ગુજરાતમાંથી ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં થતી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે ત્રણ શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક સફળ સાબિત થઈ છે. મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું છે. એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું કહેવાય છે. ગૃહરાજ્ય મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું
ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક સફળ સાબિત થઈ છે. મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું છે. દ્વારકા બાદ હવે મોરબીમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું કહેવાય છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે. જેમાં 2 મકાનમાં તપાસ કરાતા મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયું છે.
આ પણ વાંચો : PM મોદીએ સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની યાદમાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
પોલીસને વધુ એક સફળતા મળી
Another achievement of Gujarat Police.
Gujarat Police is leading from the front to eliminate the drugs.
Gujarat ATS has snabbed around 120 kilo drugs.@dgpgujarat will address the press conference on the subject at 11 AM today. @GujaratPolice @himanshu_rewa
— Harsh Sanghavi (@sanghaviharsh) November 15, 2021
ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે , દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.
ઉલ્લેખનિય છે કે, ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે જિલ્લા SOG અને LCB ના સંયુક્ત ઓપરેશન હેઠળ હેરોઇન અને ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની 17 કિલોથી વધુ ડ્રગ્સની સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા સલાયાના બે શખ્સો પાસેથી વધુ 45 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. આ તકે 3 આરોપી પાસેથી 64 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં દ્વારકા જિલ્લા પોલીસ (Police)ને સફળતા મળી હતી.
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી જ ગઇકાલે બુધવાકે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડના 66 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની પોલીસે (Police)ધરપકડ કરી હતી. તો આ પહેલા પણ મુન્દ્રા બંદર પાસેથી અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. આ તકે મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી તરીકેના હર્ષભાઈ સંઘવીએ શપથ લીધાના આજે ૫૯ દિવસ થયા છે. આ તમામ વચ્ચે તેમની કામગીરીને બિરદાવવા જેવી છે કારણકે ગૃહ રાજ્યમંત્રી બન્યાના ૫૯ દિવસમાં ૫૯ કેસ સાથે 91 આરોપીની ૧૧૦૦ કરોડ રૂપિયાના મુદામાલ સાથે પકડવામાં સફળતા મળી છે.
ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે – ગૃહ રાજ્યમંત્રી
5 દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઈક કરવા બદલ પોલીસની કામગીરી વખાણી હતી… અને સાથે જ ડ્રગ્સ માફિયાઓને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4