Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeભક્તિMahakali Maa: પેંડા અને સુખડીનો ભોગ ધરવામાં આવે છે એવા મહાકાળી મા નું પ્રાચીન મંદિર

Mahakali Maa: પેંડા અને સુખડીનો ભોગ ધરવામાં આવે છે એવા મહાકાળી મા નું પ્રાચીન મંદિર

MAHAKALI MAA
Share Now

મહાકાળી માતાજી મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં બિરાજમાન છે. કલ્યાણકારી મહાકાળી માતાજી (Mahakali Maa)નું ધામ મહેસાણાથી 10 કિલોમીટરના અંતર પર સ્થિત છે. અહીં દર્શન માત્રથી સઘળા કષ્ટો દૂર થાય છે. આ સ્થાનક સોલંકી કાળ સમયનું હોવાનું માનવામાં આવે છે. અહીં માતાના દર્શનાર્થે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો આવે છે. સોલંકી કાળના આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

Mahakali Maa

પીલુદરા ગામમાં બિરાજમાન મા મહાકાળીનું પ્રાચીન મંદિર છે. પીલુદરા ગામ પહેલા પ્રાચીન પીલુચા નગરી હતી.
જે ધીરે-ધીરે અપભ્રંશ થઈ અને પીલુદરા બન્યું. અહીં ભક્તો લાખોની સંખ્યામાં દર્શને આવે છે. આ સ્થાન પર ભક્તો મંડળીઓ લઈને માતાજી ઉપાસના કરવા માટે આવે છે.

પોતાની ભક્તિ અભિવ્યક્ત કરી મન-વાંછિત ફળ માટે માતાજીના દ્વારે આવી આજીજી કરે છે. માતાજીના ચરણોમાં સંતાન પ્રાપ્તિ, ઘરમાં સુખ શાંતિ તેમજ અસાધ્ય રોગના નિવારણ માટે ભક્તો માનતા માને છે. ભક્તો માતાના દરબારમાં નતમસ્તક થઈ આદ્યશક્તિ મહાકાળી દુખ દૂર કરવા અરજ કરે છે.

1997માં મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગામના લોકો યાત્રાધામ પાવાગઢ મંદિરની જીવંત જ્યોત લેવા માટે ગયા હતા. પાવાગઢમાં 600 વર્ષ જૂની અખંડ જ્યોત પ્રગટેલી છે. તે જ પ્રગટેલી જ્યોતમાંથી પીલુદરાના લોકોએ નવી જ્યોત પ્રગટાવી હતી. ત્યારે પાવાગઢની જ્યોત એકાએક બુઝાઈ ગઈ હતી.

આ જોઈને પાવાગઢ મંદિરના પૂજારી પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને પીલુદરાના લોકોને પરત બોલાવી ફરીથી એ જ્યોતમાંથી પાવાગઢની જ્યોત પ્રગટાવી હતી. ત્યારબાદ ગામના સભ્યોએ ભારે ઉત્સાહભેર પીલુદરા આવી અખંડ જ્યોત પ્રગટાવી હતી. જે જ્યોત આજે પણ જીવંત છે.

Gujarat નું પ્રાચીન મંદિર

ગુજરાતમાંથી આસ્થા ધરાવતા લોકોના અનેક કષ્ટોનું નિવારણ થાય છે. ભક્તો માને છે કે, અહીંયા દરેક કષ્ટોનું હોવાની માન્યતાને લઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર આ સ્થાન બન્યું છે. આ મહાકાળી માંના મંદિરની જમણી બાજુ ગર્ભ ગૃહમાં ગણેશજી તેમજ ડાબી બાજુ ભૈરવ બિરાજમાન છે. તેમજ મંદિરની બાજુમાં જમણી બાજુ અંબેમાં અને ડાબી બાજુ અન્ય એક માતાજીનું મંદિર છે.

પીલુદરામાં બિરાજમાન મહાકાળી માતાજીના પાવનકારી દર્શન માટે ગુજરાતભરમાંથી દર્શનાર્થે પધારે છે.અહીં આવતા તમામ ભક્તોની દેવી મહાકાલીના દર્શન માત્રથી આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. અહીં દર પૂનમ તેમજ દર રવિવારે ભક્તોની ભીડ જોવા મળે છે.

અહીં માતાજીને પેંડા અને સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ સ્થાનકમાં દુઃખ લઈને આવતા તમામ માઇભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકોને માતાજી પર અતૂટ છે. બહેનો દ્વારા અહીં આવી માતાજીના સાનિધ્યમાં નિત્ય ભજન કીર્તન કરી માતાજીને પ્રસન્ન કરવા પોતાની ભાવના પ્રગટ કરતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ- Bileshwar Mahadev મંદિરની સ્થાપના લગભગ 22 વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્યે કરી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment