Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઓબીસીને અનામત આપવા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ એક્શનમાં

ઓબીસીને અનામત આપવા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ એક્શનમાં

shivrajsinh chauhan,obc reservation,obc bil,mandal commission
Share Now

મધ્યપ્રદેશમાં(Madhyapradesh) પછાત વર્ગ માટે 27 ટકા અનામતના મુદ્દે ઘેરાયેલી શિવરાજ સિંહની(Shivrajsingh) સરકારે હવે નવી રણનીતિ બનાવી છે.શિવરાજ સરકારે નવી રણનીતિ અંતર્ગત નિર્ણય કર્યો છે કે હાઈકોર્ટમાં થનારી આગામી સુનાવણીમાં રાજ્યના દિગ્ગજ વકીલો સરકારનો પક્ષ રજૂ કરશે અને કોર્ટને આ સુનાવણીને અંતિમ માનવા અને પછાત વર્ગના હિતમાં 27 ટકા અનામત મંજૂર કરવાની વિનંતી કરશે.

સીએમ શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળી હતી બેઠક 

ગઈ કાલે ગુરુવારના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના મંત્રીમંડળના પછાત વર્ગના મંત્રીઓની એક અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યમાં ઓબીસી અનામતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ, રાજ્યના શહેરી વિકાસ અને આવાસ મંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બેઠકમાં રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત કી રીતે સુનિશ્ચિત કરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમ ઓબીસી અનામત આપવા માટે શિવરાજસિંહ ચૌહાણ હાલ એક્ટિવ થયા છે.

shivrajsinh chauhan,obc reservation,obc bil,mandal commission

આ પણ વાંચો:આત્મનિર્ભર નારી શક્તિ સે સંવાદ’માં પીએમ મોદીએ 1625 કરોડ રૂપિયાની કરી જાહેરાત

પ્રતિષ્ઠિત વકીલોની લેવાશે સલાહ 

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓબીસી અનામત અંગેની આગામી સુનાવણીમાં દેશના પ્રતિષ્ઠિત વકીલોની સેવાઓ લેવામાં આવશે. જેથી પછાત વર્ગના હિતમાં 27 ટકા અનામત સુનિશ્ચિત કરી શકાય. દેશના વરિષ્ઠ વકીલોમાં સામેલ રવિશંકર પ્રસાદ અને તુષાર મહેતા સહિત અન્ય દિગ્ગજ વકીલોની મદદ લેવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ સુનાવણીમાં, એડવોકેટ જનરલ પોતે કોર્ટને વિનંતી કરશે કે આ સુનાવણીને અંતિમ માનીને પછાત વર્ગના હિતમાં 27 ટકા અનામત મંજૂર કરવી જોઈએ.

હાઇકોર્ટે લગાવી હતી રોક 

બેઠકમાં એ વાતની ચર્ચા થઈ હતી કે, શિવરાજ સરકાર પછાત લોકોને 27 ટકા અનામત આપવાના વચનથી બંધાયેલી છે. તમને જણાવી દઈએ કે,  2019 માં, કમલનાથ સરકારે અન્ય પછાત વર્ગના લોકો માટે અનામત વધારવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કમલનાથ સરકારનો આ નિર્ણય પાછળથી હાઇકોર્ટમાં અટવાઇ ગયો હતો. કોર્ટે પચાસ ટકાથી વધુ અનામત હોવાના સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. અને ત્યારબાદથી જ આ પ્રતિબંધ યથાવત છે. આ મુદ્દાને લઈને ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે ઓબીસીને અનામત આપવા માટે કમર કસી છે. 

ahivrAJSINGH CHAUHAN,MADHYAPRADESH,NEWS IN GUJARATI,OBC RESERVATION

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ 

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર ઓબીસી અનામતને(OBC Reservatio) લઈને એક્ટિવ થઈ છે. અને આ મુદ્દે તેઓ હાઇકોર્ટમાં રવિશંકર પ્રસાદ અને તુષાર મહેતા જેવા દિગ્ગજ વકીલોની મદદ લેવાના છે. ત્યારે આ અંગે કોંગ્રેસે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પીસી શર્માએ સવાલ સવાલ કર્યો છે કે, રવિશંકર પ્રસાદ અને તુષાર મહેતા તો પહેલા પણ વકીલ હતા. રાજ્ય સરકારે આ લોકોની પહેલા મદદ કેમ ના લીધી? વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા 15 મહિનાથી તમે આ વકીલોની મદદ ના લીધી અને હવે તમે એમને આ કેસમાં લાવવાની વાત કરો છો તો શું રાજ્ય સરકારે કોર્ટમાં આ મુદ્દે પોતાનો પક્ષ સરખી રીતે રજૂ કરી શકી નથી? આમ ઓબીસી આનંતને લઈને હાલ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. 

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં પછાત વર્ગ માટે 27 ટકા અનામતના મુદ્દે ઘેરાયેલી શિવરાજ સિંહની(Shivrajsingh) સરકારે હવે નવી રણનીતિ બનાવી છે.શિવરાજ સરકારે નવી રણનીતિ અંતર્ગત નિર્ણય કર્યો છે કે હાઈકોર્ટમાં થનારી આગામી સુનાવણીમાં રાજ્યના દિગ્ગજ વકીલો સરકારનો પક્ષ રજૂ કરશે અને કોર્ટને આ સુનાવણીને અંતિમ માનવા અને પછાત વર્ગના હિતમાં 27 ટકા અનામત મંજૂર કરવાની વિનંતી કરશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment