Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeભક્તિMaha Saptami નિમિતે કાળરાત્રીની કરવામાં આવે છે આરાધના, કલ્યાણકારી છે મા કાળરાત્રી

Maha Saptami નિમિતે કાળરાત્રીની કરવામાં આવે છે આરાધના, કલ્યાણકારી છે મા કાળરાત્રી

Maha Saptami
Share Now

આજે નવરાત્રીનો સાતમો (Maha Saptami) દિવસ છે. આ દિવસે દુર્ગા માતાના સાતમાં સ્વરૂપ કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ સ્વરુપને ઘણુ ભયંકર માનવામાં આવે છે. તેઓ વર્ણે કાળા અને ત્રણ નેત્રધારી છે. મા કાળરાત્રીના ગળામાં વિદ્યુતની અદ્ભૂત માળા છે. તેમના હાથોમાં ખડગ અને કાંટા છે અને તેમનુ વાહન ગધેડો છે. મા તેના ભક્તોનું હંમેશા કલ્યાણ કરે છે, આથી તેમને મંગલકરણી પણ કહેવાય છે.

Maha Saptami 2021

મા કાળરાત્રીની ઉપાસના કરવાથી થાય છે લાભ

શત્રુ અને વિરોધિઓને નિયંત્રિત કરવા માટે મા કાળરાત્રીની ઉપાસના અત્યંત શુભ હોય છે. તેમની ઉપાસનાથી ભય, દુર્ઘટના તથા રોગોનું નાશ થાય છે. તેમની ઉપાસનાથી નકારાત્મક ઊર્જાની અસર થતી નથી. જ્યોતિષમાં શનિ નામના ગ્રહને નિયંત્રિત કરવા માટે તેમની પૂજા કરવાથી અદ્ભૂત પરિણામ મળે છે. મા કાળરાત્રી વ્યક્તિના સર્વોચ્ચ ચક્ર, સહસ્ત્રારને નિયંત્રિત કરે છે. આ ચક્ર વ્યક્તિને અત્યંત સાત્વિક બનાવે છે અને દેવત્વ સુધી લઈ જાય છે. આ ચક્રનો કોઈ મંત્ર નથી હોતો. સપ્તમીના દિવસે આ ચક્ર પર તમારા ગુરુનું ધ્યાન અવશ્ય કરો.

કાળરાત્રીની પૂજા વિધિ

મા ના સમક્ષ ઘીનો દીપક પ્રગટાવીને ફૂલ અર્પણ કરો, સાથે જ ગોળનો ભોગ લગાવો. મા ના મંત્રોનો જાપ કરો, અને સપ્તશતીનું પઠન કરો. ગોળના પ્રસાદને પરિવારમાં વહેંચો અને અડધો ગોળનો પ્રસાદ કોઈ બ્રાહ્મણને દાન કરો. શ્વેત કે લાલ વસ્ત્ર ધારણ કરીને રાત્રીના સમયે કાળરાત્રીની પૂજા કરો. 108 વાર નવાર્ણ મંત્રનું પઠન કરો અને એક એક લવિંગ ચઢાવતા જાઓ. ‘ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे’ આ 108 લવિંગને ભેગા કરીને અગ્નિમાં હોમી દો તમારા વિરોધી અને શત્રુઓ શાંત થશે.

આ પણ વાંચોઃ- Maa Sheetla Devi: ઉત્તરાખંડમાં કેવી રીતે થઈ શીતળા માતાજીની સ્થાપના, જાણો આ પૌરાણિક કથા

મા ના કાળરાત્રીના સ્વરુપનું રહસ્ય

સપ્તમીના દિવસે મા કાળરાત્રીને સમર્પિત હોય છે. જે મા દુર્ગાનું રૌદ્ર સ્વરુપ માનવામાં આવે છે. મા કાળરાત્રીના નામનો અર્થ છે કાળ’ અર્થાત સમય અને ‘રાત્રી’નો મતલબ થાય છે રાત. પુરાણો અનુસાર પાર્વતીએ શુંભ અને નિશુંભ અસુરોને મારવા માટે માતા સ્વર્ણ અવતાર આપ્યો હતો. એ જ દિવસથી મા ના આ સ્વરુપને કાળરાત્રીના નામથી ઓળખાવા લાગી. તેમને શક્તિના અન્ય એક રુપ દેવી કાળીના નામથી પણ ઓળખાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment