આસો મહિનાની અમાસ પિતૃઓની વિદાય માટે અંતિમ દિવસ ગણાય છે. જ્યારે આજના દિવસે જ મહાલય (Mahalaya) પણ મનાવવામાં આવે છે. તે ઉપરાંત તેના બીજા દિવસે પ્રતિપદા પર શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. શારદીય નવરાત્રી આવતી કાલે એટલે કે 7 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહે છે. શારદીય નવરાત્રીની દુર્ગા પૂજામાં મહાલયનું વિશેષ મહત્વ છે. આ ઉત્સવ કર્ણાટક, ઓડિશા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં મોટા સ્તર પર મનાવવામાં આવે છે. મહાલયની શુભેચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી પાઠવી છે. જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં શું લખ્યું…, તથા મહાલયના મહત્વ વિશે જાણો…
Shubho Mahalaya!
We bow to Maa Durga and seek her blessings for the well-being of our planet and the welfare of our citizens. May everyone be happy as well as healthy in the times to come.
— Narendra Modi (@narendramodi) October 6, 2021
Mahalaya નું મહત્વ
મહાલયના દિવસે જ દુર્ગા પૂજા પ્રારંભ થાય છે. મહાલયની સાથે શ્રાદ્ધની પૂર્ણાહૂતિ થઈ જાય છે. માન્યતા અનુસાર, આ દિવસે માતા દુર્ગા કૈલાશ પર્વતથી પૃથ્વી પર આવે છે અને 10 દિવસો સુધી અહીં જ રહે છે. દુર્ગા પૂજા મહાલયના સાતમાં દિવસે શરૂ થાય છે અને દશેરાના દસમાં દિવસે સમાપ્ત થાય છે. આજના દિવસે સવારે જલદી ઉઠીને દેવી દુર્ગાની પૂજા ચંડીપથ અને અન્ય ભક્તિ મંત્રોનું પાઠ કરવાનું વિધાન છે. માન્યતા છે પૂજા પાઠથી દૂર્ગા માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક હેરાનગતિનું નિવારણ આવે છે. મહાલય બાદ જ દુર્ગા માતાની મૂર્તિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.
Mahalaya પર્વની કથા
હિન્દૂ પૌરાણિક કથાઓ અનુસાર, મહિષાસુર નામનો એક અત્યંત શક્તિશાળી અસુર હતો. મહિષાસુર ઈચ્છાનુસાર સ્વરૂપ બદલી શકતો હતો, સાથે જ તે સૃષ્ટિકર્તા બ્રહ્માજીનો ભક્ત હતો. બ્રહ્મદેવે તેને વરદાન આપ્યુ હતુ કે કોઈ પણ દેવતા કે દાનવ તેના પર વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને મહિષાસુરે સ્વર્ગ લોકમાં દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યુ હતુ. તે ઉપરાંત પૃથ્વી પર પણ હુલ્લડો કરવા લાગ્યો. સ્વર્ગ પર આક્રમણ દરમિયાન મહિષાસુરે ઈન્દ્રને પરાસ્ત કર્યા હતા અને સ્વર્ગ પર કબજો કરી લીધો હતો. તમામ દેવો પરેશાન થઈને ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે મદદ માટે પહોંચ્યા.
આ પણ વાંચોઃ- Navratri Muhurat: આ વર્ષે નવરાત્રિમાં નવ દિવસ નહીં પણ આઠ જ દિવસ ગરબા રમી શકાશે
દેવતાઓએ કર્યું હતુ યુદ્ધ
બધા જ દેવતાઓએ ફરીથી મળીને તેને ફરીથી હરાવવા માટે યુદ્ધ કર્યુ પરંતુ તે ફરી હારી ગયા. કોઈ ઉપાય ન મળવા પર દેવતાઓએ તેના વિનાશ માટે દુર્ગા માતાનું સર્જન કર્યુ, જેમને શક્તિ અને પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવે છે. દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને તેના પર નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ હતુ અને દશમા દિવસે તેનું વધ કર્યુ. આ ઊજવણીમાં હિન્દૂ ભક્તગણ દસ દિવસોના તહેવાર સંદર્ભે દુર્ગા પૂજા કરે છે આથી દશમાં દિવસે વિજ્યાદશમી તરીકે ઓળખાય છે. જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આ વર્ષે નવરાત્રી આઠ દિવસની છે. આથી વિજ્યાદશમી 15 ઓક્ટોબરે મનાવવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4