Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટજાણો બોલીવુડના આ ફેમસ કપલે કેમ લગ્ન નથી કર્યા???

જાણો બોલીવુડના આ ફેમસ કપલે કેમ લગ્ન નથી કર્યા???

Share Now

જ્યારે વાત આવે બોલિવૂડની સૌથી ફેમસ લવ સ્ટોરીની (love stories) ત્યારે સંજય દત્ત અને માધુરીનું (Madhuri dixit) નામ જરૂરથી આવે છે. સંજય અને માધુરી દીક્ષીત બોલિવુડના એક એવા કપલ હતા. જેમણે સતત પોતાની લવ સ્ટોરીના લીધે અને પોતાની ફિલ્મોને લીધે પોતાના ઉપર લાઈમ લાઈટ બનાવી રાખી હતી.

માધુરી (Madhuri dixit) અને સંજય એકબીજાના પ્રેમમાં પડી ગયા…

Madhuri dixit and Sanjay dutt

image credits- google image

વર્ષ 1990માં સંજય દત્ત અને માધુરી થાનેદારના સેટ પર એકબીજાને મળ્યા. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને એકબીજાની નજીક આવી ગયા. જે પછી સંજય દત્ત અને માધુરી ઓન-સ્ક્રીન જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી. પછી સંજય અને માધુરી એકબીજા સાથે ઘણી ફિલ્મો કરી. આ સમયે માધુરી અને સંજય એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને એકબીજા ને એટલી નજીક આવી ગયા હતા કે તેઓ એકબીજા સાથે વધુમાં વધુ સમય પસાર કરવા માંગતા હતા.

જ્યારે બંને શૂટમાં વિદેશમાં હોય ત્યારે બંને એકબીજા સાથે કલાકો સુધી ફોન પર વાત પણ કરતા હતા. આ સમય દરમિયાન સંજય દત્ત (Sanjay dutt) પહેલેથી જ વિવાહીત હતાં. પરંતુ તેમની મેરેજ લાઇફમાં પ્રોબ્લેમ ચાલી રહી હતી. તેમની વાઈફને કેન્સર હતું અને તેના ઈલાજ માટે તે ન્યૂયોર્કમાં હતી. આ દરમ્યાન જ સંજય અને માધુરી એકબીજાની એટલા નજીક આવ્યા અને નક્કી કર્યું કે તે બંને એકબીજા સાથે લગ્ન કરી લેશે.

માધુરી અને સંજય દત્તના અફેરની ચર્ચાઓ ચાલી

Madhuri dixit and Sanjay dutt

image credits- google image

મીડિયામાં પણ આ જોડીએ ખૂબ ધમાલ મચાવી હતી. દરેક જગ્યાએ માધુરી અને સંજય દત્તના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. તેમની પત્ની ઋચા સુધી પણ આ ખબર પહોંચી, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. રિચા એ સંજયને મળીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી અને હાર માનીને તે અંતે ન્યુયોર્કમાં હંમેશા હંમેશા માટે વસી ગઈ. આ સમય દરમિયાન માધુરી અને સંજય દત્ત એકબીજા સાથે ખલનાયકની શૂટિંગ કરી રહ્યા હતા. બંનેની લવ સ્ટોરી સારી રીતે ચાલી રહી હતી. પરંતુ વર્ષ ૧૯૯૩માં સંજય દત્તને ટાડા એક્ટ હેઠળ 16 મહિના માટે જેલ થઈ ગઈ.

આ સમય દરમિયાન સંજય દત્તનું (Sanjay dutt) નામ ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું. લોકોને લાગ્યું કે હવે માધુરી આગળ કોઈ કદમ ઉઠાવશે. પરંતુ માધુરીએ આ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી. માધુરી દીક્ષિત ઉપર તેમના પરિવારનું પ્રેશર વધી ગયું. માધુરીની ફેમિલી નહોતી ઇચ્છતી કે માધુરી એક એવા વ્યક્તિ સાથે આગળ વધે કે જે છે જે પહેલેથી પરિણીત છે એક સંતાનનો પિતા છે, ડ્રગ્સ લે છે અને હવે જેલમાં છે. માટે તેઓએ માધુરીને સંજય દત્તથી દૂર થઈ જવા માટે કહ્યું.

આ પણ જુઓ: Bollywood News

16 મહિના સુધી માધુરી (Madhuri dixit) સંજય દત્તને (Sanjay dutt) મળી નહિ

પરિવારના પ્રેશરમાં આવીને માધુરી 16 મહિના સુધી જેલમાં બંધ સંજય દત્તને (Sanjay dutt) એક પણ વખત મળી નહીં. સંજય દત્તે જેલર સાથે સેટીંગ કરીને ઘણી વખત માધુરીને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ માધુરીએ ફોન પર પણ સંજય સાથે વાત કરવાની ના પાડી દીધી. આ દરમિયાન સંજય દત્ત માધુરીથી ખૂબ નારાજ થઈ ગયા અને બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા. પછી સંજય અને માધુરીએ ક્યારેય એકબીજા સાથે સંપર્ક કરવાની કોશિશ ન કરી.

Madhuri dixit and Sanjay dutt

image credits- google image

એક બાજુ માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા તો સંજય પોતાની પત્ની રિચાના મૃત્યુ પછી રીયા પિલ્લાઈ સાથે બીજા લગ્ન કરી લીધા. વર્ષો સુધી એકબીજા સાથે તેઓએ બોલવાનો સંબંધ પણ ન રાખ્યો. આખરે વર્ષ 2019 માં આવેલી મુવી કલંકમાં બંને એકબીજા સાથે જોવા મળ્યા હતા. અને હવે સંજય અને માધુરી ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયા છે.

આ પણ વાંચો: 16 વર્ષની ઉમરમાં શામક અગ્રવાલની અનોખી સિદ્ધિ, નવ જેટલા રેકોર્ડ પોતાના નામે!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment