Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝમહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

anil deshmukh
Share Now

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કથિત મની લોન્ડરિંગ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટે તેમને 29 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. અનિલ દેશમુખની ED કસ્ટડી આજે પૂરી થઈ હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા તેમનું મેડિકલ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અનિલ દેશમુખના વકીલે ઉઠાવ્યા સવાલ 

મુંબઈની વિશેષ અદાલતે શુક્રવારે દેશમુખની કસ્ટડી આજ સુધી લંબાવી હતી. છેલ્લી સુનાવણી દરમિયાન EDની કસ્ટડી લંબાવવાની માંગનો વિરોધ કરતા, દેશમુખના વકીલે પૂછ્યું કે શા માટે હજુ સુધી આ કેસમાં અન્ય આરોપી અને બરતરફ કરાયેલ પોલીસ અધિકારી સચિન વાજે ધરપકડ કેમ કરી નથી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ક્યારેય પૂછપરછ માટે કેમ બોલાવવામાં આવ્યા ન હતા?

આ પણ વાંચો:PM મોદીએ સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની યાદમાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

EDએ 1 નવેમ્બરે ધરપકડ કરી હતી

EDએ NCP નેતા અનિલ દેશમુખની 1 નવેમ્બરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. 6 નવેમ્બરે સ્પેશિયલ વેકેશન કોર્ટે 71 વર્ષીય દેશમુખને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો અને તેમની કસ્ટડી લંબાવવાની EDની માંગને ફગાવી દીધી હતી. એક દિવસ પછી, બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવીને દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા. ત્યારબાદ પૂર્વ મંત્રીને શુક્રવારે PMLAની વિશેષ અદાલતના ન્યાયાધીશ એચએસ સથભાઈ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમની કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી હતી.

સરકારી વકીલે જણાવ્યું હતું કે દેશમુખના કહેવાથી સચિન વાજેએ મુંબઈમાં બાર માલિકો પાસેથી લાંચ લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ED આ મામલે વાજેનું નિવેદન નોંધવા સંબંધિત કોર્ટની પરવાનગી મેળવવાની પ્રક્રિયામાં છે. ઇડીએ કહ્યું કે  દેશમુખનો સામનો તે નવા પુરાવા સાથે કરવા માટે તેમની કસ્ટડી જરૂરી છે. જે વાજેના નિવેદનમાં બહાર આવી શકે છે. 

પૂર્વ સહાયક પોલીસ નિરીક્ષક, વાજેને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન નજીક એક SUV વાહનમાંથી વિસ્ફોટકો મળી આવ્યા બાદ અને ઉદ્યોગપતિ મનસુખ હિરનના અનુગામી મૃત્યુ પછી માર્ચ 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. EDએ દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ પહેલા સીબીઆઈએ પરમબીર સિંહના આરોપોના આધારે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment