નવરાત્રી પર્વના દિવસોમાં ઠેર ઠેર જગ્યાએ ખૂબ જ સારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ. ઘણી બધી જગ્યાએ ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ, જામનગર, સુરતમાં ભવ્ય નવરાત્રીના પર્વની ઊજવણી કરવામાં આવી છે. ત્યારે ઊંજાના ઉમિયા માતાજીના ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મહા આઠમના દિવસે ઠેર ઠેર જગ્યાએ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આઠમના દિવસે ઉમિયાધામ મંદિરમાં મહા આરતી (Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આખુ મંદિર દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠ્યુ હતુ.
કોરોના મહામારીના લીધે બે વર્ષથી તહેવારોમાં રોનક નહોતી
કોરોના મહામારીના લીધે બે વર્ષથી કોઈપણ તહેવાર મનાવવામાં રોનક નહોતી. હા, પરંપરાના ભાગ રુપે સૌ કોઈએ નાના પાયા પર તહેવારોની ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સૌ કોઈ મન મૂકીને ઝૂમ્યા અને મન મૂકીને તહેવારો મજા માણી હતી. બસ કોરોનાની ત્રીજી લહેર પણ આવી રીતે ટળી જાય અને દિવાળીની ઉજવણી પણ ધૂમધામથી કરી શકાય.
#Surat : Visuals from Umiya Mandir, Surat On the evening of #Ashtami pic.twitter.com/IUuJjSftxB
— OTT India (@OTTIndia1) October 14, 2021
ગુજરાત સરકારે શેરી ગરબાની પરવાનગી આપતા ખેલૈયાઓમાં એક અનોખો જોશ ભરાઈ ગયો હતો. શેરી ગરબાની સાથે સાથે ગુજરાતના તમામ મોટા માતાજીના મંદિરોમાં ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં મહા આઠમ અને મહા નવમીએ એક અદ્ભૂત નજારો જોવા મળે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના ગરબા સમગ્ર ગુજરાતમાં ઘણા પ્રખ્યાત છે. સુરતમાં મોટાભાગની સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Maha Aarti નું થયુ આયોજન
મહા આઠમના દિવસે તમામ મોટા મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરોમાં જય માતાજીના નાદ સાંભળવા મળ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરમાં પણ મહા આરતી કરવામાં આવી હતી. નવરાત્રીમાં અહીંયા ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. અહીં સૌ ભક્તો તથા અતિથિઓ સાથે મળીને મહા આરતી કરે છે. થોડા અંધકારમાં ફક્ત દીવા અને આરતીના દીવાના પ્રકાશમાં આખી જગ્યા ઝગમગી ઉઠી હતી.
આ પણ વાંચોઃ- Dussehra નિમિતે કેટલાક નિયમોનું પાલન કરવાથી કારકિર્દીમાં મળશે સફળતા
એક સાથે તમામ દીવા ચાલુ હોય અને એક જ સાથે ભક્તો આરતી ગાતા હોય, નવરાત્રીની અદ્ભૂત લાઈટિંગ થતી હોય તે નજારો ખૂબ જ અદ્ભૂત જોવા મળે છે. ઉમિયાધામ મંદિરમાં પારંપરિક ગરબાનું આયોજન થાય છે ત્યારે મહિલાઓ માથા પર ગરબા મૂકીને ગરબા ગાય છે. કોરોના ગાઈડલાઈન અનુસાર, અહીં 400 લોકોને ગરબા રમવાની પરવાનગીઓ આપવામાં આવી હતી. આ મહાઆરતી(Maha Aarti)નો લાભ લઈને લોકોને ખૂબ આનંદ માણ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4