મહાકાળી માં પિલુદરા,મહેસાણા: મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં બિરાજમાન છે માતા મહાકાળી… મહેસાણાથી 10 કિલોમીટરની દૂરી પર આવેલું છે કલ્યાણકારી મહાકાળી માતાજીનું ધામ. અહીં દર્શન માત્રથી થાય છે સઘળા કષ્ટો દૂર. આ સ્થાનક સોલંકી કાળ સમયનું હોવાનું માનવામાં આવે છે. અહીં ગુજરાતભરમાંથી ભક્તો આવે છે માતાના દર્શનાર્થે. સોલંકી કાળના આ મંદિરમાં ભક્તોની તમામ મનોકામના પુર્ણ થાય છે.
પીલુદરા ગામમાં બિરાજમાન મા મહાકાળીનું પ્રાચીન મંદિર છે. પીલુદરા ગામ પહેલા પ્રાચીન પીલુચા નગરી હતી. જે ધીરે-ધીરે અપભ્રંશ થઈ અને પીલુદરા બન્યું. અહીં ભક્તો લાખોની સંખ્યામાં દર્શને આવે છે. આ સ્થાન પર ભક્તો મંડળીઓ લઈને માતાજી ઉપાસના કરવા માટે આવે છે. પોતાની ભક્તિ અભિવ્યક્ત કરી મન-વાંછિત ફળ માટે માતાજીના દ્વારે આવી આજીજી કરે છે. માતાજીના ચરણોમાં સંતાન પ્રાપ્તિ, ઘરમાં સુખ શાંતિ તેમજ અસાધ્ય રોગના નિવારણ માટે ભક્તો માનતા માને છે. ભક્તો માતાના દરબારમાં નતમસ્તક થઈ આદ્યશક્તિ મહાકાળી દુખ દૂર કરવા અરજ કરે છે.
મહાકાળી માં પિલુદરા, google image
1997માં મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગ્રામલોકો યાત્રાધામ પાવાગઢ મંદિર જીવંત જ્યોત લેવા માટે ગયા હતા. પાવાગઢમાં 600 વર્ષ જુની અખંડ જ્યોત પ્રગટેલી છે. તે જ પ્રગટેલી જ્યોતમાંથી પીલુદરાના લોકોએ નવી જ્યોત પ્રગટાવી હતી. ત્યારે પાવાગઢની જ્યોત એકાએક બુઝાઈ ગઈ હતી. આ જોઇને પાવાગઢ મંદિરના પૂજારી પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને પીલુદરાના લોકોને પરત બોલાવી ફરીથી એ જ્યોતમાંથી પાવાગઢની જ્યોત પ્રગટાવી. ત્યારબાદ ગ્રામજનો ભારે ઉત્સાહભેર પીલુદરા આવી અખંડ જ્યોત પ્રગટાવી હતી.જે જ્યોત આજે પણ જીવંત છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં સ્થિત આ મંદિરને શિવ પંચાયત કહેવામાં આવે છે, જાણો શું છે પૌરાણિક કથા?
ગુજરાતમાંથી આસ્થા ધરાવતા લોકોના અનેક કષ્ટોનું નિવારણ થાય છે. ભક્તો માને છે કે, અહીંયા દરેક કષ્ટોનું હોવાની માન્યતાને લઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર આ સ્થાન બન્યું છે. આ મહાકાળી માંના મંદિરની જમણી બાજુ ગર્ભ ગૃહમાં ગણેશજી તેમજ ડાબી બાજુ ભૈરવ બિરાજમાન છે. તેમજ મંદિરની બાજુમાં જમણી બાજુ અંબેમાં અને ડાબી બાજુ અન્ય એક માતાજીનું મંદિર છે.
પીલુદરામાં બિરાજમાન મહાકાળી માતાજીના પાવનકારી દર્શન માટે ગુજરાતભરમાંથી દર્શનાર્થે પધારે છે.અહીં આવતા તમામ ભક્તોની દેવી મહાકાલીના દર્શન માત્રથી આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. અહીં દર પૂનમ તેમજ દર રવિવારે ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં માતાજીને પેંડા અને સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે. આ સ્થાનકમાં દુઃખ લઈને આવતા તમામ માઇભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકોને માતાજી પર અતૂટ છે. બહેનો દ્વારા અહીં આવી માતાજીના સાનિધ્યમાં નિત્ય ભજન કીર્તન કરી માતાજીને પ્રસન્ન કરવા પોતાની ભાવના પ્રગટ કરતા જોવા મળે છે.
જુઓ આ વિડીયો: અમરનાથ મહાદેવ મંદિર, રાજકોટ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4