ્યો વાંધો (MADHUBAN SONG)

આ ગીતમાં સન્ની લિઓનને રાધા તરીકે બતાવવામાં આવી છે, સનીના ડાન્સે ચાહકોને દિવાના બનાવી દીધા છે, જ્યારે પૂજારીઓએ તેને અશ્લીલ ગણાવ્યું છે. મથુરાના પૂજારીઓનું કહેવું છે કે રાધા અમારા માટે પૂજનીય છે, જો આ ગીત પર પ્રતિબંધ નહીં મુકાય તો અમે કોર્ટના દ્વાર ખખડાવશુ.

વિવાદો વચ્ચે, માહત્વની વાત એ છે કે તેને કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ ગાયું છે. વિવાદો બાદ આ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. સારેગામા મ્યુઝિક યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ આ ગીતને 8 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.

શુ છે સમગ્ર મામલો

આખરે એવું તો શું છે આ ગીતમાં કે જેણે આટલો બધો હંગામો મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પૂજારીઓનું કહેવું છે કે વાંધાજનક ડાન્સ મૂવ્સ બતાવીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. જોકે તે આજના ગીતો અનુસાર આ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment