Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeભક્તિMahishasura Mardini કેવી રીતે બની મા દુર્ગા, જાણો કેવી રીતે થયુ મા દુર્ગાનું સર્જન

Mahishasura Mardini કેવી રીતે બની મા દુર્ગા, જાણો કેવી રીતે થયુ મા દુર્ગાનું સર્જન

Mahishasura Mardini
Share Now

વિજ્યાદશમીના દિવસે જ્યાં એક તરફ ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. જ્યારે દુર્ગા મા એ મહિષાસુરનો વધ પણ આજે જ કર્યો હતો. દેવી ભાગવતની કથા અનુસાર, નવ દિવસો સુધી મા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે યુદ્ધ થતુ રહ્યુ હતુ. દશમાં દિવસે દુર્ગા મા એ ભગવાન શિવ પ્રદત ત્રિશૂળથી મહિષાસુરનો વધ કર્યો હતો. આ જ કારણથી દુર્ગા મા ને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. આવો જાણીએ મહિષાસુર (Mahishasura Mardini)ને મારવા માટે કેમ લેવો પડ્યો હતો દુર્ગાનો અવતાર…

Mahishasura Mardini – મહિષાસુરને મળ્યુ બ્રહ્મા પાસેથી વરદાન

પૌરાણિક કથા અનુસાર, દૈત્યરાજ મહિષાસુરના પિતા રંભ નામક અસુર હતા. રંભને એક ભેંસથી પ્રેમ થઈ ગયો જે જળમાં રહેતી હતી. રંભ અને ભેંસના યોગથી જ મહિષાસુરનો જન્મ થયો હતો. એ જ કારણથી મહિષાસુર પોતાની ઈચ્છાનુસાર ભેંસ અને વ્યક્તિનું રુપ ધારણ કરી શકતુ હતુ. કહેવાય છે કે, મહિષાસુરે કઠોર તપસ્યા કરીને સૃષ્ટિકર્તા બ્રહ્માથી વરદાન પ્રાપ્ત કર્યુ. બ્રહ્મદેવ એ વરદાન આપ્યુ છે કે, તેના પર કોઈ પણ દેવતા અને દાનવ વિજય પ્રાપ્ત કરી શકશે નહીં.

મા દુર્ગાનું અવતરણ

બ્રહ્મદેવથી વરદાન મળ્યા બાદ મહિષાસુર સ્વર્ગ લોકમાં ત્રાસ ગુજારવા લાગ્યો. એક દિવસે મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કર્યુ. મહિષાસુરે ઈન્દ્રને હરાવી દીધો અને સ્વર્ગ પર કબજો કરી લીધો. તેણે બધા જ દેવતાઓને ત્યાંથી કાઢી મૂક્યા. બધા દેવગણ તેનાથી પરેશાન થઈને ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા અને પોતાની સમસ્યા જણાવી. પણ બ્રહ્માજીના વરદાનના લીધે સ્વયં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશે પણ મહિષાસુરને હરાવી શક્યા નહીં. અંતતઃ મહિષાસુરને મારવા (Mahishasura Mardini) માટે બધા દેવતાઓએ મા દુર્ગાનું સર્જન કર્યુ.

Mahishasura Mardini

ત્રિદેવના શરીરમાંથી શક્તિપુંજ નીકળીને ભેગી થઈ. આ શક્તિપુંજે મા દુર્ગાનું સ્વરુપ ધારણ કર્યુ. બધા દેવતાઓએ મા દુર્ગાને પોત-પોતાની શક્તિ અને અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન કર્યા. મા દુર્ગાએ મહિષાસુર સાથે સતત નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દશમાં દિવસે તેનો વધ કર્યો. આ જ કારણ છે કે, હિન્દૂ ધર્મમાં નવ દિવસો સુધી મા દુર્ગાની પૂજા મનાવવામાં આવે છે. દશમો દિવસ વિજ્યાદશમી તરીકે ઓળખાય છે. મહિષાસુર મર્દનના કારણે મા દુર્ગાનું નામ મહિષાસુર મર્દિની પડ્યુ.

આ પણ વાંચોઃ- Dussehra નિમિતે કેટલાક નિયમોનું પાલન કરવાથી કારકિર્દીમાં મળશે સફળતા

(ડિસક્લેમર- આ લેખમાં જાહેર કોઈ પણ જાણકારી, સામગ્રી ની સચોટતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિભિન્ન માધ્યમો, પંચાંગ, પ્રવચન, ધર્મગ્રંથમાંથી સંગ્રહિત કરેલી જણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પ્રદાન કરવાનો છે. તદુંપરાંત તેના કોઈપણ ઉપયોગની જવાબદારી સ્વયં ઉપયોગકર્તાની જ રહેશે.)

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment